________________
યોગ્યતા ગમે, તો જ એવી અન્ત:સ્કરણા પ્રગટે કે-મારામાં તેવી યોગ્યતા છે કે નહિ? અભવ્ય જીવો અને જાતિભવ્ય જીવો શાશ્વત કાળને માટે સંસારમાં જ પરિભ્રમણ કરે છે અને તેઓ કોઇ કાળે મુક્તિને પામતા નથી. આવી આવી વાતો જાણવામાં આવતાં, લઘુકર્મી ભવ્યાત્માઓમાં એવી અન્ત:કુરણા પ્રગટવી એ સુસંભવિત છે કે-તો મારી મુકિત થશે કે નહિ? આવી અન્ત:કુરણાની અંદર આછો આછો પણ મુક્તિનો અભિલાષ જરૂર હોય છે. આવી અન્ત:સ્કરણાની વાતને કેટલાકો તરફથી એવાં રૂપમાં પણ કહેવાય છે કે- “પોતાના ભવ્યપણાને અથવા અભવ્યપણાને જાણવાનો જ્ઞાનિઓએ બતાવેલો આ ઉપાય છે. પણ એ કથન બરાબર નથી. ભવ્ય જીવોને પોતાના ભવ્યપણાનું આ પ્રકારની અન્ત:કુરણાથી ભાન થઇ શકે છે, નહિ કે-આ પ્રકારે અભવ્ય જીવોને પોતાના અભવ્યપણાનું ભાન થઇ શકે છે. અભવ્ય જીવોમાં તો આવી અન્ત:સ્કરણા જ પ્રગટી શકતી નથી. વળી, ભવ્યત્વસ્વભાવ અને અભવ્યત્વ સ્વભાવની વાત સાંભળવા આદિમાં આવે, તે છતાં પણ જે જીવોમાં આવી અન્ત:સ્કરણા પ્રગટે નહિ, તેઓ બધા જ નિયમા અભવ્ય છે એમ પણ કહી શકાય નહિ કેમ કે-ભવ્યત્વ સ્વભાવવાળા જીવમાં પણ અચરમાવર્ત કાલમાં આવી અન્ત:સ્કરણા પ્રગટી શકતી નથી. આપણી ચાલુ વાત તો એ હતી કે- “એક પુરૂષાર્થ વિના જ આત્માઓ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમત નથી' –આવું જેમ અભવ્ય આત્માઓને માટે કહી શકાય તેમ નથી, કારણ કે-અભવ્ય જીવોનો સ્વભાવ જ એવો છે કે એ સદા કાળને માટે સંસારમાં રૂલે, તેમ સઘળા ભવ્ય જીવોને માટે પણ એવું જ્હી શકાય નહિ કે- “તેઓ પુરૂષાર્થ વિના જ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમંત નથી. કારણ કે-જાતિભવ્ય આત્માઓ ભવ્યત્વ સ્વભાવવાળા હોય છે, પણ તે જીવોને પુરૂષાર્થનો સમય જ પ્રાપ્ત થતો નથી. જાતિભવ્ય જીવોની ભવિતવ્યતાજ એવી હોય છે કે-એ જીવો ધર્મની સામગ્રીને કોઇ પણ કાળે પામી શકતા જ નથી, એટલે તે જીવો કદિ પણ નથી તો મોક્ષના અભિલાષને પામતા અને નથી તો મોક્ષને પામતા ! અભવ્ય જીવો ધર્મસામગ્રીને પામવા છતાં પણ મોક્ષાભિલાષ આદિને પામી શકતા નથી એટલે તેવા જીવોની અમુકિતમાં સ્વભાવદોષની મખ્યતા છે;
જ્યારે જાતિભવ્ય જીવો જો ધર્મસામગ્રીને પામે તો મોક્ષભિલાષ આદિને અવશ્ય પામે એવા સ્વભાવવાળા હોય છે, પણ કમનસિબે તેઓ કોઇ પણ કાલે ધર્મસામગ્રીને પામી શકતા જ નથી, એટલે તેવા જીવોની અમુકિતમાં ભવિતવ્યતાદોષની મુખ્યતા છે. આવા જીવો સંસારમાં રૂલે તેમાં તે જીવોના પુરૂષાર્થની જ ખામી છે, એવું તો કોઇ પણ રીતિએ કહી શકાય નહિ. આજ સુધીમાં અનન્તા શ્રી તીર્થકરદેવો આદિના આત્માઓ અનાદિ નિગોદમાંથી જે બહાર આવ્યા, તે પોતપોતાના પુરૂષાર્થના બલે જ અનાદિ નિગોદમાંથી બહાર આવ્યા, એવું પણ શ્રી જૈનશાસનને સમજનાર માને, બોલે કે લખે નહિ. વળી આજે પણ અનન્તા અત્માઓ ભગવાન શ્રી તીર્થંકરદેવોના પણ, એટલે શ્રી તીર્થકરદેવ થઇને જ મુકિતને પામે એવા તથાભવ્યત્વવાળા આત્માઓ પણ, અનાદિ નિગોદમાં વિદ્યમાન છે. તેઓ અત્યાર સુધીમાં અનાદિ નિગોદમાંથી બહાર નથી આવ્યા, તેમાં શું તેઓના પુરૂષાર્થની જ ખામી છે? અહીં પુરૂષાર્થની ખામી છે, એવું તો અજ્ઞાન અથવા તો અભિનિવેશી જ કહી શકે.
અનાદિ નિગોદમાંથી બહાર આવવાનો અનાદિસિદ્ધ ક્રમ જ એવો છે કે-જેટલી સંખ્યામાં આત્માઓ શ્રી સિદ્ધિપદને પામે છે, તેટલી સંખ્યામાં જ આત્માઓ નિગોદમાંથી બહાર આવી શકે છે. આ અસંખ્ય પ્રદેશાત્મક લોકાકાશમાં નિગોદના અસંખ્ય ગોળાઓ છે; એક એક ગોળામાં અસંખ્ય અસંખ્ય નિગોદો છે; અને એ એક એક નિગોદમાં પણ અનન્ત અનન્ત જીવો છે. નિગોદમાં રહેલા એટલા બધા જીવોમાંથી જે જીવોની ભવિતવ્યતા પાકી હોય, તે જ જીવો નિગોદમાંથી બહાર આવે છે. જેટલી સંખ્યામાં
Page 66 of 234