________________
માટે પણ એમ કહી શકાય નહિ કે-એવા આત્માઓ એક પુરૂષાર્થ વિના જ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિંમત નથી. ભવ્ય સ્વભાવવાળા, એટલે પોતાના સંસારકાળના અન્તને અથવા તો મોક્ષને પામવાની સ્વભાવસિદ્ધ લાયકાતવાળા જીવોના પણ ભિન્ન ભિન્ન અપેક્ષાએ ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે. ભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય. જે જીવો પોતાના સંસારકાલના અન્તિમ પગલપરાવર્તન પામેલા હોય, તે ભવ્ય; જે જીવો પોતાના સંસારકાલના અન્તને અવશ્ય પામવાના હોય પણ હજુ જેઓ પોતાના સંસારકાલના અન્તિમ પુદગલપરાવર્તન ન પામ્યા હોય, તે દુર્ભવ્ય; અને જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામવા જોગા સ્વભાવને ધરનારા હોય તે છતાં પણ જે જીવો પોતાના સહજ તથાભવ્યત્વાદિ ભાવથી ધર્મની સામગ્રીને કદિ પણ પામવાના નથી અને તેથી જેઓ દિ પણ પોતાના સંસારકાલના અન્તને પામવાના જ નથી તે જાતિભવ્ય.
સ. એવા પણ જીવો ખરા કે જેઓ મુકિતગમત-યોગ્યત્વ સ્વરૂપ સ્વભાવવાળા હોય, તે છતાં પણ તેઓ કદિ જ મોક્ષને પામે નહિ !
હા, એવા જીવો પણ ખરા. તેવા પ્રકારની તે જીવોની ભવિતવ્યતાના વશથી, તે જીવોને કોઇ પણ કાલે ધર્મસામગ્રીની પ્રાપ્તિ જ થતી નથી. ભવ્યત્વ સ્વભાવવાળો આત્મા ધર્મસામગ્રીને પામે અને તે પછી તે કોઇ પણ કાળે મોક્ષને પામે નહિ એવું તો બને જ નહિ.
સ. એટલે જે કોઈ જીવો ધર્મસામગ્રીને પામ્યા હોય, તે જીવોમાં ઓ અભવ્ય ન હોય, એવા જીવો તો નિયમા મોક્ષને પામવાના એમ જ ને ?
હા, નિયમ એવો જ છે કે-સ્વભાવે ભવ્ય એવો આત્મા જો ધર્મસામગ્રીને પામે, તો એ જીવ કોઇ પણ કાળે મોક્ષને પામે જ નહિ, એવું બને જ નહિ !
સ. ભવ્યત્વ સ્વભાવવાળા હોઇએ તો ધર્મસામગ્રી મળે એટલે તરત મોક્ષની અભિલાષા પ્રગટે જ, એવો નિયમ ખરો ?
ના, એવો નિયમ નથી. જો એવો નિયમ હોય, તો દુર્ભવ્ય આત્માઓ કે જેઓ અચરમાવર્તવર્તી હોય છે, તેઓ અનેક વાર ધર્મસામગ્રીને પામવા છતાં પણ, ચરમાવર્તને પામ્યા પહેલાં મોક્ષના અભિલાષને પામી શકતા નથી, એ બને જ નહિ.
સ. તો તો અમે ભવ્ય હોઇએ, એમ પણ બને ને ?
તમે ભવ્ય છો, એવી કલ્પનાથી જ આ ધર્મોપદેશની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આમ તો જીવ વિશેષનો ભવ્યત્વ સ્વભાવ અગર તો અભવ્યત્વ સ્વભાવ, એ કેવલજ્ઞાનના સ્વામિઓથી જ્ઞેય છે, તો પણ જ્ઞાનિઓએ એક એવો ઉપાય બતાવ્યો છે, કે જે ઉપાય દ્વારા ભવ્ય જીવ પોતાનો ભવ્યત્વ સ્વભાવ છે એવો નિર્ણય કરી શકે. ભવ્યત્વસ્વભાવવાળા આત્માઓ મુકિતગમનની અનાદિસિદ્ધ યોગ્યતાવાળા છે, જ્યારે અભવ્યત્વ સ્વભાવવાળા આત્માઓમાં મુકિતગમનની યોગ્યતા સ્વભાવથી જ હોતી નથી-આવી વાત કોઇ પણ પ્રકારે જાણવામાં આવતાં, જો અન્ત:કુરણા એવા પ્રકારની થાય કે- “હું ભવ્ય હોઇશ કે અભવ્ય હોઇશ ?” -તો એ અત્માએ સમજી લેવું જોઇએ કે-હું ભવ્ય જ છું. આવી અન્ત:સ્કુરણા જેમ અભવ્ય આત્માઓમાં પ્રગટી શકતી નથી, તેમ અનાદિસિદ્ધ ભવ્યત્વ સ્વભાવને ધરાવનારા હોવા છતાં પણ જે આત્માઓ દુર્ભવ્ય હોય છે, તેઓમાં પણ આવી અન્ત:સ્કુરણા પ્રગટી શકતી નથી, વિચાર કરો કે-જીવમાં આવા પ્રકારની અન્ત:કુરણા પ્રગટે ક્યારે ? મુકિતગમનની અયોગ્યતા ખેંચ્યા વિના અને મુકિતગમનની યોગ્યતા ગમ્યા વિના આવી અન્ત:કુરણા પ્રગટવી એ શું શક્ય છે ? મુકિતગમનની
Page 65 of 234