________________
કારણોમાંના એક પણ કારણને જે માને નહિ, તે જીવ સમ્યગદ્રષ્ટિ હોઇ શકે જ નહિ. એ જીવ નિયમા મિથ્યાદ્રષ્ટિ છે, એમ કહી શકાય. જીવની દરેકે દરેક કાર્યસિદ્ધિમાં આ પાંચ કારણોનો સમાગમ જોઇએ જ; ભલે પછી, આ પાંચ કારણોમાંનું એક એક આદિ કારણ ભિન્ન ભિન્ન પ્રસંગે મુખ્ય મુખ્ય હોય અને બાકીનાં બધાં કારણો ગૌણ ગૌણ હોય. વાત એ છે કે-ચરમાવર્તની પ્રાપ્તિ પુરૂષાર્થ સાધ્ય નથી. ચરમાવર્તની પ્રાપ્તિને જો પુરૂષાર્થ સાધ્ય જ માનવામાં આવે, તો તો એમ જ માનવું પડે કે-જે કોઇ જીવ પુરૂષાર્થ કરે, તેને ચરમાવર્તની પ્રાપ્તિ અવશ્ય થાય; પણ તેમ નથી. જો તેમ હોય તો પછી, ભવ્યત્વ-અભવ્યત્વ આદિ સ્વભાવની વાતને પણ અવકાશ જ રહેવા પામે નહિ. સ્વભાવદોષની ખામી :
આ અનાદિ અનન્ત સંસારમાં પરિભ્રમણ કરતા જીવોમાં, એવા સ્વભાવના જીવો પણ છે, કે જે જીવો પોતાના તેવા પ્રકારના સ્વભાવને કારણે જ કોઇ પણ કાળે પોતાના સંસાર કાળના અન્તને પામવાના જ નથી. એવા જીવોને ગમે તેટલી અને ગમે તેવી ઉત્તમોત્તમ પ્રકારની ધર્મસામગ્રી પ્રાપ્ત થાય, તો પણ એજીવો સ્વભાવે જ એવા કે-એમને પોતાના સંસારકાળનો અન્ત લાવવાની કયારે પણ ઇચ્છા જ થાય નહિ.
સ. એવી ઇચ્છા સરખી પણ થાય નહિ?
ના, એ જીવોને પોતાના સંસારકાળનો અન્ત લાવવાની ઇચ્છા સરખી પણ કોઇ કાળે થાય નહિ. એ જીવોને સંસારમાં સુખી થવાની ઇચ્છા થાય-એ બને, સંસારમાં સુખી થવાને માટે એ જીવો પ્રયત્નશીલ બને-એય બને અને સંસારમાં સુખી થવાને માટે એ જીવો ઉગ્રપણે ધર્મક્રિયાઓને કરનારા બને-એય બને, પણ એવા જીવોને ખૂદ ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો સાક્ષાત્ યોગ અનન્તી વાર થઇ જાય તો પણ, તેમને પોતાના સંસારકાળનો અન્ત લાવવાની તો ઇચ્છા સરખીય જન્મે નહિ. કેમ એમ ? તો કે-એ જીવોનો સ્વભાવ એવા પ્રકારનો છે. એવા સ્વભાવના જીવોને શ્રી જૈનશાસનમાં અભવ્ય જીવો તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પોતાના સંસારકાળના અન્તને પામવાની ઇચ્છા સરખી પણ તે જ આત્માઓમાં પ્રગટી શકે છે, કે જે આત્માઓ ચરમાવર્તને પામ્યા હોય જ જીવો પોતાના સંસારકાળના અન્તિમ પુદગલપરાવર્ત કાલને પામ્યા હોતા નથી, તે જીવોમાં તો પોતાના સંસારકાલના અન્તને પામવાની અભિલાષા કોઇ પણ રીતિએ પ્રગટી શકતી જ નથી. પોતાના સંસારાળના અન્તને પામવાની ઇચ્છા હો કે મોક્ષને પામવાની ઇચ્છા હો, એ સરખું જ છે. આવી ઇચ્છા માત્ર ચરમાવર્ત કાલમાં જ પ્રગટી શકતી હોવાથી અભવ્ય જીવોને તો સદાયને માટે અચરમાવર્તવર્તિતા જ હોય છે. એવા જીવોએ આ સંસારમાં અનન્તા પુદ્ગલપરાવર્ગો વીતાવ્યા છે અને હજુ તેમને આ સંસારમાં અનન્તા પુદગલપરાવર્ગો વીતાવવાના છે. કોઇ પણ કાળે એ જીવો સંસારના પરિભ્રમણથી છૂટી શકતા નથી; અને તેમાં જો કોઇ પણ કારણ મુખ્ય હોય તો તે, તે જીવોનો તેવા પ્રકારનો અભવ્ય સ્વભાવ જ છે. આ સ્વભાવને માનનારાઓ, એમ કહી શકશે ખરા કે-એવા આત્માઓ મોક્ષને જ પામતા નથી, તે તેઓ પુરૂષાર્થ કરતા નથી માટે ? નહિ જ, કારણ કે-મોક્ષને માટે પુરૂષાર્થ કરવાનું મન થાય એવી યોગ્યતા એ જીવોમાં સ્વભાવથી જ હોતી નથી. શ્રી જૈનશાસનમાં કોઇ પણ નય એવો નથી, કે જે એમ કહેતો હોય કે-અભવ્ય આત્માઓ માત્ર પુરૂષાર્થના અભાવે જ મોક્ષગામી બનતા નથી. ખરેખર, એ બીચારા જીવોનો સ્વભાવદોષ જ જ્યાં એવો છે, ત્યાં બીજું થાય પણ શું ? ભવિતવ્યતાની ખામી.
આ તો સ્વભાવે અભવ્ય એવા આત્માઓની વાત થઇ, પણ ભવ્ય સ્વભાવવાળા સર્વ જીવોને
Page 64 of 234