________________
વિવરણ ર્યા બાદ, શુદ્ધ ધર્મમાં જ્વાને માટે પરમ અને પ્રથમ આવશ્યક એવો મોક્ષાભિલાષ ચરમાવર્ત્ત કાલમાં જ પ્રગટી શકતો હોવાથી, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ચોથી વિંશિકામાં ચરમાવર્ત્ત સંબંધી વિવરણ કર્યું છે. કાલનો ચરમાવર્ત એવો જે વિભાગ હેવાય છે. તે જીવ વિશેષના સંસારકાલની અપેક્ષાએ જ કહેવાય છે. કાલ ક્યારેય નહોતો એવું બન્યું નથી અને ક્યારેય નહિ હોય એવું બનવાનું નથી. પુદ્ગલપરાવર્ત્ત, એ કાલનો એક વિભાગ છે. કાલના અમુક પ્રમાણને એક પુદ્ગલપરાવર્ત્ત કાલ કહેવાય છે. જેમ દિવસ, પક્ષ, માસ, વર્ષ અને યુગ આદિ શબ્દો કાલના અમુક અમુક પ્રમાણને સૂચવનારા છે, તેમ ‘પુદ્ગલપરાવર્ત’ એ શબ્દ પણ કાલના અમુક પ્રમાણને સૂચવનારો છે. કાલ અનન્તાનન્ત પુદ્ગલાવત્તું પ્રમાણ છે. એક પુદ્ગલપરાવર્ત્ત કાલનું પ્રમાણ પણ એટલું મોટું છે કે-એક પુદ્ગલપરાવર્ત્ત કાલના પ્રમાણની કાંઇક ઝાંખી થઇ શકે અને એક ‘પુદ્ગલપરાવર્ત્ત કાલ એ પણ કાલનું કેવું મોટું પ્રમાણ છે' -તેનો વિચાર થઇ શકે, એવી રીતિએ તેના કાલપ્રમાણનું વર્ણન શાસ્ત્રકાર મહાત્માઓએ કાલ-લોકપ્રકાશાદિમાં કરેલું છે અને એથી બીજાં પણ ઘણાં કાલમાનોનો બોધ થાય તેમ છ, પણ એ વર્ણનમાં વું એ અહીં અપ્રસ્તુત છે. ટૂંકમાં, એક પુદ્ગલપરાવર્ત્ત કાલના પ્રમાણને માટે એમ હી શકાય કે-એક ઉત્સર્પિણી-અવસર્પિણીનું એક કાળચક્ર વીસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલનું થાય છે, અને એવાં અનંતાં કાલચક્રોથી એક પુદ્ગલપરાવર્ત્ત પ્રમાણ કાલ બને છે. જીવ માત્રનો સંસારકાલ એવા અનન્તાનન્ત પુદ્ગલપરાવર્ત્ત પ્રમાણ હોય છે, કારણ કે જીવ પણ અનાદિ છે અને કાલ પણ અનાદિ છે. આ અનાદિ અનન્ત એવા લોકમાં અનન્તા જીવો અનન્તા પુદ્ગલપરાવર્તો થયાં પરિભ્રમણ ર્યા કરે છે. એ બધાય જીવોના સંસારકાલનો અન્ત આવી જાય, એવું પણ ક્યારેય બનવાનું નથી. માત્ર અમક જીવોના જ સંસારકાલનો અન્ત આવી શકે છે; છતાં પોતાના સંસારકાલના અન્તને પામનારા એ જીવોની સંખ્યા પણ નાની-સૂની નથી. અત્યાર સુધીમાં અનન્તા જીવો પોતાના સંસારકાલના અન્તને પામ્યા છે, વર્તમાનમાં પણ ક્ષેત્રાન્તરે અમુક સંખ્યામાં જીવો પોતાના સંસારકાલના અન્તને પામી રહ્યા છે અને ભવિષ્યમાં પણ અનન્તા જીવો પોતાના સંસા૨કાલના અન્તને પામવાના છે. આમ છતાં પણ અનન્તાનન્ત જીવો સદા કાળને માટે સંસારકાળવાળા જ રહેવાના છે. આથી તમે સમજી શકશો કે-જે જીવો પોતાના સંસા૨કાલના અન્તર્ન પામે છે, તે જીવો કેવા પરમ ભાગ્યશાલી છે ! આવી રીતિએ વિચાર કરવાથી પણ યોગ્ય જીવોમાં પોતાના સંસારકાલના અન્તને પામવાનો અભિલાષ પ્રગટી શકે છે અને એ અભિલાષના બળે તેવા પ્રકારનો પ્રયત્ન કરવાની પ્રેરણા પણ મળી શકે છે. જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામ્યા છે, જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામી રહ્યા છે, જે જીવો પોતાના સંસારકાલના અન્તન પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામવાના છે, તેવા જીવોને જ ચરમાવર્તની પ્રાપ્તિ હોઇ શકે છે. એ સિવાયના જીવોને ચરમાવર્ત્તની પ્રાપ્તિ હોઇ શકતી જ નથી. ચરમાવર્ત્ત કાલ એટલે જીવને પોતાના સંસારકાલના અન્તની પ્રાપ્તિનો જે સમય, તે સમયથી માંડીને પર્વનો એક પુદ્ગલપરાવર્ત્ત પ્રમાણ કાલ.
‘માત્ર પુરૂષાર્થની જ ખામી છે’-એવું નથી :
આ ચરમાવર્ત્ત કાલની પ્રાપ્તિ પુરૂષાર્થસાધ્ય નથી જેઓ એમ કહે છે કે- ‘એક પુરૂષાર્થ વિના જ આત્માઓ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ ક્મિત નથી' -તેઓ ભગવાન શ્રી નેિશ્વરદેવોના શાસનના પરમાર્થને પામ્યા જ નથી. ‘ભવિતવ્યતા, સ્વભાવ, કર્મ, કાલ અને પુરૂષાર્થ' -એ પાંચેય કારણોનાં સમાગમ વિના કોઇ પણજીવની કોઇ પણ પ્રકારની કાર્યસિદ્ધિ થઇ શકતી જ નથી. આ પાંચ
Page 63 of 234