________________
જે જે અનુષ્ઠાનોમાં જેટલી જેટલી શુદ્ધિ હોય, તેટલી તેટલી શુદ્ધિનો પણ અપલાપ નહિ જ કરવો જોઇએ. સ્વરૂપથી અશુદ્ધ અથવા તો માત્ર અનુબન્ધથી જ અશુદ્ધ એવા અનુષ્ઠાનો તરફ જીવો દોરાઇ જાય નહિ તેમજ વિષયથી, સ્વરૂપથી અને અનુબન્ધથી પણ શુધ્ધ અનુષ્ઠાનો તરફ જ જીવો દોરાય, એની કાળજી અવશ્ય રાખવી જોઇએ; પણ એનો અર્થ એ નથી કે-જે અનુષ્ઠાન શુદ્વાશુદ્ધ હોય, તે અનુષ્ઠાનની અશુદ્ધિને હેવી અને તે અનુષ્ઠાનની શુદ્ધિનેે છૂપાવવી ! વિષયશુદ્ધ અનુષ્ઠાનોમાં તો જેમાં ઝંપાપાત આદિ દ્વારા આત્મઘાત આવતો હોય, તેવાં અત્યન્ત પાપવ્યાપાર રૂપ અને એથી સ્વરૂપે સર્વથા અશુદ્ધ અનુષ્ઠાનોનો સમાવેશ પણ હોઇ શકે છે. કેટલાક જીવો એવા પણ હોય છે કે-એમને આ સંસાર અસાર છે અને એક મોક્ષ જ સાધવા યોગ્ય છે એમ લાગી જાય, એમને આ અસાર સંસારથી મુક્તિને મેળવવાનું મન થઇ જાય, મોક્ષના અભિલાષમાં તે જીવો રમતા હોય, પણ એમનું અજ્ઞાન એવું જોરદાર હોય કે-કોઇ પણ પ્રકારે એ જીવોને જો એવો ખ્યાલ આવી જાય કે-ઝંપાપાતાદિ દ્વારા આત્મઘાત કરવાથી મોક્ષ મળે, તો એ જીવા એવો વિચાર કરવાને પણ થોભે નહિ કે- ‘આત્મઘાત જેવા અત્યન્ત પાપવ્યાપારથી તે મોક્ષ મળતો હશે ?' એતો ઝંપાપાતાદિ કરે જ. એવા જીવોની એ અતિશય મૂર્ખાઇભરી ક્રિયા પણ વિષયશુદ્ધ અનુષ્ઠાનની કોટિમાં જાય છે, કારણ કે-એવું ભયંકર પણ પાપકાર્ય એ કેવલ મોક્ષના જ ઇરાદે આચરે છે અને મોક્ષની સાધનાને માટે આવું થઇ શકે નહિ એવું એમને જ્ઞાન નથી. મોક્ષની સાધનાને માટે ઝંપાપાતાદિ દ્વારા આત્મઘાત કરવાનું પણ હું હું છું, એમ તો તમને નથી લાગતું ને ?
સ. મોક્ષના હેતુએ પણ આત્મઘાતાદિ નહિ જ કરવું જોઇએ, એવું તો આપ સ્પષ્ટ હો છો. વાત સ્પષ્ટ થાય તોય જેઓને ઇરાદાપૂર્વક ઉધું બોલવું હોય, તેમનું શું થાય ? એવાઓ તો એવું પણ લખે અને બોલે કે-મોક્ષના હેતુએ ઝંપાપાત કરીને આત્મઘાત કરવાની સલાહ આપે છે ! ખરેખર, એવા જીવો એ જ્ગતના ભદ્રિક જીવોના નિષ્કારણ વૈરિઓ છે અને એથી ક્લ્યાણના અર્થી આત્માઓએ એવાઓથી પણ સદાને માટે સાવધ રહેવું જોઇએ. માત્ર વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં અનુષ્ઠાનની શુદ્ધિ હોઇ શકતી જ નથી, પણ એક્લા આશયની જ શુદ્વિ હોય છે અને આશયશુદ્ધિના કારણે જ તેને વિષયશુદ્ધ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આવું માત્ર વિષયથી જ શુદ્ધ અનુષ્ઠાન પણ સ્વરૂપાદિથી અશુદ્ધ એવું અનુષ્ઠાન, અત્યન્ત સાવધ એટલે પાપવ્યાપાર રૂપ હોય છે અને એથી તે એકાન્ત નિરવદ્યસ્વરૂપ જે મોક્ષ, તેનો હેતુ બની શકતું નથી; તો પણ, એવા પાપવ્યાપારને આચરનારમાં પણ મુક્તિનો જે આશય હોય છે, તે આશય તે જીવની મુક્તિમાં હેતુ બની શકે છે. એવા અનુષ્ઠાનના પ્રતાપે મોક્ષની પ્રાપ્તિમાં બાધક એવા દોષનો નાશ થતો જ નથી, કારણ કે-એ અનુષ્ઠાનના આચરનારનો આશય સારો હોવા છતાં પણ તેનું અજ્ઞાન જોરદાર છે. એવા અનુષ્ઠાનોના યોગે જે કાંઇ સારૂ થાય, તેમાં આશયના સારાપણાનો જ પ્રતાપ મનાય. કેટલાક શાસકાર મહર્ષિઓનું કહેવું એમ પણ છે કે-એવા અનુષ્ઠાનથી દોષના નાશ માટે ઉચિત એવી જાતિ અને કુલાદિક ગુણથી યુક્ત એવા ભવાન્તરની પ્રાપ્તિ થાય છે. કારણ કે-એવા પણ અનુષ્ઠાનમાં મુક્તિનો જે અભિલાષ છે તે પ્રશંસાપાત્ર છે અને મુક્તિના અભિલાષને મોહના નાશક તરીકે માનેલો છે. ટૂંકમાં ક્ડીએ તો, એવા કોરા વિષયશુદ્ધ અનુષ્ઠાનની મહત્તા અનુષ્ઠાનની ક્રિયાને આભારી નથી જ, પણ એ અનુષ્ઠાનના આચરનારના મોક્ષને મેળવવાના સાચા અભિલાષને જ આભારી છે. આ અનાદિ અનંત સંસારમાં સર્વથી પ્રથમ તો જીવને મોક્ષનો અભિલાષ જ દુર્લભ છે. મોક્ષના અભિલાષથી જ અને મોક્ષનું સાધન માની લઇને આચરેલું સાવધમાં સાવધ કર્મ પણ વિષયશુદ્ધ અનુષ્ઠાનની કોટિમાં જાય છે; જ્યારે મોક્ષના આશયથી રહિતપણે અથવા તો સંસારના આશયથી સહિતપણે આચરેલું
Page 60 of 234