________________
અનુષ્ઠાન, બાહા ક્રિયામાં ખૂદ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલાં અનુષ્ઠાનો પૈકીનું હોય તો પણ, તેનો તો કોઇ પણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનમાં સમાવેશ થતો નથી આથી સૌ કોઇએ એક માત્ર મોક્ષના આશયથી જ સ્વરૂપાદિથી શુદ્ધ એવાં અનુષ્ઠાનોને આચરવામાં તત્પર બનવું જોઇએ. પરમ કલ્યાણ જોઇતું હોય તો પહેલાં મોક્ષના અભિલાષને પ્રગટાવવો જોઇએ અને મોક્ષનો અભિલાષ ન પ્રગટતો હોય તોય ધર્મક્રિયાઓમાં એ અભિલાષને પ્રગટાવવાનો આશય રાખવો જોઇએ, પણ વિપરીત પ્રકારનાં એટલે સંસારના આશયનો તો સર્વથા ત્યાગ જ કરવો જોઇએ. એમ કર્યા વિના ગમે તેટલો ધર્મ કરવામાં આવે, તોય તે વાસ્તવિક રીતિએ ફલપ્રદ નિવડે નહિ અને નુકશાન કરનારો કેવો નિવડે એ વિચારવાનું રહે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલાં અનુષ્ઠાનોની બાહા ક્રિયાઓને જે કોઇ આચરે છે, તે બધા જ કેવલ મોક્ષના આશયથી જ આચરે છે-એવું છે જ નહિ. છતાંય, જો કોઇ એવું કહેતું હોય, તો તે સર્વથા ખોટું છે અને એ માટે ખાસ કરીને અભવ્યોનાં તથા દુર્ભવ્યોનાં દ્રષ્ટાન્તો તો આંખ સામે રાખવા જેવા છે. સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન :
આ બધી વાતોથી તમે એ વાત પણ સમજી શક્યા હશો કે-કોઇ પણ અનુષ્ઠાન દેખીતી રીતિએ સ્વરૂપથી શુદ્ધ હોય એટલે બાહા દ્રષ્ટિએ પાપવ્યાપારથી રહિત હોય, તો પણ તે અનુષ્ઠાન જો વિષયશુદ્ધ ન હોય તો, તેવા અનુષ્ઠાનની ગણના સાચાં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનોમાં થઇ શકતી જ નથી. જે અનુષ્ઠાન અનુબધશુદ્ધ નથી હોતું પણ વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ હોય છે, તે અનુષ્ઠાનમાં હોય છે તો યમો અને નિયમો આદિની જ આચરણા, પણ તે આચરણા ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલ શાસ્ત્રોને અનુસરતી નથી હોતી, પણ લોકદ્રષ્ટિને અનુસરતી હોય છે. એનું કારણ એ હોય છે કે-એને આચરનાર આત્મામાં સમ્યજ્ઞાન અને સમ્યકુશ્રદ્વાનનો અભાવ હોય છે. સંસારથી ખૂબ ખૂબ વિરકત હોવા છતાં પણ સમ્યજ્ઞાનાદિના અભાવને કારણે તેવો આત્મા સુવિશુદ્ધ શાસ્ત્રને અનુસરતી પ્રવૃત્તિનું જ આલમ્બન કરવાને માટે સમર્થ બની શકતો નથી. જો કે-તેવો આત્મા સંસારથી ખૂબ વિરકત હોય છે અને મુકિતને સાધવાના ધ્યેયવાળો હોય છે, એટલે તેવા આત્મા દ્વારા કદાચિત અને તે પણ કિંચિદ માત્ર સુવિશુકશાસ્ત્રને અનુસરતી ક્રિયા થઇ જાય એ શકય છે, પણ સામાન્ય રીતિએ તો તે આત્માની યમ-નિયમાદિની પ્રવૃત્તિ લોકદ્રષ્ટિને જ અનુસરનારી હોય છે. આ કારણે જ, સ્વરૂપશુદ્વ અનુષ્ઠાનમાં કાય માત્રની ક્રિયાનું પ્રધાનપણ માનવામાં આવ્યું છે. જેમ કે-શાસ્ત્રપ્રસિદ્ધ પૂરણ આદિ તાપસોની યમ-નિયમની આચરણા. એ પૂરણ આદિ તાપસો પહેલા ગુણસ્થાનકે જ વર્તનારા હતા અને તેમ છતાં પણ તેઓ સંસારથી વૈરાગ્યવાળા તથા મોક્ષની આકાંક્ષાવાળા હતા. સંસારના વૈરાગ્યથી અને મોક્ષની આકાંક્ષાથી તેઓ યમ-નિયમાને ઉગ્રપણે આચરતા હતા, પણ તે યમ-નિયમોનું આચરણ લોકદ્રષ્ટિથી વ્યવસ્થિત હતું; સુવિશુદ્ધ શાસ્ત્રાનુસારી નહિ હતું. એમાં બાહાશુદ્ધિ જરૂર હતી, પણ જેવી જોઇએ તેવી આન્તરશુદ્ધિ નહોતી. જો જેવી જોઇએ તેવી આન્તરશુદ્ધિ હોય તો તો એ અનુષ્ઠાન અનુબન્ધશુદ્ધ અનુષ્ઠાનની કક્ષામાં જ જાય, પણ સમ્યજ્ઞાનાદિના અભાવમાં તેવી આન્તરશુદ્ધિ સંભવતી નથી. આ વાતને શાસ્ત્રકાર પરમષિઓએ કુરાજાના દ્રષ્ટાન્તથી પણ સમજાવી છે. માનો કે-નગરનું રક્ષણ કરવાને માટે નગરને ફરતો સારો કિલ્લો છે. એ કિલ્લાને ભેદીને દુશ્મનો નગરનો કન્નો લઇ શકે તેમ નથી. આવું સુરક્ષિત નગર પણ સર્વથા ઉપદ્રવરહિત કયારે રહી શકે? નગરનો રાજા સારો હોય તો જ ! જો નગરનો રાજા સારો ન હોય, તો નગરજનોને લૂંટારા આદિનો ઉપદ્રવ વેઠવો પડે. યમ-નિયમાદિ એ કિલ્લો છે, સમ્યજ્ઞાનાદિ એ સારા રાજાના સ્થાને છે અને સમ્યજ્ઞાનાદિનો અભાવ એ કરાજાના રાજ્ય જેવો છે જેમ નગરને કિલ્લો હોવાથી
Page 61 of 234