________________
તેમાં હોતો નથી. આવા લોકો જુદા જુદા પ્રકારે પોતપોતાના શાસ્ત્રોએ નક્કી કરી આપેલા કુલધર્મોનું અને નીતિધર્મોનું પાલન કરે, તો પણ તે મોક્ષસાધક બની શકે નહિ. માત્ર આમાંના કેટલાક લોકો, કે જેઓમાં મોક્ષનો આશય પ્રગટ થયો છે, તેઓ એ મોક્ષના આશયથી જે ધર્મોને આચરે તે ધર્મોને અપેક્ષાએ શુદ્ધ કહી શકાય. કોઈ પણ ધર્માનુષ્ઠાન વસ્તુત: તો વિષયશુદ્ધ પણ હોવું જોઇએ, સ્વરૂપશુદ્ધ પણ હોવું જોઇએ અને અનુબન્ધશુદ્ધ પણ હોવું જોઇએ; પણ જે અનુષ્ઠાનમાં સ્વરૂપશુદ્ધિ અને અનુબન્ધશુદ્ધિ ન હોય તોય વિષયશુદ્ધિ હોય તો તેનો અપલાપ નહિ કરવો જોઇએ. મોક્ષનો આશય, એ વિષયશુદ્ધિનો સૂચક હોઇને, સ્વરૂપાદિથી અશુદ્ધ એવા પણ ધર્મો જો મોક્ષના જ આશયથી આચરવામાં આવતા હોય, તો તેને અપેક્ષાએ કહી શકાય છે. વિષયશુદ્ધ અનુષ્ઠાન :
મોક્ષનો આશય અચરમાવર્ત કાલમાં પ્રગટી શકતો જ નથી. મોક્ષનો આશય પ્રગટે તો ચરમાવત કાલમાં જ પ્રગટે. વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ ધર્માનુષ્ઠાનોનું સેવન ચરમ પરિવર્તમાં આવેલા જીવો જ કરી શકે છે. આથી ચોથી વિંશિકામાં ચરમ પરિવર્તનું વર્ણન કરવામાં આવ્યું છે અને ચોથી વિશિકાનું નામ પણ ‘ચરમપરિવર્ત-વિંશિકા” છે. ક્યા જીવો ચરમાવતને પામે છે. અને ક્યા જીવો ચરમાવતને પામતા નથી. એ વિગેરે વાતો કરતાં પહેલાં અહીં પ્રસંગ આવ્યો છે તો વિષયશુદ્ધિ ધર્માનુષ્ઠાનો વિષે વિચાર કરીએ.વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબન્ધશુદ્ધ -એ ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો પૈકીનાં પહેલા બે પ્રકારનાં ધર્માનુષ્ઠાનોને તેમાંના મોક્ષના આશયની પ્રધાનતાદિને લઇને જ સુંદર ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. અનુબન્ધશુદ્ધ અનુષ્ઠાન ભિન્નગ્રન્થી જીવો સિવાયના જીવોને નથી હોઇ શકતું, જ્યારે વિષયશુદ્ધ અનુષ્ઠાન અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન ચરમાવર્તન પામેલા મિથ્યાદ્રષ્ટિ જીવોને હોઇ શકે છે. આથી મિથ્યાત્વની હાજરીમાં સર્વથા ધર્માભાવ જ હોય, એવું જ્હી શકાય નહિ. કેટલાકો કહે છે કે-મિથ્યાત્વની હારીમાં ધર્મ આવે જ નહિ, પણ એવું માનનારા અને કહેનારા એ બીચારાઓ એટલું ભૂલી જાય છે કે-ચાર દ્રષ્ટિ સુધીનો વિકાસ, કે જે વિકાસ પણ સાધારણ કોટિનો નથી, તે મિથ્યાત્વની હાજરીમાં થઇ શકે છે અને સમ્યકત્વને પામવાની તૈયારી પણ મિથ્યાત્વના કાલમાં જ થાય છે. “મોક્ષનો આશય પ્રગટવાને માટે અને મોક્ષના આશયથી ધર્મ તરફ દ્રષ્ટિ થવાને માટે મિથ્યાત્વની ઘણી જ મન્દતા થવી જોઇએ.” -એ વાત બરાબર છે, પણ મિથ્યાત્વની હાજરીમાં ધર્મ આવે જ નહિ. એમ કહેવું, એ બરાબર નથી.વિષયશુદ્ધ અનુષ્ઠાનોમાં તો અત્યન્ત પાપવ્યાપાર રૂપ અનુષ્ઠાનોનો પણ સમાવેશ થઇ જાય છે. કોઇ પણ અનુષ્ઠાન વિષયશુધ્ધ છે કે નહિ? એનો નિર્ણય કરવાનો હોય, ત્યારે એ અનુષ્ઠાન સર્વથા નિરવધ છે કે નહિ, એ અનુષ્ઠાન સાવદ્ય છે કે નહિ અથવા તો એ અનુષ્ઠાન અત્યન્ત સાવદ્ય છે કે નહિ તેનો વિચાર જ કરવાનો હોતો નથી. કોઇ પણ અનુષ્ઠાન વિષયશદ્વ છે કે નહિ ? એનો નિર્ણય કરવાને માટે માત્ર એક જ વસ્તુ તપાસવી પડે છે અને તે એ કે-એ અનુષ્ઠાનને આચરનારનો આશય કયો છે? એ અનુષ્ઠાન ભલે ને કદાચ અત્યન્ત પાપવ્યાપાર રૂપ હોય, પણ જો તેને આચરનારનો આશય કેવલ મોક્ષનો જ હોય, તો એ અનુષ્ઠાનને પણ શાસ્ત્રકાર પરમષિઓ ‘વિષયશુદ્ધ અનુષ્ઠાન' કહે છે. વિષયશુદ્ધ અનુષ્ઠાનના વિચારમાં માત્ર વિષય જ જોવાનો અને એ વિષય જો મોક્ષનો જ હોય, તો એ વિષયશક અનુષ્ઠાન છે. અત્યન્ત પાપવ્યાપાર રૂપ અનુષ્ઠાનો, એ સ્વરૂપથી તો અશુદ્વ અનુષ્ઠાનો જ છે અને પરમ કલ્યાણના અર્થી આત્માઓએ તો જે અનુષ્ઠાનો વિષયથી પણ શુદ્ધ હોય, સ્વરૂપથી પણ શુદ્ધ હોય અને અનુબન્ધથી પણ શુદ્ધ હોય-એવાં સર્વ પ્રકારે શુદ્ધ અનુષ્ઠાનો માટે જ યત્નશીલ બનવું જોઇએ, પણ વિવેકી આત્માઓએ
Page 59 of 234