________________
શાસ્ત્રાર ધર્માચાર્ય મહાત્મા શ્રી જૈનશાસનને કેવી રીતિએ મળ્યા, એ આપણે ટૂંકમાં જોઇ આવ્યા. આપણે માટે, એ પરમ ઉપકારી મહાપુરૂષનો એ આખોય પ્રસંગ, જો સમજાય તો ઘણી જ સુંદર દોરવણી આપે તેવો છે. પોતાની વિદ્વત્તાનો એમને જે ઘમંડ હતો, તે મિથ્યાત્વના ઘરનો અને હેય કોટિનો હતો, છતાં પણ એમની વિદ્વત્તાનો વિચાર કરીએ તો આપણને જરૂર લાગે છે કે- “પોલું ઢોલ વાગે ઘણું' એવો એ સાવ પોલો તો નહોતો જ; અને એ વિદ્વત્તા તથા અ વિદ્વત્તાનો ઘમંડ હોવા છતાં, એમનામાં જે સરલતાનું દર્શન થાય છે તે તો અતિ વિરલ છે. એક સામાન્ય નિમિત્ત મળતાં એ ઉપકારી મહાપુરૂષે એમનું જે સુન્દર ભાવિ ઘડ્યું - એ વાત તો કોઇ પણ રીતિએ વિસરી વિસરાય તેમ નથી. એ મહાપુરૂષ સમર્થ ધર્મશાસ્ત્રકાર ધર્માચાર્ય બન્યા પછી પણ, પલાં વયોવૃદ્ધ સાધ્વીજીના ઉપકારને વિસરી ગયા નથી. એ મહાપુરૂષે એ વયોવૃદ્ધ સાધ્વીજીને ધર્મમાતા તરીકે જ માન્ય રાખ્યાં હતાં અને એથી એ મહાપુરૂષે જ્યાં ને ત્યાં પોતાને “યાકિની મહત્તરા-સનુ” એટલે એ યાજ્ઞિી નામનાં મહત્તરાના પુત્ર તરીકે જ ઓળખાવેલ છે. સાધારણ રીતિએ વિચારનારને એમ લાગે કે-એ મહાપુરૂષ ઉપર એ સાધ્વીજીએ ક્યો મોટો ઉપકાર કરી નાખ્યો હતો ? એ જે ગાથા બોલ્યાં હતાં, તે ગાથા કાંઈ તેમને સંભળાવવાને માટે અને એ ગાથાને સંભળાવીને તેમને સન્માર્ગે લાવવાને માટે બોલ્યા નહોતાં. જે કાંઈ બન્યુ હતું, તે અકસ્માત જ બન્યું હતું. તે પછી પણ એ સાધ્વીજીએ તો માત્ર પોતાના ધર્મગુરૂ પાસે જવાનું જ સૂચન કર્યું હતું. આમ છતાં પણ, એ મહાપુરૂષને એમ લાગ્યું કે-“હું સન્માર્ગને પામ્યો, તેમાં નિમિત્ત તો આ સાધ્વીજી ને ! માટે એ જ મારાં ધર્મ-માતા.' આ કૃતજ્ઞતા ગુણ પણ અસાધારણ કોટીનો છે. ઉત્તમ આત્માઓ અન્યના લેશ માત્ર ઉપકારને પણ સ્વખેય ભૂલી શકતા નથી અને અન્યના મોટા પણ અપકારને સ્વપેય યાદ કરતા નથી. અધમ આત્માઓની દશા એનાથી વિપરીત પ્રકારની હોય છે. અધમ આત્માઓ અન્યના મોટા પણ ઉપકારને ઘણી જ સહેલાઇથી ભૂલી જઇ શકે છે અને અન્યના નાના પણ અપકારને સ્વપ્રેય વિસરી શકતા નથી. આ સ્વભાવના કારણે, ઉત્તમ આત્માઓ સદાય પ્રશાન્ત ચિત્તવાળા રહી શકે છે અને અધમ આત્માઓનું હૈયું સદાને માટે કેષથી ધમધમતું રહે છે. ઉત્તમ આત્માઓ પોતાના તેવા પ્રકારના સ્વભાવને કારણે દિન-પ્રતિદિન ચઢતી કલાએ ગુણશ્રેણિના સ્વામી બનતા જાય છે અને અધમ આત્માઓ પોતાના તેવા પ્રકારના સ્વભાવને કારણે દિન-પ્રતિદિન ચઢતી ક્લાએ દોષશ્રેણિના સ્વામી બનતા જાય છે. એ મહાપુરૂષમાં ઉત્તમ આત્માઓને છાજતા ઉંચી કોટિની સરલતા અને ઉંચી કોટિની કૃતજ્ઞતા આદિ ગુણો હતા, માટે જ તેઓ એક સામાન્ય નિમિત્ત પ્રાપ્ત થતાં ઉન્માર્ગને તજીને સન્માર્ગના પરમ સેવક બની શકયા. કુલનીતિ ધર્મનું વર્ણન :
હવે ત્રીજી વિંશિકાનો વિષય જોઇએ. આનું નામ છે “કુલનીતિધર્મ-વિશિકા' ગ્રન્થકાર પરમષિએ આ વિશિામાં વિશિષ્ટ લોકમાં પ્રવર્તતા અને કેટલાંક ભિન્ન ભિન્ન પ્રકારનાં શાસ્ત્રોએ કહેલા કેટલાક કુલધર્મો તથા નીતિધર્મોનું ખ્યાન આપ્યું છે. એ કુલધર્મો તથા નીતિધર્મોનું ખ્યાન આપવાનો હેતુ એ છે કે-એ ધર્મો એ વસ્તુત: ધર્મો નથી અને એથી એ ધર્મોને સારી રીતિએ સેવવા છતાં પણ તે જીવો પરમ કલ્યાણને પામી શકતા નથી. બ્રાહ્મણ આદિ વર્ણોનાં બ્રહ્મચર્ય આદિ આશ્રમો છે. આ આશ્રમોને અંગે તેઓના પોતપોતાનાં શાસ્ત્રોથી સિદ્ધ એવા ધર્મો યતનાદિ ભદથી નાના પ્રકારના વર્ણવેલા છે. એ ધર્મો સ્વર્ગાદિક્યું સાધન થતા હોવા છતાં પણ પરિણામે વિરસ છે. કારણ કે તેમાં અજ્ઞાન હોય છે અને મોહનો અભાવ હોતો નથી. એવા માણસોમાં વૈરાગ્ય નથી જ હોતો એમ નહિ, પણ તેઓનો વૈરાગ્યે ય મોહગર્ભિત હોય છે, કારણ કે-તેઓ પોતે મોહપ્રધાન હોય છે. સંસારની વાસનાના સર્વથા ક્ષયનો હેતુ
Page 58 of 234