________________
જ લોકો અવળે માર્ગે દોરાય છે. જૈન નતામાં પણ ઘણાં મતમતાંતરો થયા છે. તેનું કારણ કેટલાંક સ્વચ્છેદીઓએ ઉત્સત્રપ્રરૂપણા કરી એ છે. એ સિવાય બીજું કાંઇ નથી. જૈન ધર્મગ્રંથોમાં સાચા તપસ્વીઓનાં વર્ણનો સકલ વિશ્વનું અજબ આલેખન અને દેવ-ગુરૂ-ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ રીતે દેખાઇ આવે છે. જૈન શાસ્ત્રમાં પ્રરૂપેલું દાન મૂચ્છ ઉતારનારું જ હોય. એ ધનની મહત્તાને વધારનારુ નથી. શ્રી જિનશાસનપ્રણિત તપ, કાયકલેશ, મન:સંતાપ, એ બુધ્ધિભ્રંશ અને આત્મઘાત કરનારૂ નથી પણ આત્મશુધ્ધિ કરનારૂ છે. તે તપ વિરતી લાવે, પણ મમત્વ વધારે નહિ. આત્મશકિત લાવે પણ તેને ઘટાડે નહિ. શ્રી જિનશાસને નિરૂપેલું શીલ પણ સચોટ છે. ગમે તેનો આગ્રહ એ શીલ નથી, પણ વિવેકપૂર્વક કેળવાયેલું આત્મબળ એજ શીલ છે. મોહમાં ફસ્યા વગર આત્મશુધ્ધિકારી વતનિયમોનું પાલન કરવામાં શીલરક્ષણ રહેલું છે. ભાવની શુધ્ધિમાં પણ વિરતિ રહેલી છે.
દુનિયામાં સુખેથી રહેવું હોય તો ખુશીથી યા વગર ખુશીથી નીતિમર્યાદાનું અવલંબન કરવું જ પડે છે. આ નીતિ ધર્મને સહાયકારી બની શકે છે પણ માત્ર નીતિ એ કાંઇ ધર્મ નથી. ધર્મનું ક્ષેત્ર લોકોત્તર છે, પારલૌકિક છે, તેથી ઇહલૌકિક હિતની સાથે ધર્મ સીધો મેળ ખાય એમ નથી. લૌકિક બાબતોમાં ધર્મ હોય જ નહિ પણ લૌકિક બાબતોની સહાયથી પારલૌકિક ધર્મ આચરવામાં આવે છે, એટલે લૌકિક લાભ હાનિ પરથી સાચા ધર્મની યોગ્યાયોગ્યતા આંકી શકાય નહિ. જૈન સાધુઓનો કાંઇ પણ ઉપયોગ લૌકિક કામો માટે હોતો નથી. શ્રી જિનમંદિર, દેવદ્રવ્ય, ઉપાશ્રયો આદિ દેવ-ગુરૂ, ધર્મની ચીજો લૌકિક કામોમાં વાપરી શકાય નહિ, એટલે જૈન ધર્મનો વિરોધ કરનારા ઘણાં છે. પણ વિરતિ પમાડવાની જૈન ધર્મની એજ અનુપમ યોજના છે. વિરતિ વગર ધર્મ નથી. એ વિના પરલાક સુધરતો નથી. પરલોક એજ ધર્મનો મુખ્ય વિષય છે. ઈહલોકમાં ધર્મ આચરવાનો હોય છે પણ તે પરલોક માટે હોય છે, તેથી ઇહલોકમાં શું સારું છું તે નહિ જોતાં ધર્મની બાબતમાં પરલોક માટે શું હિતકારી છે તે જ જોવાનું હોય છે. આ દ્રષ્ટિને સમ્યક કહેવાય
જૈન હોવા છતાં જેઓ પરલોકને ભુલી જાય છે તેઓ સાચા જૈન નથી. કુળનું જૈનપણે તેમનામાં ભલે હોય પણ ધર્મનું જૈનપણું નથી. ધર્મના જૈનપણા વિના કલ્યાણ થાય એ તો બનવાજોગ જ નથી. જૈનકુળ સાથે સુદેવ-સુગર-સુધર્મની સુંદર પ્રકારની આરાધના કરી શકાય એવી જોગવાઇ પામ્યા છતાં, જેઓ ધર્મદ્રોના ઘોર પાપમાં પડ્યા છે, તેઓને માટે તો કહેવું પડે કે તેઓ પાપવધારવા માટે જ જૈનકુળમાં જન્મેલાં હોય છે. આ સુધારકો તરફ દુર્લક્ષ કરીને વિરતિ પમાડવાની શ્રી જૈનશાસનની અનુપમ યોજનાનો પુરતો લાભ લઇ લેવો એજ મુમુક્ષુ જીવોને માટે યોગ્ય છે. લૌકિકને ભુલવું એજ ધર્મી બનવા માટેની યોગ્યતામાંનું પહેલું પગથીયું છે. જે ધર્મશાસન લૌકિન્ને ભૂલવી પરલોક સુધારવાની દિશા જીવોને બતાવે છે, તેજ સર્વશ્રેષ્ઠ છે. એનેજ વિરતિ કહેવાય છે અને વિરતિ પમાડવાની શ્રી જિનશાસનની યોજના અનુપમ છે, એ વાત નિર્વિવાદ છે. સરલ સ્વભાવ જીવને શું કાર્ય કરે છે તે જણાવે છે જેવી સરલતા તેવી જ કૃતજ્ઞતા :
પરમ ઉપકારી, આચાર્ય ભગવાન શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા સર્વ ગ્રન્થો જો ઉપલબ્ધ હોય, તો અત્યારે તો એ સર્વ ગ્રન્થોનો અભ્યાસ પણ એક માણસ પોતાના આખા જીવન દરમ્યાન કરી શકે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. અરે, એ આચાર્યભગવાનના રચેલા જે ગ્રન્થો ઉપલબ્ધ છે, તે સર્વ ગ્રન્થોનો પણ સાંગોપાંગ અભ્યાસ આજે મુશ્કેલ બન્યો છે. આવા સમર્થ ધર્મ
Page 57 of 234