________________
અર્પવામાં મોક્ષપ્રાપ્તિનો જ હેત હોય. ઇશ્વરની મૂર્તિ થાય નહિ એવો આગ્રહ નથી, તેમજ મનુષ્યના જુદા જુદા વિકારોને પોષણ મળે એવી મૂતિઓને પણ પ્રભુના નામે કરવાનો નિષેધ શ્રી જિનશાસને કરેલો છે. જિનાલયો અને તીર્થક્ષેત્રો એટલે મુકિતની સાધનાનાં ધામો. લૌકિક હેતુ સાધવાનો ત્યાં ઇરાદો રખાય નહિ. પારલૌકિક ઉદ્દીષ્ટ પાર પાડવા માટે શ્રી જિનાલયોની યોજના છે. શ્રી જિનમંદિર અને તેની સેવાપૂજા માટે શ્રી નિશાસ્ત્રમાં ઉચિત વિધિ ઠીક ઠીક કહેવાએલો છે. તે અજોડ છે તેથી કરીને જ શ્રી નિમંદિરો અને સેવાપૂજાની જૈન પ્રણાલી દુનિયામાં વખણાય છે.
દેવદ્રવ્યની યોજના તો એકદમ અનેરી જ છે. જુદા જુદા ધર્મના લોકો જે દાન આચરે છે તે સમાનાં ધાર્મિક મનાતાં કામોમાં ખર્ચાય છે, પણ શ્રી જિનમંદિરમાં જે ચીજો આવી તે બધી માત્ર શ્રી જિનબિંબ અને શ્રી જિનમંદિરો માટે જ ખર્ચી શકાય છે. આથી શ્રી જિનમંદિરો આલેશાન બને છે અને તેની ક્લા દુનિયાભરના લોકોને આકર્ષે છે. આ દેવદ્રવ્યને બીજા કાર્યોમાં વાપરવું, એ મહા પાપ મનાય છે તેમજ તે વધારવું એ મહા પુણ્ય મનાય છે. દેવદ્રવ્ય માટે અનીતિથી કમાયેલું ધન આપવાનો નિષેધ કરવામાં આવ્યો છે. લખ્યું છે કે- જિણવર આણારહિયં વાતાવિ કેવિ નિણદવ્યં | બુડંતિ ભવસમુદ્ર, મૂઢા મોહેણ અન્નાણી II શ્રી નિની આજ્ઞાનો ભંગ કરીને એટલે અનીતિથી જે કોઇ નિદ્રવ્ય વધારશે, તે અજ્ઞાની મૂર્તો ભવસાગરમાં ડૂબશે. એટલે જુદા જુદા મતના શ્રીમંતો અનીતિથી કમાએલી સંપત્તિ પાપ ધોવા માટે જેમ મંદિરો બાંધવામાં વાપરે છે, મજીદો અને ચર્ચાને આપે છે, તેમ શ્રી જિનશાસનમાં થઇ શકે જ નહિ. એટલે ધર્મી જૈન નીતિમાન હોય જ. જૈનની બાબતમાં અનીતિ સંભવે જ નહિ.
ખ્રિસ્તીઓના ધર્મગુરૂ પાદરીઓ અને નન્સો ભારે વેતન લઇને ધર્મોપદેશનું કામ કરે છે, એટલે જુદા જુદા સત્તાધારીઓની જેમ તેઓ પણ સ્વચ્છંદી અમલદારો હોય છે. બીજા પણ કેટલાક ધર્મોમાં ગુરૂપદ ભોગવનારા ભોગી અને કંગાલ હોય છે. ધર્મગુરૂઓની ચારિત્રહીનતા અને જુલ્મના લીધે પોપશાહી અને ખિલાફતની વિરૂધ્ધ વળવા તેના અનુયાયીઓએ જ કહેલ છે. ખ્રિસ્તી અને મહંમદી ધર્મગુરૂઓએ માનવજાતિને સૈકાથી કેટલી પીડા આપી છે તેની સાક્ષી ઇતિહાસ આપે છે. હિંદુઓના મઠવાસી ધર્મગુરૂઓ અને બાબા વૈરાગીઓ તેમજ બૌદ્વોનાં ભિક્ષ-ભિક્ષુણીઓ અને પારસી દસ્તુરો કેટલાક અંશે સારા હોય છે, તો પણ તેઓ ઘરબારી હોવાથી અને અનુયાયીઓની લૌકિક ભાંગડોમાં ભાગ લેનારા હોવાથી સંયમ જાળવી શકતા નથી અને પદભ્રષ્ટ થાય છે. આવા ગરૂઓ અનુયાયીઓને લૌકિવૃત્તિથી પાછા વાળી મુકિતમાર્ગે કેવી રીતે લઇ જવા સમર્થ બનશે ?
- શ્વેતાંબર જૈન ગુઓ મઠવાસી હોતા નથી, કંચન-કામિનીને અડતા પણ નથી, કોઇ પણ લૌકિક બાબતમાં પડતા નથી. તેઓ પાદચારી, ભિક્ષાત્રભોજી, શ્વેતાંબરધારી, કેશલુંચનાદિ તપ કરનારા હોય છે. એવા ત્યાગી મહાત્માઓને જોઇને, મૂઢ માણસો પણ વિરતિ પામે, એમાં નવાઈ શી? ઇતર ઇતર ધર્મમતોમાં રહેનારા ધર્મગુરૂઓ સ્વચ્છંદી અને જુલમી હોય છે તેમજ જૈન ધર્મગુરૂઓ પણ એવા હોયજ એમ કલ્પીને આજના ભણેલા કેટલાક લોકો દેવગુરૂ વિરોધી હિલચાલ કરી રહ્યા છે. આ પઠિત મૂર્તો અને કેટલાક નાસ્તિકો જૈન દેવ-ગુરૂ-ધર્મના વિરોધી હોય છે, પણ એમાં કશી નવાઇ નથી. ઇશ્વરનું વીતરાગત્વ અને નિરૂપાધિત્વ તેમજ ધર્મગુરૂઓનું નિર્ગથપણું, આ વિરતિ પમાડવાની શ્રી જિનશાસનની યોજનામાંની મહત્ત્વની વસ્તુ છે.
જૈનશાસ્ત્રમાં સુદેવ અને સુગુરૂઓનાં જ મંડન હોય. સર્વજ્ઞ ભગવાનેજ ક્યું તે પંચ મહાવ્રતધારીઓએ લિપિબધ્ધ કર્યું અને એજ સચ્છાસ્ત્ર કહેવાય. અલ્પજ્ઞોનાં જે તે ધર્મને ધર્મગ્રંથ માનીને
Page 56 of 234