SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ એમ જ જોવામાં આવે છે કે-ત્યાગી માણસ વધુ સમર્થ અને સુખી હોય છે. એટલે લૌકિક બાબતોમાં મહત્તા મેળવવા માટે ત્યાગ અમુક અંશે આદરી કષ્ટ વેઠવાની ભલામણ બધા કરે છે અને ઘણાખરા તેમ વર્તવાનો શ્રમ પણ કરે છે. જે શ્રમ સેવતા નથી તે નિદોય છે : આળસુ, નાદાન, નિકમ્મા કહેવાય છે. પણ લોકોત્તર ધર્મની બાબતમાં એથી ઉલટો પ્રકાર જોવામાં આવે છે. ત્યાગની વાતો તો બધા કરે છે, પણ ત્યાગ વગર જેટલો ધમ આરાધાય તેટલો જ આરાધવાનું પસંદ કરે છે. જેમ કષ્ટ વેક્યા વગર સંસારમાં સફળતા મળતી નથી, તેમ ધર્મમાં પણ ત્યાગ વગર સફળતા મળતી નથી, છતાં જનતાને ધર્મની કાંઇ ગરજ નહિ હોવાથી કષ્ટ વેઠ્યા વગર પણ ધર્મની આરાધના થાય એમ માને છે. તે માન્યતાને લીધે ઘણા મિથ્યા મતો ફેલાયા છે. અનંતજ્ઞાનિઓએ શ્રી નિશાસન પ્રરૂપતાં એવી ખબરદારી લીધી છે કે-મિથ્યાત્વને સ્થાન નહિ મળે, તો પણ નામધારી જૈનો મિથ્યાત્વને પોષે છે, એ ખેદની બીના છે. દેવ, ગુરૂ અને શાસ્ત્ર આ ત્રણ ત્યાગના સ્ત્રોતો છે. આ સ્ત્રોતો જો ઉગમથી દૂષિત હોય તો તેના પ્રવાહના કાંઠે રહેનારને એટલે અનુયાયીઓને શુદ્વ ત્યાગ ગમે જ નહિ. ઘેર સાચવીને ધર્મ થાય, દેહ પોષીને પણ આત્માને ખીલવાય આવી આવી જે ખોટી કલ્પનાઓ સમાજમાં ફેલાઇ છે, તે બધી આ મિથ્યાત્વને લીધે જ છે. દેવને કષાયી, ઉપાધિવાળા, પક્ષપાતી અને સરનાર માનવામાં આવ્યા. ગુરૂ, સંસારીઓને લૌકિક બાબતોમાં પણ સલાહ આપનારા, તથા પોતે ઘરબારી, મઠપતિ અને સ્વચ્છેદથી પ્રરૂપણા કરનારા હોય છે. આવા કોઇ પણ સાધુએ અને પંડિતે લખેલા ગ્રંથો ધર્મશાસ્ત્ર મનાય છે. એટલે દુનિયામાં અસંખ્ય ધર્મગ્રંથો, ધર્મગુરૂઓ અને દેવ સંબંધી કલ્પનાઓ પ્રસાર પામેલી છે, છતાં ઘણાખરા લોકો ત્યાગના વૈરી જણાય છે. એવી રીતે ત્યાગના સ્ત્રોતો જ્યાંથી સ્ત્રવે છે, તે દેવ, ગુરૂ શાસ્ત્રનાં ઉગમો જો અવિરતિથી દૂષિત થયેલ હોય તો પછી અનાદિ કાળથી જડથી જકડાએલા સંસારી જીવો ત્યાગ કેમ પામશે ? અનંતજ્ઞાનિઓએ શ્રી જિનશાસનની અનુપમ યોજના અખંડ અને શુદ્ધ રાખી, ભવી જીવોને વિરતિ પમાડવાની વ્યવસ્થા પરમ ઉપકારબુદ્ધિએ કરેલી છે. સર્વજ્ઞ ભગવાનોએ આ યોજના ઘડી એટલે તે તીર્થકરો કહેવાય છે. શ્રી જિનશાસન ભવી જીવોને તારે છે તેથી તે તીર્થ કહેવાય છે અને એ તીર્થના પ્રવર્તકો તીર્થકર કહેવાય છે. આ તીર્થકરો કોઇ મહંમદી, ખ્રિસ્તી, પારસી, યહુદી, શિખ, આર્યસમાજી આદિ મતવાળાના કલ્પિત ઇશ્વરની જેમ નિર્ગુણ, નિરાકાર, સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા હોતા નથી, તેમજ વૈદિકોની માન્યતા મુજબ ફરીથી અવતરનારા પણ હોતા નથી. તેઓ અન્ય જીવોની જેમ ભવભ્રમણ કરી મુકત થયેલા હોય છે. પૂર્વની પરમ ઉપકરબુદ્ધિથી મુકિતનો માર્ગ તેઓ બતાવે છે, એજ એની વિશેષતા છે. પોતે મુકિતને જાણીને અને ભવભ્રમણનો અનુભવ લઇને જ તેની પ્રરૂપણા કરે છે. મુકિત મેળવ્યા પછી ફરી તે સંસારમાં સગુણ રૂપે આવતા નથી, છતાં આદર્શરૂપે ભવ્ય જીવોને માર્ગદર્શક બન્યા જ કરે છે. દુનિયા અનાદિ અનંત હોવાથી તેની ઉત્પત્તિ, સ્થિતિ, લય કરવા માટે કોઇની જરૂર હોતી નથી અને એ કામ તીર્થકર અને સિદ્ધ જવા ઇશ્વરો કરતા જ નથી. એવું શુદ્ધ સ્વરૂપ તીર્થકર અને સિદ્ધનું હોવાથી તેઓની સેવા-પૂજામાં પણ શુદ્ધતા રાખવી પડી છે. ચર્ચામાં જેમ લૌકિક કાર્યો કરી શકાય, મજીદોમાં જેમ રહેવાય, હિન્દુ દેવાલયો જેમ ઘરની માફક વાપરી શકાય, અગ્યારીઓમાં જેમ અગ્નિ સળગાવાય તેમ જિનાલયમાં કાંઇ પણ કરી શકાય નહિ. ત્યાં તો સેવા-પૂજા વગર કાંઇ પણ થાય જ નહિ. સેવા પૂજાની વિધિ પણ કેટલી વિશુદ્ધ ! સારામાં સારી ચીજો ત્યાં લાવી પ્રભુને અર્પાય, પણ પ્રસાદી તરીકે તેનો ભોગવટો ભકતો નહિ કરી શકે. જુદી જુદી ચીજો Page 55 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy