________________
આદી ધર્મવાળાઓએ પણ એકાંતમત પ્રરૂપ્યો છે. સર્વજ્ઞ ભગવાનના જિનશાસનમાં દેવ, ગુરૂ, ધર્મનું સ્વરપ જેવી રીતે યુકિતસંગપણે પ્રરૂપેલું છે તેવી રીતે તે બીજા કોઈ પણ ધર્મ કે પંથમાં પ્રરૂપેલું નથી. તેથી જ આજના બુધ્ધિવાના પોતપોતાના ધર્મની વિરુધ્ધ બળવો કરી રહ્યા છે. ખેદની વાત એજ છે કે-તેઓ જેમ મિથ્યાત્વી ધર્મોનું ખંડન કરવામાં પુરૂષાર્થ બતાવે છે તેમ અનંતજ્ઞાનિઓના જિનશાસનની યુકિતસંગતતા જોઇ તે સેવવામાં પુરૂષાર્થ આદરતા નથી. જૈનાચાર પાળવાનો પુરૂષાર્થ કદાચ નહીં થતો હોય તો પણ ગ્રંથપ્રસારના આ જમાનામાં સાચા ખોટા ધર્મનો વિવેક કરવા જેટલી મહેનત લેવામાં કાંઇ પણ હરકત જેવું નથી. વ્યકિતસ્વાતંત્ર આ જમાનામાં સાચો ધર્મ ગમ્યા પછી તેમ ખુલ્લી રીતે કહેવાની અને શક્તિ મુજબ તે આચરવાની હિંમત બતાવી શકાય તેમ છે.
વૈદિકોના કરોડો દેવ, ભિન્ન ભિન્ન કક્ષાના ગુરૂઓ અને ધર્મના ભિન્ન ભિન્ન અભિપ્રાય એજ સુચવે છે કે-વૈદિક શાસનને કોઇ જ્ઞાની શાસ્તા જ નથી. પછી એવું ધર્મશાસન માનવા લાયક કેમ બને ? બૌધ્ધ ધર્મના દેવ બુધ્ધ, ગુરૂઓ ભિક્ષભિક્ષણી અને બુધ્ધ તથા બૌધ્ધાચાર્યોનાં વચનો એજ ધર્મ એટલે તે પણ એકાંતિક ધર્મ બન્યા. ખ્રિશ્ચનો, પારસીઓ, મહંમદીઓ અને યહુદીઓ આકાશમાંના અદ્રશ્ય દેવને માને છે અને યેશુ ઝરઠુ, મહંમદ અને ભિન્ન ભિન્ન જમાનામાં પ્રેષિતોએ કીધેલા વચનોને અનુક્રમે પ્રમાણ ધર્મ માને છે. પાદરીઓ, દસ્તરો, ફકીરો વિગેરે અનુક્રમથી તેઓનાં ગુરૂઓ છે. એ રીતે ઉપર ઉપરથી જોતા પણ જિનશાસનના અનંતજ્ઞાનિઓએ નિરૂપણ કરેલ દેવ, ગુરૂ, ધર્મના સ્વરૂપની સાથે બીજા ધર્મોથી પ્રણિત દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ સરખામણિમાં ઉતરી શકે એવું નથી જ. જૈનોને આટલું ભાગ્ય પરંપરાથી જડ્યું છે તો પણ કેટલાંક જૈનો તેની અશાતના કરે છે અને જૈનેતરો સર્વજ્ઞપ્રણિત દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ જાણવા જેટલી પણ દરકાર સેવતા નથી એ તેઓના માનવપણાને પણ કલંકભૂત છે. કદાચ મૂકી દઇને કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરવા જેવો હોય તો તે ધર્મ જ છે, પણ દુ:ખ એ છે કે-ધર્મની બાબતમાં કદાગ્રહ સેવાય છે, તો પછી દેવ, ગુરૂ, ધર્મનું સાચું સ્વરૂપ કેમ સમજાય ? અને તે સમજ્યા વગર સુખ શાંતિ મળવાની નથી એ વાત નિ:સંશય છે. જીવન પ્રગતિ :
માર્ગાનુસારી, સમકિતધારી અને પંચાણુવ્રતધારી બનવા માટે બાહ્ય સંયોગો ઉચિત લાગ્યા એટલા માટે જ હુ તેમ બનું . માત્ર દ્રવ્ય થકી. ભાવ થકી બનવાનું મારા પુરૂષાર્થ પર અને સારી ભવિતવ્યતા પર નિર્ભર છે. તે કયારે થશે એ કેવળી જાણે. અત્યારે તો માર્ગાનુસારીપણાના પાંત્રીસ ગુણો યોગ્ય પ્રમાણમાં મારામાં નથી, અને મિથ્યાવાસના ઘણી બાકી છે. હજુ વિષય આકર્ષે છે, કષાયો તીવ્ર છે, લૌકિક કાર્યોમાંથી પણ ધર્મબુદ્ધિગઈ નથી, જુદા જુદા ધર્મોના દેવ, ગુરૂ, ગ્રંથાદિ માટે પૂજ્યબુદ્ધિ મનમાં વસે છે અને નિગમોનું જ્ઞાન નહિ જેવું જ છે. સંસાર અસાર લાગે છે અને જૈનધર્મ સર્વશ્રેષ્ઠ લાગે છે એમાં શંકા નથી. એ ભાવનાના આધારે દ્રવ્ય થકી પંચાણુવ્રતધારી બનવાનું મનોવૈર્ય એ આશાથી જ કરી રહ્યો છું કે-મારૂં બધું મિથ્યાત્વ વિનાશ પામશે, નહિ તો પંચાણુવ્રતો પાળવાં એ કાંઇ બાળચેષ્ટા નથી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ ગુણોની મહત્તા બધા માનવી ગાય છે અને તેનું પાલન કરી રહ્યાનો ડોળ ઘણાખરા કરે છે, પણ વિવેકપૂર્વક પ્રમાણિકતાથી આ ગુણોનું પાલન કરવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. સમકિત તો ગુણરાજ છે. સમકિત આવ્યા પછી કષાયાદિ દોષો પણ ગુણરુપ નીવડે. તેની ગેરહાજરીમાં ગુણો પણ દોષરુપ થાય.
ત્યાગ શ્રેષ્ઠ છે, એ વાત સર્વસંમત છે. ત્યાગ એજ ધર્મનો આધાર છે અને લૌકિક બાબતોમાં પણ
Page 54 of 234