________________
વિચાર પ્રથમ કરીએ. દિગંબરો પાસે સર્વજ્ઞપ્રણીત સચ્છાસ છે જ નહિ. જિનાગમનો વિચ્છેદ થયો છે એમ સમજી તેઓ પંડિતોના જ ગ્રંથો પ્રમાણ માને છે, પણ આપણે જાણીએ છીએ કે કેટલાંક આગમો વિચ્છેદ ગયાં છે તો પણ જિનાગમો મૌજૂદ છે. તે સૂત્રોને દિગંબરો માનવા ઇચ્છતા નથી અને જેને તેને માનવા લાગ્યા છે. તેથી તે ઉત્સુત્રપ્રરૂપક બન્યા છે. નગ્નત્વ વગર મોક્ષ નથી, એ વચન સર્વજ્ઞનું હોઇ શકે જ નહિ. મનુષ્યગતિના ભવ્યજીવો મોક્ષ મેળવવા માટે લાયક છે, એ અનંતજ્ઞાનિઓનું વચન છે, તેથી સ્ત્રી મોક્ષ માટે નાલાયક છે એવું પક્ષપાતી વચન સર્વજ્ઞ વીતરાગ ભગવાનના શાસનમાં હોયજ નહિ. તીર્થકર ક્વલાહારી હોતા નથી-એમ માનવાનું પણ અયુતિક છે, કારણ કે દેહ હોય છે ત્યાં સુધી પણ યોગો હોય છે એટલે કવલાહાર લેવામાં જ માત્ર ત્રણ યોગ ચાલુ રહે છે અને તેથી કષાયતા આવે છે એમ પણ માનવાનું કારણ નથી. કવલાહાર લઇને પણ વીતકષાયતા સંભવે છે. મૂર્તિને અલંકાર ચઢાવ્યા માત્રથી તે વીતરાગ ભગવાનમાં સરાગતા આવી જાય છે, આ કથન તદન ભૂલભરેલું છે. ટુંકમાં એમ કહી શકાય કે-દિગંબરોએ ઉસૂત્રપ્રરૂપણા ચલાવી શાસનની ઘણી હાનિ કરી છે.
દિગંબરોના કદાગ્રહથી મુનિસંસ્થા નિર્બળ થઇ. સ્ત્રી મોક્ષને માટે અનધિકારી છે એમ ઠરાવતાં સાધ્વીઓ ન થઇ એટલે ચતુસંઘ દિગંબરોમાં રહ્યો નથી. ચક્ષુ, અલંકારાદિમાં સરાગતા માનીને જૈનોમાં ઝઘડા પેદા કીધા. નગ્નત્વની હઠથી જૈન સાધુઓ આચાર જિનાગમ મુજબ પાણી શકતા નથી અને જૈનધર્મની પ્રભાવના પણ થઇ શકતી નથી. વૈદિકોના વર્ણાચારનો સ્વીકાર કેટલાક અંશે કરીને જૈનોમાં અનય ઉપજાવવાના પણ દિગંબરો કરણીભૂત થયા. સ્થાનક્વાસિઓ એ પણ અનંતજ્ઞાનિઓની આજ્ઞાનો ભંગ કરીને સ્વચ્છેદ ચલાવી જિનશાસનને વગોવ્યું છે. જ્યાં સુધી માણસ સંસારમાં છે અને શરીરવિભૂષા કરે છે ત્યાં સુધી જિનબિંબની પૂજા સેવા કર્યા વગર રહેવું એ તેના માટે પાપ છે. આ પૂજાસેવામાં જે હિસાદિ થતું હોય તે લૌકિક વ્યવહારમાં થતાં હિંસાદિ પાપોનું પરિપાર્જન કરવા ઉપયોગી થાય છે. તેમજ સામાન્ય શૌચનું પાલન પંચમહાવ્રતધારિઓને પણ કરવું જોઇએ અને તે માટે અપકાયાદિની કેટલીક હિંસા થાય છે એવો બચાવ કરવો ખોટો છે. સાધ્વીઓની મર્યાદા પણ સ્થાનકવાસીઓ પાળતા નથી, એ જિનાજ્ઞાનો ભંગ છે અને કેટલાક અંશે આચારહીનતા પણ છે. સમાન્સુધારક કહેવડાવનારાઓ તો લૌકિક વ્યવહારને મહત્ત્વ આપી અનંતજ્ઞાનિઓની આજ્ઞાઓનો અનાદર કરવામાં જ સુધારણા માનવા લાગ્યા તેથી સુધારણા થવાને બદલે ધર્મની વિરાધના જ થવા માંડી છે, એ ખુલ્લું દેખાય છે.
માત્ર સાધુ અવસ્થામાં જે આચાર અમુક પધ્ધતિએ યોગ્ય ગણાય તેનો ઉપદેશ ગૃહસ્થોને પણ કરી તેરાપંથીઓએ સેવાપૂજા, દયાદાનાદિક ધાર્મિક આચારનો લોપ કર્યો, એ ધર્મની મોટી વિરાધના છે. કેટલાંકોને ધર્મ જોઇતો જ નથી. તેમાં વળી આવા ઉપદેશકો મળ્યા એટલે પુછવું જ શું તેરાપંથીઓ દિન પ્રતિદિન વધતાં જાય તો એમાં કાંઇ નવાઇ નથી, કેમકે-ધર્મના નામે સંગ્રહ, પ્રમાદાદિ ઘણાં પાપો તેઓ ખૂબ પ્રમાણમાં આચરી શકે છે. વૈદિકોએ હિસા, પરિગ્રાદિ પાપો જેમ ધર્મના નામ પર વધારી મિથ્યાત્વનો ફેલાવો કર્યો તેમજ દિગંબર, સ્થાનક્વાસી, તેરાપંથી અને સમાજસુધારકોની વાત છે. સર્વજ્ઞના ત્રીકાળાબાધિત શાસનમાં સુધારાને ગ્યા ક્યાં છે ? સર્વજ્ઞના શાસનને અનુસરીને જો કાંઇ સુધારણા આવશ્યક હોય તો તેની ના નથી, પણ સ્યાદ્વાદ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નામે આ લોકો સ્વચ્છંદ પ્રવર્તાવવા લાગ્યા છે. વૈદિકોમાંના વૈત, અદ્વૈત, સાંખ્ય આદિ મતવાળા અને શૈવ, વૈષ્ણવ, શાકતાદિ પંથવાળા આમ એકાંતિક બની મિથ્યાત્વી બન્યા છે. ક્રિશ્ચિયન, પારસી, બૌદ્ધ, શીખ, મહંમદી
Page 53 of 234