________________
પ્રરૂપકોને ભૂરિ ભૂરિ વંદના. હું એજ ઇચ્છું છું કે-શ્રી નવપદની આરાધના કરવાની પાત્રતા મારામાં આવે અને શ્રી નવપદારાધનનો મનોરથ સફળ થાય.
દુનિયામાં મુમુક્ષુ જીવોની સંખ્યા કાંઇ ઓછી નથી, પણ મોક્ષની ઇચ્છા હોવા છતાં પણ સંખ્યાબંધ જીવો વિરુદ્ધ માર્ગે જાય છે. મોક્ષ સાધવા માટે દેવ, ગુરૂ, ધર્મની સાચી ક્લ્પના આવવી જોઇએ. એ ક્લ્પના આવ્યા પછી પણ અંતરાયર્મના લીધે કે બીજી ખામીઓના કારણે જીવ મોક્ષયિા કરી ન શકે એમ બન્ને, પણ દવ, ગુરૂ અને ધર્મની યોગ્ય ક્લ્પના નહિ આવવી એ મોટામાં મોટી ખામી છે. લાયકાત હોવા છતાં પણ દેવ, ગુરૂ અને ધર્મની ખોટી ક્લ્પના લઇને ઘણા જીવો અવળે રસ્તે દોરાય છે એમ આપણે જોઇએ છીએ. પોતાને દેવ તરીકે ઓળખાવનાર, ગુરૂ તરીકે વ્હેવડાવનાર અને કોઇ પણ માર્ગને ધર્મ તરીકે ઉપદેશનારાઓની ફરજ કેટલી મોટી છે તે સ્પષ્ટ છે. સુદેવ જેમ ઘણા જીવોના તારણ માટે કારણ બને છે તેમ કુદેવ ઘણા જીવોને હાનિ પહોંચાડવા સાધનીભૂત થાય છે. એટલે બધા દેવો સરખા છે એ માન્યતા માર્ગભ્રષ્ટ કરનારી છે. તમે સર્મશીલ હો તો કોઇ પણ દેવ તમને તારક થશે એમ કહેવું એ પણ એકદમ ભૂલભરેલું છે. દેવ વગર પણ ચાલે, એ કલ્પના તો તર્દન નકામી છે.
ગુરૂની બાબતમાં પણ એમ જ હેવાય. સદ્ગુરૂ તો જીવતા-જાગતા દેવરૂપ છે. અજ્ઞાનોને માટે પણ સદ્ગુરૂ તારક બને છે અને કુગુરૂના યોગે લાયક જીવ પણ લાયકાત ગુમાવી બેસે છે. લાયને સદ્ગુરૂનો યોગ વખતસર મળ્યો તો બેડો પાર છે. કેટલાક આત્માઓને સદ્ધર્મનો ખ્યાલ કુદરતી હોય છે અથવા સુદેવના સુદર્શનથી, સદ્ગુરૂના યોગથી કે સદ્ધર્મના વાંચન, શ્રવણ અને મનનથી ખ્યાલ આવી જાય છે. પણ ભવિતવ્યતા સારી ન હોય તો સધર્મનો કુદરતી ખ્યાલ પણ કુદેવ, કુગુરૂ અને કુશાસના યોગથી ભૂંસાઇ જાય છે અન જીવ મિથ્યાત્વમાં ફસે છે. અભવી જીવોને તો સુદેવ, સદ્ગુરૂ અને સચ્છાસનો યોગ પણ ફળવાનો નથી અને કુદેવ, કુગુરૂ અને કુશાસનો સરખો મેળ સરખાને મળવાનો, એટલે દેવ, ગુરૂ, ધર્મનું સ્વરુપ જાણવા ઉપર જ જીવોનું ભાવી સારૂં થશે કે નરસું થશે એ વાત નિર્ભર છે.
દેવ, ગુરૂ, ધર્મને પારખવાની શક્તિ જે જીવોમાં હોય અને જે જીવો તે શક્તિનો ઉપયોગ રાખી ધ્યેય તરફ કુચ કરવા જેટલી હિંમત ધરાવતા હોય, તેઓને ભૂરી ભૂરી વંદના હોજો. ધ્યેય પ્રાપ્ત કરવાની શક્તિ કદાચ ન હોય, પણ જે જીવોનું સમકિત શુદ્ધ હોય તે પણ વંદનીય મનાય, કેમકે યદ્યપિ તેઓ આદર્શ નથી છતાં તે માર્ગજ્ઞાતા તો ખરાજ. બીજાને અવળે માર્ગે લઇ જ્વામાં કારણ તો તે નહીં જ થવાના. પણ જે જીવોમાં દેવ, ગુરૂ, ધર્મને પારખવાની શક્તિ નથી એવા અસંખ્ય જીવો દુર્ગતિમાં જાય છે. તે જીવો જો મહત્ત્વાકાંક્ષી હોય તો બીજાઓને પણ અવળે માર્ગે લઇ જ્વા મથે છે. કુગુરૂઓ કુશાસ્ત્ર પ્રરુપે છે અને કદેવની ભકિત પ્રવર્તાવે છે. તેઓના મિથ્યાત્વી ભકતો અધર્મનો પ્રચાર કરે છે. આ અધર્મના કારણે પણ જીવો દુર્ગતિ પામે છે. લૌકિક સુખને માટે જે અધર્મ થાય છે તેના કરતાં મિથ્યાત્વી ધર્મોના કદાગ્રહમાં વધારે અધર્મ થાય છે. એમ વ્હેવું અતિશયોક્તિભર્યું નથી. પછી ભલે તે ક્ચન ઘણાખરા ધર્મી હેવડાવનાર લોકોને ઘણું ખોટું લાગે.
તેથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શાસનપ્રેમીઓ જ હાલમાં સુદેવ, સુગુરૂ અને સચ્છાસ્ત્રનું યોગ્ય સ્વરૂપ સમજ્યા છે, એમ હું હેવા માગું છું.
મારૂં કહેવું કદાગ્રહભરેલું કે પક્ષપાતવાળું નથી એ હું અહીં ટુંકામાં સિદ્વ કરૂં છું. સુદેવ, સદ્ગુરૂ અને સચ્છાસને માનનારા તરીકે જે દિગંબર, સ્થાનક્વાસી, તેરાપંથી અને સુધારકો હેવાય છે તેઓનો જ
Page 52 of 234