________________
પૌગલિક સ્વાર્થ માટે તે કરવી એ ખોટું છે. એટલું જ નહિ પણ સ્વાર્થી નાસ્તિક કરતાં પણ એવો સ્વાર્થી આસ્તિક ઘણીવાર વધારે ભંડો નિવડે છે, કેમકે-નાસ્તિક સ્વાર્થ ઘણાંને દુ:ખ આપીને પોતે ડુબશે, જ્યારે આસ્તિક સ્વાર્થી બીજાને દુ:ખ આપતો નહીં હોય તો પણ પોતે ડૂબી બીજાને પણ ડૂબાવવામાં કારણરૂપ થાય છે, કારણ કે- કામ્યભકિતનો ખોટો દાખલો તે દુનિયાની આગળ ધરે છે. ઐહિક પૌગલિક સ્વાર્થની દ્રષ્ટિ ખોટી એ બધા કબૂલ કરે, પણ તે દ્રષ્ટિથીજ દેવ, ગુરૂ, ધર્મનો ઉપયોગ કરનારને કેટલાંક સારા ગણે છે પણ એ મામિથ્યાત્વ છે. એથી ઢોંગ વધે છે અને સ્વપર હાનિ મોટા પ્રમાણમાં થાય છે. એટલે આસ્તિકનો સ્વાર્થ નાસ્તિકના સ્વાર્થ કરતાં પણ વધારે અનર્થકારી છે. ધર્મના નામે એ અનર્થ દુનિયામાં ચાલ્યા કરે છે, એટલે નાતિના સ્વાર્થની જેમ આસ્તિકનો એ સ્વાર્થ સામાન્ય જનતાની આંખે ચઢતો નથી. એ અનર્થકારી સ્વાર્થનો ખ્યાલ શ્રી જિનશાસને ઘણી સારી રીતે આપ્યો છે. સ્વાર્થના આ ભેદો ઓળખવા એય સમ્યજ્ઞાન છે. તેવા સ્વાર્થનો સાચો તિરસ્કાર આવવો એ સમ્યગદર્શન છે. આ બન્ને સ્વાર્થોને છોડી દઇ માત્ર મોક્ષ મેળવવા માટે જ સંયમ પ્રવૃત્તિ આદરવી એ સમ્યક ચારિત્ર છે અને એવી પ્રવૃત્તિ ઇચ્છાનિરોધથી ઉજાળવી એ ઇચ્છાનિરોધને સમ્યક્ તપ કહેવાય. વારૂ, સેવાર્થી નાસ્તિકો સ્વાર્થ કેટલાક અંશે મૂકી દે છે તેથી સારા લાગે છે પણ તેઓની બધી પ્રવૃત્તિઓ કુટુંબીઓ, જ્ઞાતિજનો, મિત્રો, સમાજબાંધવો કે દેશબંધુઓ અને સમસ્ત માનવો કે પ્રાણીઓના ઐહિક સુખના લીધે જ હોય છે. તેઓ સેવાકાર્ય ઘણું કરે છે, પણ તે સ્વપઘાત નિવડે છે, કેમકે-પૌગલિક ચીજ માત્ર નાશવંત હોઇ તેની લાલસાથી કરેલી સેવા પણ પરિણામે આત્મઘાતક હોય છે. આસ્તિક પરોપકારાર્થી પણ એજ રીતે નિષ્ફળ નિવડે છે. કેમકે દ્રવ્ય પરોપકાર લાભકારક હોય છે એમ કાંઇ નક્કી નથી. આ જમાનામાં નાસ્તિક સેવાર્થી અને આસ્તિક પરોપકારાર્થી સંખ્યામાં ખૂબ વધ્યા છે અને તે સારા ગણાય છે, એ મહામિથ્યાત્વ છે. નસેવા એજ ઇશ્વરસેવા અને દ્રવ્ય પરોપકાર એ જ મહાધર્મ છે, એવી માન્યતા જુદા જુદા ધર્મોની છે. જિનશાસનમાં તેવાં વિવેકહીન ધર્મોને મિથ્યાત્વ ગણવામાં આવ્યું છે. કેટલાંક ધર્મગ્રંથોમાં પરલોકમાં સુખ મળે એ હેતથી નીતિ અને ધર્મ આચરવાની ભલામણ ખલ્લી રીતે કરવામાં આવેલી છે. પણ એ કાંઇ ધર્માચરણનું ધ્યેય હોઇ શકતું નથી એવી જિનશાસનની માન્યતા છે. મોક્ષના હેતુથી જ ધર્માચરણ કરવું. મોક્ષ ન મળ્યો તો પરલોક જરૂર સુધરશે, એટલે સ્વર્ગાદિમાં અથવા મનુષ્યગતિમાં પણ સુખાનુકૂળ સામગ્રીમાં જન્મ થશે.
જૈન દ્રષ્ટિએ વિચાર કરતાં મોક્ષાર્થીનો શિવાય બીજા ખોટા છે, એ ઉપરના વિવેચન પરથી ખુલ્લું થાય છે. નાસ્તિક સ્વાર્થી તો નિંદ્યજ છે પણ નાસ્તિક સેવાર્થી, આસ્તિક સેવાર્થી, પરોપકારાર્થી અને પરલોકસુખાર્થી આ બધા સાચા વિવેકથી પર હોવાને કારણે જન શાસનમાં મિથ્યાત્વી ગણાય છે. આ
યાત્વને પુષ્ટ કરનારૂ જ્ઞાન જ્ઞાન નથી, દર્શન દર્શન નથી અને ચારિત્ર ચારિત્ર નથી. મિથ્યાત્વી ઉદિષ્ટથી જે કષ્ટોને વઢે છે તે તપ નથી. તે વગરનું જે સમ્યજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યકુચારિત્ર અને સમ્યકતા હોય છે તેજ જૈનોને માટે ઉપાસ્ય છે. મોક્ષનું જ્ઞાન , મોક્ષ મેળવી આપે એવું દર્શન, મોક્ષસાધક ચારિત્ર અને મોક્ષદાયક તપ એ સિવાય સર્વોત્તમ, દુનિયામાં બીજું શું હોઇ શકે એમ છે? એવા રત્નત્રય અને તપમય ધર્મની પ્રસ્થાપના ઓએ કરી તે શ્રી અરિહંતદેવો, તે ધર્મની પ્રરૂપણા જે આચાર્યોએ અને ઉપાધ્યાયોએ કરી તે ધર્મગુરૂઓ, જે મહાત્માઓએ તે ધર્મનું પાલન કરી મુકિતપદ મેળવ્યું તે સિધ્ધો અને જે મહાપુરૂષો તે ધર્મને સંપૂર્ણતયા આચરણમાં મૂકે છે તે સર્વ શ્રી નવપદમાં છે. દુનિયાભરમાં મુમુક્ષુ માટે જે સારામાં સારું અને આવશ્યક હોય છે તેનો સમાવેશ શ્રી નવપદમાં છે. આ શ્રી નવપદના સંસ્થાપક અને
Page 51 of 234