________________
આગળથી જાણ થાય છે, અને આપણા વર્તનમાં ઘટતો ફેરફાર આપણે વેળાસર કરી શકીએ છીએ; માટે દીર્ધદર્શીપણાનો ગુણ ઘણો લાભકારી છે. વિશેષજ્ઞ - કૃત્ય અને અકૃત્ય, વસ્તુ અને અવસ્તુ એ વગેરેના સ્વરૂપનો અને તેના અંતરનો જાણકાર.pdf? - પોતાના ઉપર પારકાએ જે કાંઇ ઉપકાર કર્યો હોય તેને નહીં છુપાવતાં તેનો પોતાનાથી બને તેટલો બદલો આપનાર. નોwવત્નમ: - પોતાના વિનયાદિસગુણોથી સર્વ વિશિષ્ટ જનોને પ્રિય. સભO: - લજ્જાળુ-મર્યાદારહિત વર્તન નહીં કરનાર. સય: - દયાવાન-દુ:ખી નનું દુ:ખ દૂર કરવાની સતત અભિલાષાવાળો. સોચ: - સોમ એટલે ચંદ્રમા તેના જેવી શાંત આકૃતિવાળો કોઇપણ વખતે ક્રોધયકત પ્રકૃતિથી ક્રૂર આકારવાળો બને નહીં તે. પરોપકૃતિર્મ: - પરોપકાર કરવામાં હંમેશા શૂરો. આ સર્વ ગુણો માર્ગાનુસારીને ખરેખરા આદરણીય છે.
ઉત્તરગારપક્વપરિહારપરાયUT: એ ચોત્રીશમું વિશેષણ છે. ગૃહસ્થધર્મની યોગ્યતા બતાવતાં ઉપર જણાવ્યા મુજબના ગુણની આવશ્યકતા દર્શાવી તે ગુણોની પ્રાપ્તિ કરવામાં વિશેષ કારણભૂત ગુણ ચોત્રીશમા તથા પાંત્રીશમા વિશેષણમાં દર્શાવવામાં આવેલા છે. કામ, ક્રોધ, માન, લોભ, મદ અને હર્ષ એ છ શિષ્ટ ગૃહસ્થના અંતરંગ વૈરી છે. જ્યાં સુધી એ શત્રુઓ આપણો પરાભવ કરી રહ્યા છે, ત્યાં સુધી આપણીસ્વાભાવિક સ્વતંત્રતા મેવવવા માટે આપણે જે કાંઇ સામગ્રી એકઠી કરતા હોઇએ તેનો તેઓ એકદમ નાશ કરી નાખે છે. ઉપર જણાવેલાં વિશેષણો તે સ્વતંત્રતા સંપાદન કરવાની સામગ્રીભૂત છે. તેથી તે વિશેષણો પ્રાપ્ત કરવા માટે આ છ વૈરીઓનો નાશ કરવો, અગર તેઓનું સામર્થ્ય દબાવી રાખવું એ ખાસ જરૂરનું છે. એ વૈરીઓ દબાયા કે તરત આપણા સ્વાભાવિક ગુણો પ્રગટ થવામાં ઢીલ થવાની નથી, કારણકે તે સ્વાભાવિક છે. માટે આ તરફ બીજી બધી બાબતો પડતી મૂકીને જો આપણું લક્ષ દોરવીશું તો ઇચ્છિત ફળ પ્રાપ્ત થવામાં વિલંબ થશે નહીં.
વશજીતેન્દ્રિયગ્રામ: એ પાંત્રીશ, અને છેલ્લું વિશેષણ છે. ઉપર જે છ શત્રુઓનો ય કરવા જણાવ્યું કે જ્યાં સુધી આપણી ઇંદ્રિયો-સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રોત-આપણા કાબુમાં આવેલી નથી ત્યાં સુધી કદિપણ થઇ શકતોજ નથી. ખરું જોતાં એ છ શત્રુઓની તરફથી આપણા ઉપર રાજ્ય ચલાવનાર આ ઇંદ્રિયો છે અને તેની આજ્ઞામાં આપણે રહેતા હોઇએ તો છ શત્રુઓના પરાજયની વાતજ કયાંથી ? માટે આપણે સ્વાભાવિક સામ્રાજ્ય પ્રાપ્ત કરવા સારૂ સર્વથી શ્રેષ્ઠ અને પ્રથમ ઉપાય ઇંદ્રિયોનો આપણા ઉપરનો કાબુ દૂર કરીને તેમને હંમેશને માટે બંદીખાનામાં રાખવી. તેમ કર્યું એટલે આપણા શત્રુઓનું જોર નાશ પામશે, આપણું ઉપર વર્ણવેલા સગુણ રૂપ ધન આપણે હાથ આવશે, અને પરિણામે આપણો સ્વાભાવિક સામ્રાજ્યનો વિજયવાવટો અખંડ ફરકતો રહેશે.
ઉપર જણાવેલા પાંત્રીશ વિશેષણોયુકત મનુષ્ય ગૃહસ્થધર્મની યોગ્યતા ધરાવે છે. એટલે બીજા શબ્દમાં કહીએ તો માર્ગાનુસારીપણું પ્રાપ્ત કરવા માટે આ પાંત્રીશ વિશેષણોથી પ્રદર્શિત થયેલા પાંત્રીશ ગુણો સંપાદન કરવા જોઇએ. એ ગુણો સંપાદન થાય ત્યારે આપણે વાસ્તવિક શ્રાવકપણું પામ્યા કહેવાઇએ. એ ગુણોને અભાવે ગુણસ્થાનની અપેક્ષાએ શ્રાવકપણાનું અસ્તિત્વ પ્રાય: સંભવતું નથી. ચૌદગુણસ્થાનક પૈકી ચોથા અપરિતિ સમ્યકત્વ ગુણસ્થાન અને પાચમા દેશવિરતિ ગુણસ્થાને વર્તતો જીવ શ્રાવકપણું પામેલો કહી શકાય છે. આપણે વ્રત પ્રત્યાખ્યાન કરીને પાંચમાં દેશવિરતિ ગુણસ્થાને વર્તવાનો દાવો કરીએ છીએ. પરંતુ જ્યાં સુધી ઉપર જણાવેલા ગુણો આપણે સંપાદન કર્યા હોય નહીં ત્યાંસુધી યથાર્થપણે વિચારતાં તે ગુણસ્થાન આપણે પ્રાપ્ત કરેલું કહી શકાય નહી. જો એ ગુણસ્થાન
Page 48 of 234