SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અન્નપાન આદિ આપવું એ ગૃહસ્થને અવશ્ય આદરવા યોગ્ય ગુણ છે. સુપાત્રદાનથી અને અનુકંપાદાનથી અનેક પ્રકારના લાભ મેળવી શકાય છે. સંપ્રાપ્ત કરેલા દ્રવ્યનો પણ ખરેખરોવ્યય દાન આપવાથીજ થઇ શકે છે અને વાસ્તવિક રીતે તે વ્યય વ્યય નથી પણ અનંતગણું પ્રાપ્ત કરવાનો ઉપાય છે. જેમ ક્ષેત્રમાં એક દાણો વાવવાથી અનેક દાણા મેળવી શકાય છે તેમ દાનમાં વ્યય કરવાથી વિશેષ દ્રવ્ય મળે છે, અને પરિણામે વધતાં વધતાં ખરેખરી અત્મરિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. સદ્દીનામનિવિષ્ટ: એ વીશમું વિશેષણ છે. હંમેશાં અભિનિવેશ- એટલે હઠ, કદાગ્રહથી રહિત રહેવું, અર્થાત્ સરલ આશયવાળા થવું. મુકું પક્ષપાતી એ એક્વીશમું વિશેષણ છે. ગુણ (સૌજન્યાદિ) ઉપર પક્ષપાત (બહુમાન) રાખવો અને અવગુણથી દૂર રહેવું અથવા અવગુણના પ્રતિપક્ષી થવું અને તેનો નિરાદર કરવો એ દરેક સનને ઉચિત છે; તેમ કરવાથી પોતાનામાં સદગુણોની વૃદ્ધિ થાય છે અને દુર્ગણોનો નાશ થાય છે. ગુણ તરફ પક્ષપાત હોય તોજ સન પુરૂષોનો સંગ કરવાની ઇચ્છા થાય છે અને આઠમું વિશેષણ कृतसंग सदाचारैः આપવામાં આવ્યું છે તે પ્રાપ્ત થઇ શકે છે. જો સદગુણ તરફ આપણી દ્રષ્ટિજ ન હોય તો તે ધારણ કરનારનો સંગ કરવાની ઇચ્છા જ ક્યાંથી થાય ? અને સત્સંગના જે પ્રત્યક્ષ લાભ છે તે કયાંથી મળે ? માટે હમેશાં ગુણ તરફ પક્ષપાત રાખવો, અર્થાત્ તેની ચાહના રાખી બહુમાન કરવું એ જરૂરનું છે. 31શoભયોય ત્યનન એ બાવીશમું વિશેષણ છે. પ્રતિષેધ કરેલા દેશ અને કાળમાં વર્તન કરવાથી અનેક પ્રકારના ઉપદ્રવોજ સહન કરવા પડે છે અને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ભાગ્યેજ થાય છે. માટે તેનો ત્યાગ કરવો અને જે દેશ અને જે કાળ નિષેધ કરવામાં આવ્યા નહીં હોય તેમાં પોતાનું વર્તન ચલાવવું એ સલાહ ભરેલું છે. વભાવભે નાનન એ ત્રેવીસમું વિશેષણ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતાની અને પરની શકિત અને નબળાઇ જાણવાથી આપણે હરેક પ્રકારનું વર્તન ફળદાયક થઇ શકે છે, માટે દરેક ગૃહસ્થ એ જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. વૃત્તચજ્ઞાનવૃદ્ધાનાં પૂનp: - એ ચોવીશમું વિશેષણ છે. અનાચારનો પરિહાર કરીને સમ્યક આચારનું જેઓ પ્રતિપાલન કરે છે તે વૃત્તરથ કહેવાય છે. તેઓના અને જ્ઞાન કરી જેઓ વૃદ્ધ (મોટા) હોય (વયે કરી મોટા ન હોય તો તેની કાંઇ જરૂર નથી) તેઓના પૂજારી થવું, તેઓના ઉપર અત્યંત પ્રીતિ રાખવી અને તેઓની સેવાભક્તિ કરવી એ કેવળ હિતકારક છે. તેમ કરવાથી આપણે સદાચારવાળા અને જ્ઞાની થઇએ છીએ. સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યકુચારિત્ર પ્રાપ્ત કરવાનો આ સીધો રસ્તો છે. આ વિશેષણ આઠમા તથા એકવીશમા વિશેષણને (સવારે: તરંગ: [vy પક્ષપાત:) ઘણે અંશે મળતું છે અને ખરેખર આદરવા યોગ્ય છે. પોષ્યપોષp: એ પચીસમું વિશેષણ છે, અવશ્ય ભરણપોષણ કરવા યોગ્ય કુટુંબવર્ગ વિગેરેનું પોષણ કરવું એ ઇહલોક અને પરલોકમાં સુખદાયી છે. તેમ ન કરવાથી અનેક અનર્થો ઉદભવે છે. તીર્ઘદ્રર્સિ, વિશેષ:, pdf:, ભોળવત્નમ:, સભની, સત્ય, સોચ:, પરોપptતર્મઠ એવાં છવીશથી તેત્રીશ સુધીના વિશેષણો છે. હરેક કાર્યમાં દીર્ધદ્રષ્ટિ રાખવાથી એટલે લાંબી નીધા પહોંચાડવાથી શુભ, અશુભ પરિણામ, વચમાં આવી પડનારાં વિનો વગેરેની Page 47 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy