________________
આપણી કેળવણી અને આપણી આરોગ્યતા પણ અસંભવિતપ્રાય જણાય છે, તેઓને આપણું સર્વસ્વ અર્પણ કરીએ તોપણ તે કાંઇ વિસાતમાં નથી. આપણે જે કાંઇ પ્રાપ્ત કરેલું છે-તન, મન કે ધન-તે સર્વ તેમનેજ આભારી છે અને તેમના વડેજ છે. તેઓને હરેક પ્રકારે સંતુષ્ટ રાખવામાં આપણે ઉદ્યમવંત થઇએ તો તેમાં આપણે કાંઇ પણ વિશેષ કરતા નથી. ફકત તેમની પાસેથી આપણે જે પ્રાપ્ત કર્યું છે તેનો તેમ કરીને અસંખ્યાતમો ભાગ પણ ભાગ્યે આપતા હોઇએ, માટે તેઓની સદાકાળ સેવાભકિત કરવી એટલું જ નહીં પરંતુ તેમનું આલોક અને પરલોકમાં હિત થાય એવાં અનુશાસનની યોજના જરૂર કરવી જોઇએ. આપણને તે મુજબ વર્તન કરવાની અભિલાષા અને સામર્થ્ય પ્રાપ્ત થાય તેટલા માટે સર્વદા પરમકૃપાળુ પ્રભુ પાસે અખંડ પ્રાર્થના કરવી એ અવશ્યનું છે.
૩૫ભુતં થાનં ત્યખન એવું દશમું વિશેષણ છે.સ્વચક્ર, મારી, મરકી (પ્લેગ) ઇત્યાદિથી અસ્વસ્થ થયેલું સ્થાન તજી દેવું એ સુખકારી છે; તેમ ન કરવાથી અનેક પ્રકારની વિટંબણા અને દુ:ખો સહન કરવો પડે છે.
મર્દિતે 31મZત્ત: એ અગ્યારમું વિશેષણ છે. દેશ, જાતિ અને કુળની અપેક્ષાથી જે જે કમ નિન્દિત ગણાતાં હોય તે કર્મ કરવામાં આપણે કદી પ્રવૃત્ત થવું નહીં. ગહિત કર્મ કરવાથી આપણું અશેષ ધાર્મિક કર્મ ઉપહાસજનક થઇ પડે છે.
આયોજિતં યદં ર્વત એ બારમું વિશેષણ છે. આવકના પ્રમાણમાં ખર્ચ કરવો એ સઘળા સુજ્ઞનું લક્ષણ છે. આવક કરતાં વિશેષ ખર્ચ રાખવાથી થતા ગેરલાભો સુપ્રસિદ્ધ છે, તેમજ આવકને અનુસરીને યોગ્ય ખર્ચ ન કરવાથી પણ જનસમૂહમાં અપકીતિ થાય છે. માટે આ વિશેષણ તરફ ખાસ લક્ષ આપવું ઘટે છે.
તેરમું વિશેષણ વેષ વિજ્ઞાનુસારd: Dર્વન એ પ્રકારનું છે. ઉપરના વિશેષણમાં એનો સમાવેશ થઇ ગયેલો છે, પરંતુ વિશેષ લક્ષ ખેંચવા માટે આ વિશેષણ પૃથપણે દર્શાવવામાં આવેલું છે. પોતાની પાસે જેટલું વિત એટલે દ્રવ્ય હોય તેને અનુસારે પોતાનો પહેરવેશ રાખવો જોઇએ. ધનવાન હોઇને વસ્ત્રાલંકારાદિ સારા અને મૂલ્યવાળાં ન રાખે તો ઉપહાસનું ભાન થાય છે. તે જ પ્રમાણે પૈસા સંબંધી
નિબળી હોય અને પહેરવેશ પરચાળ રાખે તો તેથી પણ તેમજ થાય છે, એટલું જ નહીં પણ અનેક પ્રકારની વિપત્તિઓ આવી પડે છે. ખાલી મોટાઈ અને ખાલી કંજુસાઇ કદી ઢાંકી રહેતી નથી. ખુબ યાદ રાખવું કે નસમાજ એથી કદિપણ છેતરાતો નથી. ખરી સ્થિતિ ઘણી જલદીથી જણાઇ આવે છે. માટે કદી પણ ખોટી મોટાઇ કે બીનકારણ કન્સાઇ કરવી નહીં.
શબ્દમિfrોર્યુo: એ ચૌદમું વિશેષણ છે. આઠ પ્રકારના બુદ્ધિને ગુણથી યુકત માર્ગાનુસારી હોવો જોઇએ.
शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा ।
વહો પોહો SBર્થવિજ્ઞાનં, તત્ત્વજ્ઞાન ઘીનુII: //. આ શ્લોકમાં દર્શાવેલા બુદ્ધિના આઠ ગુણો સમજી તે ધારણ કરવા. (૧) શુશ્રુષા - શાસ્ત્ર શ્રવણ કરવાની ઇચ્છા કરવી. (૨) શ્રવvi - શાસ સાંભળવું. (૩) ગ્રહ - શાસ્ત્ર સાંભળીને તેનો અર્થ ગ્રહણ કરવો. (૪) ઘારni - તે સારી પેઠે યાદ રાખવો. (૫) Jહ - ધારણ કરેલા શાસ્ત્રાર્થ ઉપરથી તેની સાથે સંબંધ ધરાવનારા અન્ય પદર્થો વિષે તર્ક ચલાવવો. (૬) પોહ- તે થકી વિરૂદ્ધ અર્થ બાબત
Page 45 of 234