________________
ભવમાં ધર્મધ્યાનથી દૂર રહી આર્ત-રૌદ્ર ધ્યાનમાં રહેવાનું થાય, તો પરભવ કદી પણ સુધરી શકે જ નહીં. માટે કોઇપણ પુરૂષનો અને વિશેષે કરીને રાજાદિ મહા સમર્થ પુરૂષોનો કોઇ પણ પ્રસંગે કિંચિત્માત્ર અવર્ણવાદ બોલવાથી દૂર રહેવું એ ખાસ અવશ્યનું છે, અને તે ગુણ પ્રાપ્ત કરવા માટે આપણે ચૈત્યવંદનની ક્રિયાની ફળયાચનામાં પરમાત્મા પ્રત્યે હંમેશ પ્રાર્થના કરીએ છીએ.
उ अनति व्यक्तगुप्ते सुप्रातिवेश्मिके स्थाने अनेकनिर्गमद्वारविवर्जित निकेतन: આ પ્રકારનું સાતમું વિશેષણ ગૃહસ્થધર્મના અધિકારીને આપવામાં આવેલું છે. આ વિશેષણથી જૈનગૃહસ્થનું રહેવાનું સ્થાન કેવા પ્રકારનું હોવું જોઇએ અને કેવા પ્રકારનું ન હોવું જોઇએ તે દર્શાવેલું છે. તે સ્થાન અત્યંત વ્યકત તેમજ અત્યંત ગુપ્ત ન હોવું જોઇએ. અત્યંત વ્યકત સ્થાનમાં રહેઠાણ હોય એટલે આજુબાજુ અન્ય ગૃહ નહીં હોય તો અનેક પ્રકારની ભીતી રહે છે, એ સહેજ અનુભવપરથી સ્પષ્ટપણે સમજી શકાય છે. તેમજ અત્યંત ગુપ્ત સ્થાનમાં વાસ હોય એટલે આજુબાજુ સર્વ તરફ અન્ય ગૃહો વિટલાઇ રહેલાં હોય તો પોતાના ઘરની શોભા બહાર જણાતી નથી એટલું જ નહીં પણ અગ્નિ આદિના પ્રકોપને અવસરે ઘણીજ મુશ્કેલી નડે છે. ધર્મધ્યાનમાં એવાં કારણોને લીધે વિક્ષેપ પડે નહીં તેટલા માટે પોતાનું રહેવાનું ઘર અનતિ વ્યક્ત ગુપ્ત સ્થાનમાં રાખવું એ સલાહ ભરેલું છે, એટલું જ નહીં પણ તે સ્થાન સુપ્રાતિર્મિક એટલે રૂડા આચારવાળા પાડોશી જ્યાં વસતા હોય તેવું હોવું જોઇએ. રૂડા આચારવાળા પાડોશીઓ ન હોય તો આપણે તેમની સાથે કોઇ પ્રકારનો પરિચય રાખીએ નહીં તોપણ તેઓના વિવિધ પ્રકારના આલાપ શ્રવણ કરવાથી અને ચેષ્ટાઓ જોવાથી આપણા ઉપર પ્રચ્છન્નપણ માઠી અસર થાય છે અને પરિણામે આપણા સદગુણોની હાનિ સંભવે છે. એ વિગેરે અનેક પ્રકારનાં દૂષણો માઠા પાડોશથી ઉદભવે છે, પોતાનું રહેવાનું સ્થાન શોધતી વખતે દરેક મનુષ્ય સારો પાડોશ મેળવવાને માટે પ્રયત્ન કરે છે, એટલે આ વિશેષણની જરૂરિયાત વિષે કાંઇપણ વિશેષ હવાની આવશ્યકતા રહેતી નથી. હવે રહેવાના ઘરના સંબંધમાં જે ત્રીજું વિશેષણ આપવામાં આવ્યું છે તે તરફ આપણું લક્ષ દોડાવીએ. પોતાના રહેઠાણના ઘરને જવા આવવાના અનેક દ્વારો ન હોવા જોઇએ, એવું વિશેષ ફરમાન કર્યું છે. ઘણાં હારો હોવાથી પોતાનાં ધન ધાન્યાદિનું સંરક્ષણ કરવું ઘણું દુર્લભ થઇ પડે છે તેમજ ચોર અને જાર પુરૂષોનો ભય રહ્યા કરે છે એ પ્રત્યક્ષ વાત છે, અને તેમ હોવાથી પોતાના ચિત્તની સમાધિ રહી શકતી નથી, માટે દરેક ધર્માભિલાષી મનુષ્ય પોતાના રહેવાના મકાન બાબત ઉપર જણાવ્યા મુજબ પુરેપુરો ઉપયોગ રાખવો જોઇએ.
- સવાર: તમંગ: એ પ્રકારનું આઠમું વિશેષણ માર્ગાનુસારીનું દર્શાવેલું છે. આલોક અને પરલોકને હિતકારી ઓની પ્રવૃત્તિ છે તેમને સદાચારવાળા કહેવામાં આવે છે. તેવા પુરૂષોની સાથે સંગ રાખવો એ સર્વ પ્રકારે લાભકારી હોવાથી તેમ કરવાની જરૂરીયાત બતાવવામાં આવી છે. શ્રાવકન નિત્ય કરવા યોગ્ય કૃત્યો મલ્હનિૉની સઝાયમાં દર્શાવેલાં છે. તેમાં ઘH3IUસંસો એવું સ્પષ્ટ કહેલું છે. સદાચારવાળા નોનો સંસર્ગ અહર્નિશ રાખવાથી શું શું લાભ પ્રાપ્ત થાય છે તે સંબંધી વિવેચનની કાંઇ પણ જરૂર નથી. એ વાત પ્રત્યક્ષ સિદ્ધ છે. માટે તેવી સંગતિ કરવા આપણે જરૂર પ્રયત્ન કરવો અને તેવો સંગ આપણને મળી આવે ને ચિરકાળ બન્યો રહે તે માટે પરમાત્માની પ્રાર્થના કરવી.
નવમું વિશેષણ માતાપિત્રોQ પૂન: એવું જણાવેલું છે. આપણા માબાપનો આપણા ઉપર એટલો બધો ઉપકાર હોય છે કે તેનો બદલો કોઇ પ્રકારે વાળી શકાય તેમ નથી. જેઓએ અનેક પ્રકારનાં સંકટો વેઠી આપણને હાલની દશાએ પહોંચાડ્યા, જેઓના સતત પ્રયાસ વિના આપણી જીંદગાની,
Page 44 of 234