________________
નિદા કરે નહીં અને તેથી આપણી અને આપણા ધર્મની હલકાઇ ગણાય નહીં અને આપણને અનેક પ્રકારનો પરિતાપ ન થતાં આપણી ધર્મક્રિયા સુખરૂપ બની રહે તેટલા માટે જે દેશમાં આપણે રહેતા હોઇએ તે દેશના જે જે પ્રસિદ્ધ અને લોકમાન્ય આચારો હોય તે સમ્યક પ્રકારે આચરવા એ ખાસ જરૂરનું છે. તે કારણથી જ ઉપર જણાવ્યા મુજબનું પાંચમ વિશેષણ આપવામાં આવેલું છે, અને આપણે તે પ્રમાણે વર્તન રાખવું જોઇએ એ યોગ્યતાનું સૂચક છે.
માર્ગાનુસારીનું છઠું વિશેષણ વUવલી નવરુitપ રબાપુ વિશેષતા એ પ્રકારનું આપવામાં આવેલું છે. ૩HવUવાદ્દ નો અર્થ અપ્રશંસા, અશ્લાઘા, નિંદા ઇત્યાદિ કરવામા આવે છે. જે અઢાર પાપસ્થાનક શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલાં છે અને જેની આલોચના દરરોજ ઉભયકાળ-સવારે અને સાંજે-પ્રતિક્રમણ કરતી વખતે કરવામાં આવે છે તે માંહેના સોળમાં પરપરિવાદ નામના પાપસ્થાનમાં એનો સમાવેશ થાય છે. દરેક ધર્માભિલાષી પુરૂષે એનો ત્યાગ કરવોજ જોઇએ. ગુણવાન પુરૂષોની પ્રશંસા કરવી અને નિર્ગુણી ઉપર માધ્યસ્થવૃત્તિ રાખવી એ માર્ગ સદાકાળ આપણા આત્માને ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરાવી શકે છે. કોઇ પણ પુરૂષનો અવર્ણવાદ બોલવાથી તેના ખરા અથવા આપણે ખોટી રીતે માની લીધેલા અવગુણો સાથે આપણી જાતને આપણે સંસકત કરીએ છીએ અને તેમ કરવાનું પરિણામ એટલું જ આવે છે કે આપણામાં તે અવગુણોની અસર ધીમે ધીમે પ્રસરતી જાય છે અને અત્તે આપણે પોતે જ તે અવગુણોનું આવાસસ્થાન થઇ પડીએ છીએ. આ અનિષ્ટ ફળ ઉપરાંત જે પુરૂષનો અવર્ણવાદ આપણે કરીએ છીએ તે પુરૂષની સ્વભાવિક રીતે આપણા ઉપર દ્વેષયુકત લાગણી થાય છે અને તે વધતાં વધતાં પરસ્પર વૈરભાવ ઉત્પન્ન થઇ અનેક ભવોમાં તેના દુ:ખદાયક પરિણામ આપણે સહન કરવો પડે છે. અવર્ણવાદરૂપ દોષ એટલો બધો પ્રાબલ્યવાળો છે કે તેના પ્રસંગે બીજા સર્વ પ્રકારના પાપસ્થાન આપોઆપ આપણી ચોમેર તેની મદદમાં વટલાઈ રહે છે, અને આભવ અને પરભવમાં આપણું હરેક પ્રકારનું અનિષ્ટ સહેલથી કરવાને સમર્થ થાય છે. એટલા માટે ખાસ જરૂરનું છે કે કોઇ પણ પુરૂષનો ગુણી અથવા નિર્ગુણી, નાના કે મોટા કોઇનો પણ કિચત્માત્ર અવર્ણવાદ બોલાવો નહીં અને તેમાં રાજા આદિ મહાનું સમર્થ પુરૂષોનો નહીં બોલવાનું ખાસ કરીને સૂચવવામાં આવેલું છે. દરેક જૈને રાજા તરફ પોતાનો ભકિતભાવ આખંડ રાખવાનો છે અને જ્યાં ભકિતભાવની પ્રબળતા હોય છે ત્યાં અવર્ણવાદને કદી સ્થાન મળી શકતું નથી. જૈનોનો રાજા તરફ એટલો બધો ભકિતભાવ હોય છે કે તેનો અવર્ણવાદ બોલવો એ પાપનું કાર્ય તેઓ ગણે છે એટલું જ નહીં પરંતુ તેની હરેક પ્રકારની શાન્તિ ઇચ્છવી અને તે માટે પ્રાર્થના કરવી એ પણ એક પોતાનું અવશ્ય કર્તવ્ય ગણે છે. ગૃહશાંતિસ્તોત્ર જે હંમેશ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ ક્રિયામાં પઠન કરવામાં આવે છે તેમાં શ્રી રાજાધિપાનાં શાન્તિર્મવતું. શ્રી રાબરમન્નિવેશનાં શાન્તિર્મવત એવો સ્પષ્ટ મંત્રોચ્ચાર કરવામાં આવે છે. હાલ દરેક જૈનધર્મીની પોતાના રાજ્યકર્તા તરફ જે સંપૂર્ણ અને અડગ ભકિત (Loyalty) જોવામાં આવે છે તે તેઓના ધર્મના ઉપર મુજબના ફરમાનોને મુખ્યત્વે કરીને આભારી છે, અને તેથી તેઓ તરફથી રાજ્યપ્રતિ કિંચિત્માત્ર પણ અવર્ણવાદ ઉચ્ચારવામાં આવતો નથી. આપણી આ પ્રકારની મનોવૃત્તિ આપણે હંમેશા ધર્મનું અધિકારીપણું પ્રાપ્ત કરવા માટે અને તેને જાળવી રાખવા માટે કાયમ રાખવીજ જોઇએ. તેમ ન કરવાથી આ ભવમાં શી શી આપત્તિઓ ભોગવવી પડે છે અને ધર્મધ્યાન કેટલું આપણાથી દૂર જતું રહે છે તે વિષે રાપણ વિવેચન કરવાની જરૂર નથી. એ બાબતમાં દ્રષ્ટાન્ત હાલના સમયમાં આપણે પ્રત્યક્ષપણે જોઇએ છીએ. પરભવમાં એનું શું ફળ થાય છે તે આ ભવની આપણી સ્થિતિ પરથી સહેજ કળી શકાશે. આ
Page 43 of 234