________________
કે આપણે પણ તેમના જેવા દ્રઢવ્રતવાળા થઇએ, માટે આપણા આચારવિચારની શુદ્ધિ કરવા અર્થે ઉત્તમ અને શ્લાઘનીય આચારવિચાર ધરાવનાર મહાપુરૂષોની હમેશ આપણે પ્રશંસા કરવી એ માર્ગાનુસારીનો બીજો ગુણ છે અને તે પ્રાપ્ત કરવા આપણે પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ.
ભશભરમૈ: 3જગન: સાર્ધ શ્રતોદ્વાહ એ પ્રકારનું ત્રીજું વિશેષણ માર્ગાનુસારીને આપેલું છે. ગૃહસ્થધર્મમાં પોતાના સગા સંબંધી તરફની કોઇપણ પ્રકારની હરકત આવે નહિ અને રૂડી રીતે તે પાળી શકાય તેટલા માટે આ ગુણ અવશ્યનો છે. સ્ત્રી“તારનું કુળ અને શીલ સરખા દરજ્જાનાં હોય તો તેઓનો બનાવ સારી રીતે રહે છે અને તેમને પોતાને તેમજ તેમના વડીલોને આ બન્ને વિષમ હોવાથી જે વિપત્તિઓ સહન કરવી પડે છે તે સહન કરવી પડતી નથી. સ્વગોત્રીયની સાથે વિવાહ કરવાથી પણ અનેક પ્રકારનાં દૂષણો શાસ્ત્રમાં દર્શાવેલાં છે અને સઘળી આર્યપ્રજા એવા પ્રકારનો સંબંધ કરવો અયોગ્ય ગણે છે. માટે આપણો ગૃહસ્થધર્મ નિવિદને પાળી શકીએ તેટલા માટે સરખાં કુળ અને શીખવાળા અન્યગોત્રીયની સાથે વિવાહિત થવાનો ગુણ આપણે પ્રાપ્ત કરવો જોઇએ. આ ગુણ પ્રાપ્ત કરવા માટે આધુનિક કાળની વિવાહપદ્વતિ જોતાં પોતાના પુત્રપુત્રીના હિતાર્થે માબાપને વિશેષ ધ્યાન આપવાનું છે. કન્યાવિક્રય કરનારાઓ અને કન્યા વિક્રીત લાવનારાઓ વિવાહિત જોડાને આ ગુણથી હંમેશને માટે મોટે ભાગે દૂર રાખે છે અને તેને પરિણામે પોતાને માટે અને વિવાહિત જોડાને માટે હંમેશાં દુ:ખ માથે વ્હોરે છે. ગૃહસ્થધર્મની અભિલાષા ધારણ કરનાર દરેક સને આ ગુણ પ્રાપ્ત કરવા ઉદ્યમવંત થવું જોઇએ.
ચોથું વિશેષણ પાપભીરુ એવું આપેલું છે. જે કર્મ પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે અનેક પ્રકારના અપાયનું કારણ થાય છે તે પાપકર્મ કહેવાય છે, તે થકી હંમેશા ભીરૂ એટલે ડરતા રહેવું એ ખરેખર અવશ્યનું છે. આપણા ચિત્તની વૃત્તિ એ પ્રકારની સખવાથી ઉત્તરોત્તર આપણે વિશેષ ગુણ પ્રાપ્ત કરવાને સમર્થ થઇએ છીએ. ગૃહસ્થ હોવાથી અનેક પ્રસંગો એવા આવી પડે છે કે તે વેળાએ અશુદ્ધ આચરણ કર્યા વગર આપણો છુટકારો થતો નથી. પરંતુ જો આપણી વૃત્તિ તેવા આચરણોથી હંમેશા ડરતા રહેવાની હોય અને મનમાં એવા ભાવ રહેતા હોય કે કયારેને આવા વર્તનથી હું વેગળો રહેવાને સમર્થ થાઉ તો તે આચરણોથી કર્મબંધ મજબૂત થઇ શકશે નહીં. વંદિતા સૂત્રમાં સ્પષ્ટ જણાવેલું છે કે
सम्मद्दिट्टी जीवो, जइवि ह पाचं समायरइ किंचि ।
अप्पोसि होइ वंधो, जेण न निदधसं कुणइ ।। तं पि हु सपडिक्कमणं, सप्परिआवं सउत्तरगुणं च ।
खिप्पं उवसामे, वाद्दिव्व ससिखिओ विज्जो ।।। “સમ્યકદ્રષ્ટિ જીવ જોકે કિંચિત્ પાપ કરે છે તો પણ તેને બંધ થોડો થાય છે કારણ કે તેના પરિણામ નિર્દય હોતા નથી. તે અલ્પ કર્મબંધ પણ પ્રતિક્રમણ ક્રિયાથી, પશ્ચાત્તાપ કરવાથી અને ઉત્તર ગુણ સહિત થઇને એટલે ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઇ તે પૂર્ણ કરવાથી, જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને શાંત કરે છે તે મુજબ તે પુરૂષ નિશ્ચયપણે જલદીથી શાન્ત પમાડે છે.”
માટે હંમેશા પાપથી ડરતા સ્વભાવવાળો ગૃહસ્થ ચીકણો કર્મબંધ જે કે ભોગવવાથીજ ઉપશાન્ત થાય છે તેવો કદી બાંધતોજ નથી. પરંતુ તેનો કર્મબંધ ઘણોજ અલ્પ હોય છે અને તે અમુક ક્રિયાથી નાશ કરી શકાય છે. આ સ્વભાવ હંમેશ કાયમ રાખવો એ દરેક ધર્મની વાંછા રાખનાર મનુષ્યને જરૂરનું છે.
પાંચમ વિશેષણ પ્રસિદ્ધશાવારંસમાપન એવું આપવામાં આવ્યું છે. અન્ય જનો આપણી
Page 42 of 234