________________
અને તે લાલચની પ્રેરણાથી અસત્ય ભાષણ પણ કરવામાં આવે છે. તીર્થયાત્રા જેવા પવિત્ર નિમિત્તે મુસાફરી કરતી વખતે પણ ચાર વર્ષનું બાળક ત્રણ વર્ષની અંદરનું છે એમ જણાવી વગર ટીકીટે તે બાળકને સાથે યાત્રા કરવા લઇ જવાના થોડા દાખલા મળશે નહીં. તેને પ્રસંગે ભાગ્યેજ આપણા મનમાં એવો વિચાર પણ આવતો હશે કે આવી રીતની ઠગાઇથી બચાવેલો પૈસો અન્યાયથી સંપ્રાપ્ત કરેલો કહેવાય અને તેમ થવાથી માર્ગાનુસારીનું પ્રથમ લક્ષણ આપણે આપણી જાતથી દૂર રાખીએ છીએ અને તેમ કરીને આપણા ગૃહસ્થ ધર્મના અધિકારીપણામાં ન્યૂનતા ઉત્પન્ન કરીએ છીએ. ઉપરનું દ્રષ્ટાંત એક સામાન્ય છે. પરંતુ વ્યાપારીઓએ પોતાના વ્યાપારમાં, રાજ્યાધિકારી વર્ગવાળાઓએ પોતાના અધિકારવાળા કાર્યમાં, નોકરીઆત વર્ગવાળાએ પોતાના શેઠ તરફની ફરજમાં, કારીગર વર્ગવાળાઓએ પોતાના ધંધામાં, અને વકીલ દાકતર વગેરે ધંધાધારીઓએ પોતાનાં કુલ અને બીજાઓની સાથેના વ્યવહારમાં એકનિષ્ઠાથી અને સંપૂર્ણ પ્રમાણિકપણાથી પોતાનું વર્તન ચલાવી નિર્મળ ન્યાયનેજ માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરવું જોઇએ. અનેક ત્રસ જીવોનો જેમાં વિનાશ થાય એવા મહામંત્રાદિ ચલાવવાના ધંધાથી સંપ્રાપ્ત થયેલું દ્રવ્ય પણ અન્યાયથીજ મેળવેલું ગણાય છે. જેમ અસત્ય સંભાષણ, અદત્તાદાન અને બ્રહ્મચર્યના ભંગથી મેળવેલું દ્રવ્ય પ્રત્યક્ષ રીતે અન્યાયથી સંચિત કરેલું અંગીકાર કરવામાં આવે છે તે મુજબ અનેકપ્રકારના ત્રસ જીવોની વિરાધના કરીને ઉપાર્જન કરી શકાતુદ્રવ્ય પણ અન્યાયથી સંચિત કરેલું કેમ ગણવું જોઇએ નહિ તે સમજી શકાતું નથી. નેિશ્વર ભગવાને ગૃહસ્થધર્મને માટે અનુસરવાનાં જે જે વ્રતો અને આચરણો દર્શાવેલાં છે તે વ્રતો અને આચરણો પૈકી એકનો પણ ભંગ થવાથી પ્રાપ્ત થતું દ્રવ્ય અન્યાયથીજ પ્રાપ્ત કરેલું દ્રવ્ય છે; અને ત્રસ જીવની હિસા સર્વ પ્રકારે ત્યાગ કરવી જોઇએ એવું શ્રાવક ધર્મને માટે સૌથી પ્રથમ ફરમાન છે. તો તે ફરમાનન ઉલ્લંઘન કરીને જે દ્રવ્ય પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાયથી સંપ્રાપ્ત કરેલું કેમ કહેવાય ? આ વિષય બહુજ વિચારવા લાયક છે. આપણા દરરોજના કાર્ય સાથે તે સંબંધ ધરાવતો છે. તેથી તેની આવશ્યકતા અન્ય વિષય કરતાં વિશેષ છે, અને તે તરફ હંમેશાં આપણી દ્રષ્ટિ રાખી આપણા આચાર વિચાર શુદ્ધ કરવા સારૂ ચાલુ પ્રયત્ન કરવો જોઇએ. એ પ્રયત્ન સફળ થાય તેટલા માટે આપણા પૂર્વાચાર્યોએ તેવી પ્રાર્થના કરવાની આપણી જિનપૂન જેવી નિત્યની ક્રિયામાં ગોઠવણ કરેલી છે, જેથી આપણું લક્ષ્યબિન્દુ હંમેશ આપણી નજર આગળજ રહે અને આપણી મનોભાવના દિન પ્રતિદિન શુદ્ધ થઇને આપણે પ્રાન્ત અખંડ સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઇએ. માર્ગાનુસારિપણું પ્રાપ્ત કરવાના અનેક આવશ્યક ગુણો માંહેલા પ્રથમ ગુણ પરત્વે આટલું જ જણાવી આપણે બીજા ગુણ વિષે વિચાર કરીએ.
માર્ગાનુસારીનું બીજું વિશેષણ શિMાવાર પ્રશંસ: એ પ્રકારનું આપવામાં આવેલું છે. પોતાનાં શુભ આચરણ અને શુભ આશય વગેરેથી અન્ય પુરૂષોના કરતાં જેઓએ વિશેષતા પ્રાપ્ત કરેલી છે તેમને શિષ્ટ એવું વિશેષણ આપવામાં આવે છે. એવા શિષ્ટ પુરૂષો અન્યજનોને દ્રષ્ટાંત રૂપ થઇ પડે છે, તેવા પુરૂષોનાં આચારની પ્રશંસા કરવાથી તેવા આચાર તરફ આપણો ભાવ વિશેષ વૃદ્ધિ પામે છે અને પરિણામે આપણે તેવા પુરૂષની બરાબરી મેળવી શકીએ છીએ. તેટલા માટે દરેક ધર્માભિલાષી મનુષ્ય શિષ્ટ ૫રૂષના આચાર તરફ અનુત્તર પ્રશંસા દર્શાવવી જોઇએ. પોસહ પારતાં જે ગાથા, આપણે બોલીએ છીએ તેમાં પણ એજ આશય સમાયેલો જણાય છે. પ્રાણાન્ત ઠક્ટને પણ નહિ ગણારી સાગરચંદ, કામજી, ચંદ્રાવતંસ રાજા, સુદર્શન શેઠ, સુલસા, આનંદ અને કામદેવે પોતે અંગીકાર કરેલાં વ્રત અખંડ રીતે પાળેલાં હોવાથી તેઓની શ્લાઘા અને પ્રશંસા આપણે કરીએ છીએ તે એટલાજ હેતુથી
Page 41 of 234