________________
પાત્રોના ઉપભોગ અને ઉપખંભમાં કામ આવે. ધર્મનાં ઇરાદાવાળું અને ધનનાં સાધન રૂપ બનેલું ધન જ ધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ કરાવી અધિક કલ્યાણના કારણભૂત બને છે.
ધન ઉપાર્જન કરીને ધર્મ કરાવો, એના કરતાં ધનનો ત્યાગ કરીને જ ધર્મ શા માટે ન કરવો ? વિઝામાં હાથ નાખીને પછી ધોવો, એના કરતાં વિષ્ટામાં હાથ જ ન ઘાલવો, એ શું ખોટું ? એ પ્રશ્ન વ્યાજબી છે. શાસ્ત્રકારોને પણ એ જ ફરમાન છે, પણ એ ફરમાનનું સર્વાશે પાલન કરવા માટે જેઓ અસમર્થ છે, એવા ગૃહસ્થો માટે બીજો ઉપદેશ છે. ગૃહસ્થાશ્રમમાં રહેવું જ છે અને તેને છોડવાની વર્તમાનમાં તૈયારી નથી જ, તો જ્યાં સુધી તે ન છૂટે અને ગૃહવાસમાં રહેવું પડે, ત્યાં સુધી જ ધનાદિનું ઉપાર્જન કરવાનું થાય છે પરંતુ તે ભોગ માટે જ નહિ કિતું ધર્મ માટે પણ હોવું જોઇએ. ધર્મ માટે ધન ઉપાર્જન કરનારને આનુષંગિક જે ભોગ મળી જાય, તે તેને તેટલા હાનિકર થતા નથી, જેટલા હાનિકર, ધર્મની બુદ્ધિ સિવાય કેવળ ભોગોપભોગ ખાતર જ ધન ઉપાર્જન કરનારને થાય છે.
નિર્વાહ માટે ઉચિત ધન મળી ગયાં પછી અધિક ધન મેળવવાનો પ્રયાસ કરનારમાં ધર્મબુદ્ધિ રહી શકે? એવો પણ એક પ્રશ્ન છે. તેનો ઉત્તર પણ એ જ છે કે-નિર્વાહ માટે ઉચિત ધન મળી ગયા પછી તેણે આણંદ કામદેવાદિ મહા શ્રાવકોની જેમ સંતોષવૃત્તિને તથા પરિગ્રહપરિમાણ વ્રતને અંગીકાર કરી લેવું જોઇએ. પરન્તુ એ ન લઇ શકાય ત્યાં સુધી પણ ધનોપાર્જન માટે જે ઉદ્યમ થાય, તેમાં દીન-અનાથાદિના ઉપભોગાદિ માટેની બુદ્ધિ કાયમ રહેવી જોઇએ. ધન પ્રત્યે વિરાગ ઉત્પન્ન થયા બાદ ધનોપાર્જન માટેના ઉદ્યમની જરૂર જ નથી, પરંતુ જ્યાં સુધી તેવો વિરાગ ઉત્પન્ન થયો નથી, ત્યાં સુધી ધનોપાર્જન પાછળ કેવળ સ્વ ઉપભોગનો જ નહિ, કિન્ત દીન-અનાથાદિના ઉપભોગનો પણ ઉદેશ રહેવો જ જોઇએ, એ શાસ્ત્રકારોનાં વચનોનું તાત્પર્ય છે.
ગૃહસ્થ ધર્મનું અધિકારીપણું પ્રાપ્ત કરવાને માટે જે જે ગુણોની આવશ્યકતા છે. તેમાં પ્રથમ ગુણ ન્યાયસંપન્ન વિમવ પણાનો દર્શાવેલો છે. એ ગુણ જો આપણે પ્રાપ્ત કરેલો ન હોય તો ધર્મમાર્ગ પ્રાપ્ત કરવાની પ્રથમ યોગ્યતા આપણામાં છેજ નહીં એમ નિ:સંશય સમજવાનું છે. સ્વામીદ્રોહ, વિશ્વાસઘાત ચોરી આદિ અનેક પ્રકારનાં નિન્દનીય આચરણનો પુરેપુરો ત્યાગ કરીને ફકત સદાચારનું સેવન કરી જે પોતાની સંપત્તિ પ્રાપ્ત કરે છે. તેને ન્યાયસંપન્ન વિમવ એવું વિશેષણ આપી શકાય છે. અને તેવો પુરૂષ ગૃહસ્થધર્મને માટે જરૂરનાં અનેક લક્ષણોમાં સૌથી પ્રથમ દરજ્જો ધારણ કરતું લક્ષણ પામેલો ગણી શકાય છે; પરંતુ જેની સંપત્તિ ન્યાયને રસ્તે પ્રાપ્ત કરવામાં આવેલી નથી અને અનેક પ્રકારનાં અન્યાય આચરણથી સંચિત થયેલી છે તે ગૃહસ્થ ધર્મને માટે અધીકારી જ નથી એમ કહીએ તો તેમાં કાંઇ ખોટું ગણાશે નહીં. સર્વ ગુણોમાં આ ગુણ પ્રથમ દરજ્જો ભોગવતો હોવાથી તે બાબત આપણે ખૂબ લક્ષ પૂર્વક વિચાર કરવાનો છે. આપણા દરેક આચરણ સાથે આ ગુણનો થોડો યા વધારે સંબંધ રહેલો હોય છે. પૈસા વગર કોઇ પણ ગૃહસ્થનું વ્યવહારિક વા ધાર્મિક કાર્ય થવું ઘણે પ્રસંગે અશક્ય ભાસે છે અને તે પૈસો જો અન્યાયથી મેળવેલો હોય તો તેની મદદથી શુભ ફળ કેમ મળી શકે ? મોટા અને નાના, ગરીબ અને તવંગર સઘળાએ આ બાબત વિચાર પૂર્વક મનન કરવાનું છે. કેટલીક વખતે આપણે લક્ષ પૂર્વક ઉપયોગ પહોંચાડતા નથી એટલે આપણું અન્યાય આચરણ આપણી દ્રષ્ટિ આગળ જોઇ શકતા નથી. દ્રષ્ટાંત તરીકે રેલ્વેની મુસાફરીમાં અમુક ઉમર સુધી ટીકીટ વગર અથવા તો અડધી ટીકીટ ચાલે છે, અને અમુક વજન સધી બોજો સાથે મફત લઇ જઇ શકાય છે. છતાં પણ તે હદ ઓળંગી ગયા હોઇએ ત્યારે પણ પૈસાની ખાતરજ તે હદવાળાને આપવામાં આવેલા હકો ખોટી રીતે ભોગવવા આપણું મન લલચાય છે
Page 40 of 234