________________
ન્યાયયુકત અનુષ્ઠાન તેને જ ધેવાય, કે જે કુળમાગત હોય, અનિન્દ હોય અને પાતાના વૈભવ આદિની અપેક્ષાએ વ્યાજબી હોય.'
(૧) કુળક્રમાગત :- પિતૃપિતામહાદિ પૂર્વ-પુરૂષની પરંપરાની આસેવના દ્વારા પોતાના કાળ સુધી આવેલું હોય.
(૨) અનિન્ય :- પૂર્વપુરૂષની પરંપરાએ આવેલું પણ નિન્દનીય હોય, તે વર્જવા યોગ્ય છે.
એ જણાવવા માટે બીજું વિશેષણ છે. નિન્દનીય એટલે તથાવિધ પરલોકપ્રધાન સાધુપુરૂષોએ જેને અત્યંત અનાદરણીય તરીકે જણાવેલું હોય. જેમકે-માંસ-મદિરાદિનો વ્યવસાય
(૩) વૈભવાદિની અપેક્ષાએ વ્યાજબી :- કુલક્રમાગત અને અનિન્ય અનુષ્ઠાન પણ સ્વવિભાવાદિની અપેક્ષાએ વ્યાજબી હોવું જોવું જોઇએ. વાણિજ્યાદિ અનુષ્ઠાન એ પોતાના વૈભવના તૃતીય ભાગાદિ વડે જ હોવું જોઇએ અને શુદ્ધ તોલાં, માપાં અને ક્લાદિના પ્રયોગથી યુકત હોવું જોઇએ. રાજ્યેવાદિ અનુષ્ઠાન પણ સેવનીય વર્ગના ચિત્તની આરાધનાદિ વડે સંતોષ ઉત્પન્ન કરનાર અવસરોચિત આરાધના રૂપ હોવું જોઇએ. કૃપ્યાદિ અનુષ્ઠાન પણ અતિ કઠોર કર્મ આદિથી વિવતિ હોવું જોઇએ.
એ રીતે કુલમાગત, અનિત્ય અને ન્યાયયુકત અનુષ્ઠાનનું આસેવન કરીને વિત્તોપાર્જન કરનાર ગૃહસ્થને સર્વ અપાયની હાનિ અને સદુધર્મની વૃદ્ધિ થાય છે. કારણ એ છે કે-શુદ્ધ ધન થોડું પણ સત્પાત્રમાં વપન થવાથી અનન્ત પુણ્યને ઉપાર્જન કરાવનારું બને છે. ધર્મ કરવાને અધિકારી પુરૂષોનું વર્ણન કરતાં શાસ્ત્રકારોએ તેનું સૌથી પહેલું લક્ષણ- “ન્યાયોજિતવિજોશો' કહેલ છે. શ્રી જિનમંદિરાદિ બંધાવનાર સત્પરૂષો પણ ન્યાયોપાર્જિત વિત્તના માલિક હોવા જોઇએ, એમ શાસ્ત્રકારોનું સ્પષ્ટ પ્રતિપાદન છે. અલ્પ ધનથી ધર્મ થાય કે અધિક ધનથી ધર્મ થાય? એનો ઉત્તર શાસ્ત્રકારો એક જ આપે છે કે-ધર્મ થવામાં ધનની અલ્પાધિતા એ મુખ્ય વસ્તુ નથી, ન્તિ ન્યાયપાક્તિતા એ જ પ્રધાન વસ્તુ છે. ધર્મનું અનંતર કારણ શુભ ભાવ છે અને શુભ ભાવની પ્રાપ્તિ ન્યાયોપાર્જિત વિત્તથી જ સુલભ છે, પણ અન્યાયોપાર્જિત વિત્તથી નહિ. અન્યાયોપાર્જિત વિત્તના સ્વામિનું ચિત્ત અવ્યાકુલિત રહેવું, એ સુલભ નથી અને વ્યાકુલિત ચિત્તપણે થયેલું અનુષ્ઠાન એ સંપૂર્ણ શુભ ભાવનું ઉત્પાદક થઇ શકતું નથી.
આના કાળમાં સટ્ટા કરીને ધનવાન થયેલા માણસોને ન્યાયોપાર્જિત વિત્તવાન કહેવાય કે કેમ ? એ પ્રશ્નનો ઉત્તર પણ ઉપરોકત વિવેચનથી મળી રહે છે. ચિત્તની વ્યાકુલતા-રહિતપણે અનુષ્ઠાન કરનારો આત્મા જ શુદ્ધ ધર્મ આરાધવાને અધિકારી બની શકે છે. એ વ્યાકુલતાને હરનાર ઉપરોકત ત્રણ વિશેષણોવાનું અનુષ્ઠાન જ છે.
ધનોપાર્જન માટે બીજી એક મહત્વની વસ્તુ ખ્યાલમાં રાખવાની છે અને તે એ છે કે-ગૃહસ્થોએ જે ધનઉપાર્જન કરવાનું છે, તેની પાછળ તેનો આશય તેને ધર્મનાં સાધનસ્વરૂપ સમજીને ઉપાર્જન કરવાનો હોવો જોઇએ, નહિ કે- કેવળ વિષયવિલાસ માટે કે લોભ અને તૃષ્ણાનો ખાડો પૂરવા માટેનો હોવો જોઇએ. કેવળ વિષયવિલાસ માટે ધનનું ઉપાર્જન થાય છે, તે બીજ ખાઇ નાર ખેડુતના જેવું છે અને કેવળ લોભનો ખાડો કે તૃષ્ણાની ખાઇ પુરવા ખાતર ધન ઉપાર્જન તે હાથીનો વધ કરનાર સિહના જેવું છે. બીજ ખાઇ ગયા પછી ખેડુત જેમ સદા માટે દુ:ખી થાય છે અથવા હાથીનો વધ કરનાર સિંહના પરિશ્રમનું ફળ જેમ બીજાના જ ઉપભોગમાં આવે છે, તેમ વિષયવિલાસ અને લોભ-તૃષ્ણાની ખાતર જ ધન ઉપાર્જન કરનારના ભાગ્યમાં દુ:ખ અને કલેશ સિવાય બીજું કશું જ નથી. ધન ઉપાર્જન કરવાનો મુખ્ય આશય ગૃહસ્થોને એ જ હોવો જોઇએ કે-તે દ્વારા ગૃહસ્થાશ્રમ સુખપૂર્વક ચાલે અને પોતાનું ધન દીન-અનાથ આદિ
Page 39 of 234