________________
જ કયાં છે? અને યોગ્યતા વિના કરેલી ઇચ્છા કે ફોરવેલો પુરૂષાર્થ સ્વપરને ક્લેશ સિવાય બીજું ફળ પણ શું આપી શકે? જે ગાય દૂધ જ નથી આપતી, તે ગાયને ઘંટાઓ બાંધવાથી કોઇ થોડું% તેને ખરીદે છે ? તેમ જે આત્મામાં શુભકર્મ રૂપી યોગ્યતા જ નથી, તે આત્મા મોટી મોટી ઇચ્છાઓ કે પ્રબળમાં પ્રબળ પુરૂષાર્થો કરે, તેથી તેની ઇચ્છા શું પૂર્ણ થવાની છે કે પુરૂષાર્થ સફળ થવાનો છે? કદી જ નહિ. નિપુણમતિવાળા મહાપુરૂષોએ સ્વઅભિલષિતની સિદ્ધિ માટે પાત્ર બનવાને પ્રયત્ન કરવો, એ જ એક રહસ્યભૂત અને શ્રેયસ્કર મર્ગ ફરમાવેલો છે.
લોકમાં પણ લાયકાતની પરીક્ષા પહેલી કરવામાં આવે છે અને પછી અધિકારીપદે સ્થાપન કરવામાં આવે છે. પ્રમાણપત્ર (Certificate) વિનાના વિદ્યાર્થિને નિશાળમાં કોણ દાખલ કરે છે ? ઉમેદવારને નોકરી કોણ રાખે છે ? વહેપારીને બજારમાં નાણાં કોણ ધીરે છે ? ઉમરલાયકને પણ કન્યા કોણ આપે છે? ગમે તેવા હુંશિયારની સાથે પણ સંબંધ કોણ બાંધે છે? ગમે તેવા ચાલાકનો પણ વિશ્વાસ કોણ રાખે છે? ગમે તેવા રૂપાળાને પણ પાસે કોણ બેસવા દે છે? લોક-લોકોત્તર સર્વ ક્ષેત્રમાં યોગ્યતાનું સામ્રાજ્ય છવાયેલું છે. યોગ્યતાના પ્રમાણમાં જ અથવા યોગ્યતા પ્રમાણે જ વસ્તુની પ્રાપ્તિ થાય છે. શુભકર્મ એ પણ આત્માની એક પ્રકારની યોગ્યતા છે. એ યોગ્યતા ન્યાયાચરણથી જ સંભવિત છે. અન્યાયાચરણથી યોગ્યતા નાશ પામે છે. જો અન્યાયાચરણથી પણ ક્વચિત્ અર્યાદિની પ્રાપ્તિ દેખાતી હોય, તો તે વિષમિશ્રિત અન્ન જેવી કે ઝેર ભેળવેલા પકવાન જેવી છે. પરિણામે અધિક નાશને માટે જ તે આવેલી હોય છે. અચ્યાદિ શલ્યોપહત ભૂમિ ઉપર બાંધેલું ઘર જેમ અધિકાળ ટકી શકતું નથી, તેમ અન્યાયોપાક્તિ વિત્ત પણ દીર્ધકાળ ટકી શકતું નથી અને પૂર્વના પ્રબળ પુણ્યવશાત્ કદાચ ટકે, તો પણ પરિણામે દારૂણ વિપાક આપ્યા સિવાય રહેતું નથી.
કેટલાકોને એ સંશય થાય છે કે-ન્યાય એ જ જો અર્થપ્રાપ્તિનો રહસ્યભૂત ઉપાય છે, તો પછી કેટલીક વખત અન્યાય આચરણ કરનારને પણ અધિક ધનની પ્રાપ્તિ થાય છે, તેનું શું ? તેનું સમાધાન એ છે કે-જ્યાં અન્યાય આચરણથી પણ ધનની પ્રાપ્તિ દેખાતી હોય, ત્યાં પાપાનુબંધી પુણ્યનો ઉદય સમજવો જોઇએ. પુણ્ય બે જાતિનાં છે. (૧) પુણ્યાનુબલ્પિ અને (૨) પાપાનુબધેિ. તેમાં પાપાનુબન્ધિ પુણ્યનો સ્વભાવ જ એવો છે ક-તે તેવા પ્રકારની અન્યાય આચરણ આદિ અશુદ્ધ સામગ્રી મેળવીને જ ઉદયમાં આવે છે. પરન્તુ તે અન્યાય આચરણ આદિ અશુદ્ધ સામગ્રીના આસેવનથી ઉપાર્જન થયેલ અશુદ્ધ કર્મ આગામી કાળે તેને અવશ્ય કકવિપાને આપે છે, કારણકે-તીવ્ર રસથી બંધાયેલું કોઇ પણ કર્મ તેનું ફળ ચખાડ્યા સિવાય નાશ પામતું જ નથી. સર્વ શાસ્ત્રકારોનો એ સિદ્ધાંત છે કે- “કરેલું શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે. ક્રોડો કહ્યું પણ તેનો ભોગવ્યા સિવાય નાશ થઇ શકતો નથી.'
જ્યારે પુણ્યાનુબંધી પુણ્ય એ ન્યાય આચરણ આદિ શુદ્ધ સામગ્રીને પામીને જ ઉદયમાં આવે છે અને તેના ઉદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ નિ:શંકપણે ભોગવી શકાય છે તથા તેનો સત્પાત્રાદિને વિષે વિનિયોગ થઇ શકે છે. અન્યાયોપાર્જિત વિત્ત જેમ ઉભય લોકનો નાશ કરે છે, તેમ ન્યાયપાતિ વિત્ત ઉભય લોકમાં સુખ કરનાર થાય છે.
આના કાળમાં ન્યાયોપાર્જિત વિત્ત કહેવું કોને ? એ એક મોટો પ્રશ્ન છે. પરન્તુ એન સમાધના પણ શાસ્ત્રકારોનાં વચનનોને સ્થિર ચિત્તે વિચારવાથી યોગ્ય આત્મા અવશ્ય મેળવી શકે છે. શાસ્ત્રકારોનું ફરમાન છે કે"कुल क्रमागतं अनिन्द्यं विभवाद्यपे क्षया न्यायतोडनुष्ठानम् ।"
Page 38 of 234