________________
સાથે જ ફરમાવ્યું છે કે-અર્થપ્રાપ્તિનું આ રહસ્ય પૂલ મતિવાળાઓથી સ્વપે પણ સમજાય તેવું નથી. યોગ્યા-યોગ્યનો વિભાગ કરવામાં અકુશળ એવા પુરૂષો વડે અર્થપ્રાપ્તિનું આ રહસ્ય સમજાવું અશકય છે. એ સમજાય કન સમજાય, પણ શાસવેદિઓની દ્રષ્ટિએ તો અર્થપ્રાપ્તિનો ઉપાય ન્યાયને છોડીને બીજો એક પણ નથી, એ સિદ્ધાંત છે.
એનું કારણ એ છે કે-અર્થપ્રાપ્તિમાં પ્રતિબંધક કોઇ પણ વસ્તુ હોય તો જન્માંતરમાં ઉપાર્જન કરેલું લાભાંતરાય કર્મ છે. અન્યના લાભમાં ઉપઘાત કરવા દ્વારાએ તે કર્મ બંધાયેલું હોય છે. તે કર્મનો નાશ કરવા માટે આ જન્મમાં અન્યના લાભમાં ઉપઘાત કરવાની પ્રવૃત્તિથી અટવું જ જોઇએ. તો જ તે પૂર્વનું કર્મ નાશ થઇ શકે છે. અધિક ખાવાથી થયેલ, જ્વર, અતિસારાદિ રોગ જેમ લંઘનાદિ વિના મટી શકે જ નહિ, તેમ અન્યના લાભમાં ઉપઘાત કરવા દ્વારા ઉપાર્જન થયેલ કર્મ, એ ઉપઘાત ચાલુ રાખવાથી નહિ પણ છોડવાથી જ નાશ પામી શકે. પ્રતિબન્ધક કર્મ નાશ પામવાની સાથે જ અભિલષિત પદાર્થોની પ્રાપ્તિમાં અટકાવ કરનાર કોઇ રહેતું જ નથી.
વૈભવની પ્રાપ્તિમાં અંતરાયભૂત થનાર કર્મ અન્યાય-માર્ગે ચાલવાથી જ ઉપાર્જન થયું છે અને ન્યાય માર્ગે ચાલવાથી જ તેનો વિનાશ શક્ય છે, એ નિશ્ચય અનિપુણ મતિવાળા પુરૂષોને થઇ શક્યો દુષ્કર છે, તો પણ નિપુણમતિને ધારણ કરનારા કુશળ પુરૂષોને તે નિર્ણય થવો દુષ્કર નથી જ. કેવળ અર્થ જ નહિ, કિન્ત કોઇ પણ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિનો ઉપાય કેવળ તેની ઇચ્છા જ કર્યા કરવી કે ન્યાય-અન્યાયનો વિચાર કર્યા વિના કોઇ પણ માર્ગે તેને મેળવવાના પુરૂષાર્થમાં જ રકત બનવું, તે નથી જ. કેવળ ઇચ્છાથી કે પુરૂષાર્થથી અથવા તે બંનેથી જ જો કાર્યની સિદ્ધિ થતી હોય, તો આ જગતમાં ઇચ્છિત પદાર્થો મેળવાની ઇચ્છા કોને નથી ? તે માટે ઘોર પુરૂષાર્થ ફોરવનારાઓની સંખ્યા પણ કયાં ઓછી છે? છતાં અભીસિત પદાર્થોની પ્રાપ્તિ કેટલાને થાય છે? જવલ્લે જ. માટે વસ્તુની પ્રાપ્તિનો રહસ્યભૂત ઉપાય ઇચ્છા અને પુરૂષાર્થ ઉપરાંત બીજો કોઇ રહેલોજ છે, એ માન્ય રાખવું જ જોઈએ. એ રહસ્યભૂત ઉપાયને શાસ્ત્રકારોએ બીજા શબ્દોમાં “યોગ્યતા' કહેલી છે અને એ યોગ્યતાને પ્રાપ્ત કરાવનાર આચરણન જ શાસ્ત્રોમાં ન્યાય શબ્દથી સંબોધવામાં આવેલ છે. “યોગ્યતા' વિના કોઇ પણ વસ્તુની પ્રાપ્તિ આ જગતમાં થઇ શકતી નથી અને યોગ્યતા પ્રાપ્ત થયા પછી વસ્તુની પ્રાપ્તિમાં કોઇ પ્રતિબંધક પણ થઇ શકતું નથી. જે કુવામાં પાણી છે, તે કુવામાં દેડકાઓને બોલાવવા જવું પડે છે? નહિ જ. અથવા જે સરોવર ભરેલું છે, ત્યાં પક્ષિઓને આવવા માટે આમંત્રણ આપવું પડે છે? નહિ જ. એથી પણ સિદ્ધ થાય છે કે વસ્તુની પ્રાપ્તિમાં યોગ્યતા એ જ મુખ્ય ચીજ છે. દાતારને ત્યાં જ યાચકો જાય છે. કપણને ત્યાં કેમ જતા નથી ? તેમ લક્ષ્મી પણ પુણ્યવાનને ત્યાં જ જાય, નિપૂણ્યકને ત્યાં નહિ જ, એ નિયમ છે.
અન્યાયાચરણમાં રકત રહેનારના શુભ કર્મનો નાશ થાય છે અને ન્યાયાચરણમાં તત્પર મહાપુરૂષને શુભકર્મની વૃદ્ધિ થાય છે. શુભકર્મની વૃદ્ધિ થયા બાદ વસ્તુ મેળવવાને ઇચ્છા કરવાની પણ જરૂર રહેતી નથી. ઇચ્છા કર્યા વિના જ વસ્તુ તેની સામે આવે છે. સમુદ્ર કદી ઇચ્છે છે કે-બધું પાણી મારામાં આવીને ભળો ? છતાં બધું પાણી સમુદ્રમાં જજઇને ભળે છે. તેમાં સમુદ્રની પાત્રતા સિવાય બીજું શું કારણ છે? સમુદ્ર રૂપી પાત્ર જ એટલું વિશાળ છે કે-તેમાં સર્વ જળાશયોમાં પાણી પણ સહેલાઇથી સમાઇ શકે છે. તેની અપેક્ષાએ નદી, તડાગ આદિ અલ્પપાત્રો છે. તેમાં નવું પાણી સમાવેશ થવાની યોગ્યતા જ કયાં છે? જગતની સઘળી સંપત્તિ રૂપી નદીઓ પણ શુભ કર્મવાળા પાત્રપુરૂષને વિવશ થઇને વર્તે છે. અલ્પ પાત્ર કે અપાત્ર સમાન અલ્પ પુણ્યવાન કે અપુણ્યવાન જીવોને લક્ષ્મીને પોતાની તરફ આકર્ષવાની યોગ્યતા
બબાલ -
Page 37 of 234