________________
કામના જેટલી વ્યાપક છે, તેટલી જ્ય અને યશથી નથી જ. બળવાનને જ્યની કાંક્ષા છે, બળવાન અને ધનવાનને યશની કાંક્ષા છે, પરન્તુ ધનની કાંક્ષા તો નિર્બળ, બળવાન, નિર્ધન, ધનવાન સર્વ કોઇને એક્સરખી છે. ધર્મ, અર્થ અને કામની પૃથક્ પથક્ વ્યાખ્યા કરતાં એક જ્ગ્યાએ ફરમાવ્યું છે કે
“યતઃ સર્વ પ્રયોનન સિદ્ધિઃ સૌંડર્થે: "
‘જેનાથી સર્વ પ્રયોજ્જ્ઞ સિદ્ધિ થાય તે અર્થ છે.’
જેનાથી અભ્યુદય (પૌદ્ગલિક આબાદી) અને નિ:શ્રેયસ (આત્મિક ક્લ્યાણ)ની સિદ્ધિ થાય તે ધર્મ છે, જેનાથી સર્વ ઇન્દ્રિયોને આભિમાનિક (કાલ્પનિક) સુખની પ્રાપ્તિ થાય તે કામ છે. એ રીતે અર્થ, ધર્મ અને કામ, એ ત્રણેની પૃથક્પૃથક્ વ્યાખ્યાઓ ઉપરથી પણ અર્થની જરૂરીઆત ગૃહસ્થોને ઓછી સિદ્ધ થતી નથી. અર્થના અભાવમાં ગૃહસ્થનો નિર્વાહ જ ચાલવો અશક્ય બને છે અને નિર્વાહનો ઉચ્છેદ થવાની સાથે જ ધર્મના પરમ હેતુભૂત ચિત્તની સમાધિનો પણ નાશ થાય છે. કહ્યું છે કે
" वित्तीवोच्छेयंमि य गिहिणो,
सीयंति सव्व किरियाओ । निरवेक्खस्स उ जुत्तो,
સંપુખ્ખો સંનમો વેવ ।।9।।”
‘વૃત્તિના વિચ્છેદમાં ગૃહસ્થોની સર્વ ક્રિયાઓ સિદાય છે. વૃત્તિથી નિરપેક્ષ બનેલા આત્મા માટે તો સંપૂર્ણ સંયમ એ જ શ્રેયસ્કર છે.’
જો ઘરમાં રહેલો ગૃહસ્થ વૃત્તિ-નિર્વાહ માટે કોઇ પણ અનુષ્ઠાન ન જ કરે, તો તેની સર્વ શુભ ક્રિયાઓ થોડા જ કાળમાં અટકી જાય છે અને શુભ ક્રિયાઓ અટકતાંની સાથે જ અધર્મની પ્રાપ્તિ થાય
છે.
ગૃહસ્થના સર્વ પ્રયોજનની સિદ્ધિ જ્યાર અર્થથી જ થાય છે, ત્યારે તે અર્થની પ્રાપ્તિનો માર્ગ પણ વિચારવો આવશ્યક બને છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા એક સ્થલે ફરમાવે છે કે
“નધન્યાયે ન નયં યશો ધનં વા મહાત્માન: સમોહન્તે ।" ‘મહાત્મા પુરૂષો જ્ય, યશ કે ધનને અન્યાયમાર્ગે કદી ઇચ્છતા નથી.'
એ ઉપરથી ધનની જો જરૂર જ છે, તો પછી તેને અન્યાય-માર્ગે પણ કેમ ઇચ્છવું નહિ ? એ સવાલ ઉભો થાય છે. જ્યાં સુધી ન્યાયના માર્ગે તે મળી શકતું હોય ત્યાં સુધી અન્યાયના માર્ગે તેને ન જ ઇચ્છવું એ બરોબર છે, પણ જ્યારે ન્યાયના માર્ગે તેની પ્રાપ્તિ અશક્યવત્ ણાય, તો પછી અન્યાય-માર્ગે તેને મેળવવામાં હાનિ શી ? નહિ મેળવવામાં અનેક પ્રકારની હાનિ છેજ, એ ઉપર સ્પષ્ટ કરી ગયા છીએ. ધનના અભાવે ગૃહસ્થનું કોઇ પણ શુભ કાર્ય સિદ્ધિ થઇ શક્યું જ નથી, તો પછી તેને અન્યાય માર્ગે પણ મેળવવાની અનુમતિ શાસ્ત્રકારો કેમ આપતા નથી ? એ પ્રશ્નનો ઉત્તર નીચેના એક જ વાક્યમાં આચાર્યભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ તરફથી મળી રહે છે.
"न्याय एव हि अर्थाप्त्युपनिषत् परेति समयविदः ।”
‘શાસ્ત્રજ્ઞોએ અર્થની પ્રાપ્તિનો રહસ્યભૂત અને સર્વોત્કૃષ્ટ ઉપાય ન્યાયને જ ફરમાવેલો છે. (ન્તુિ અન્યાયને નહિ જ.)'
પૂર્વોક્ત એકજ વાક્યમાં અર્થપ્રાપ્તિનું સઘળું રહસ્ય મહાપુરૂષે સમજાવ્યું છે અને ટીકાકારમહર્ષિએ
Page 36 of 234