________________
अन्योडन्याप्रतिवन्धेन, त्रिवर्गमपि साधयन ।। यथावदतियौ साधौ, दीने च प्रतिप्रतिकृत् ।
सदानमिनिविष्टश्व, पक्षपाती गुणेषु च ।। अदेशाकालयोश्चर्या, त्यजन्म जानन् वलावलम् ।
वृत्तस्थज्ञानवृद्धानां, पूजक: पोप्यपोषक: ।। दीर्धदर्शी विशेषज्ञः, कृतज्ञो लोकवल्लभः | सलग्ज: सदयः सौम्य:, परोपकृतिकर्मठ: ।।
अंतरंगारिपद्वर्गपरिहारपरायणः |
वशीकृतेन्दियग्रामो, गृहिधर्माय कल्पते ।। જૈન શાસ્ત્રમાં અર્થકામ ક્યાં છે ?
શાસ્ત્રના અર્થનું વિધાન કરતાં બહુ જ સાવચેતીની જરૂર છે. જૂઓ જૈનતજ્વાદર્શ-પાનું ૪૩૫ "इहां जो अर्थचिंता है सो अनुवाद रुप है, क्योंकि धन उपार्जनेकी चिंता लोकमें स्वत: ही सिद्ध है. कुछ शास्त्रकारके उपदेशसें नहीं. 'अरु धर्मं निर्वाहयन्' यह जो कहना है, सो विधेय करने योग्य है, क्योंकि इसकी आगे प्राप्ति नहीं है. शास्त्रका जो उपदेश है, सो अप्राप्त अर्थकी प्राप्ति वास्ते है, शेष सर्व अनुवादादि रुप है."
ભાવાર્થ:- “અહીં જે અર્થ-દ્રવ્ય ચિતા છે એ અનુવાદ રૂપ છે, કેમકે-ધન ઉપાર્જન કરવાની ચિતા લોકમાં સ્વત:સિદ્ધ સ્વાભાવિક જ છે. એ કંઇ શાસ્ત્રકારના ઉપદેશથી નથી અને ધર્મ નિર્વાહનું કહેવું એ વિધેય-કરવા યોગ્ય છે, કેમકે-એની આગળ પ્રાપ્તિ નથી. શાસ્ત્રનો ઉપદેશ અપ્રાપ્ત અર્થ (સમ્યગુ-દર્શનાદિ) ની પ્રાપ્તિ માટે છે. બીજું બધું અનુવાદાદિરૂપ છે.” વિધાન અને અનુવાદ :
ગૃહસ્થ અમુક સમય, ધર્મનો નિર્વાહ કરતો થકો, અર્થની ચિંતા કરે.' -આ શબ્દો શાસ્ત્રના છે. આમાં ધર્મનું વિધાન છે. અર્થનું વિધાન નથી. અર્થ તો અનુવાદ છે. આ ત્યાગી મહાપુરૂષે આમાં અર્થનું વિધાન કહ્યાં નથી. જેમ કે-માર્ગાનુસારીનો પહેલો ગુણ “ન્યાયસંપન્નવિભવ:'
ત્યાગી પણ એમ ઉપદેશ આપી શકે કે-મેળવવો હોય તો ન્યાયપૂર્વક અર્થને મેળવવો જોઇએ. એમાં અર્થ એ વિધાન નથી. અર્થ એ અનુવાદિત ને ન્યાય એ વિહિત. અર્થ મેળવતા હો તો ન્યાયને ન ચૂકો. ન્યાયને ઓળખતાં શીખો. બાર મહીનાનું એક વરસ એમ બોલવું, એ અનુવાદ છે. ગૃહસ્થો આમ માને છે માટે એમ લખવું કે બોલવું, એ અનુવાદ છે. વિધાન નથી. ધનોપાર્જનની ચિંતા તો લોકમાં સ્વત: સિદ્ધ છે. ધર્મગુરૂઓ મોજુદ ન હોય તો તમારી પેઢીઓ, હોટલ, નાટક, ચેટક, સીનેમા, એ બધું એટલે કે ચાલુ રહે ? વધે કે જાય ? ધર્મગુરૂના અભાવે બંધ શું થાય ? કહોને કે-સામાયિક, પૂજા વિગેરે બંધ થાય. ન્યાયોપાર્જિત વિત્ત :
સંસારમાં રહેલા આત્માઓને જ્ય, યશ અને ધનની કામના વધતા-ઓછા પ્રમાણમાં અવશ્ય રહેલી છે. તેમાં પણ જય અને યશ વિના હજુ ચલાવી શકાય છે, પણ ધન વિના એક દિન પણ સંસારીઓથી ચલાવી શકાતું નથી. સંસારીઓને ધનની જરૂર ડગલે ને પગલે રહેલી છે, તેથી જ્ય અને યશની કામના કરતાં પણ ધનની કામના સજ્જ રીતે અધિક હોય એમાં લેશ માત્ર આશ્ચર્ય નથી. ધનની
"ાન
Page 35 of 234