________________
હોવાથી, ચેતનની ભિન્ન ભિન્ન પ્રકારે ઉત્પત્તિ અને વિનાશમયતા જણાય છે. વસ્તુત: ચેતન ઉદભવને કે વિલયને પામતો નથી, પણ એનાં અવસ્થાન્તરોને જ જન્મ-મરણ આદિ તરીકે ઓળખાવાય છે. પુદગલો પણ ભિન્ન ભિન્ન અવસ્થાને પામે છે, છતાં તેનો મૂળથી નાશ કદિ જ થતો નથી. માનો કે-કોઇ ઘર ભાંગ્યું. એથી ઘરનો વિનાશ થયો, પુગલોના એ પ્રકારના સમૂહનો નાશ થયો, પણ પુગલોનું અસ્તિત્વ તો નષ્ટ થયું નથી જ. એ જ રીતિએ જડ કર્મના યોગથી મુકત બનનારો આત્મા, શાશ્વતકાલીન સુખમય અવસ્થાને પામે છે, સંસારના જન્મ-મરણાદિમય પરિભ્રમણ કરતો નથી, છતાં તેનું અસ્તિત્વ તો બન્યું જ રહે છે.
આ જીવોને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટી સાગરોપમની જે હેલી છે તે સ્થિતિને અકામ નિર્જરા વડે ખપાવીને અગણ્યોસીત્તેર કોટાકોટી સાગરોપમ અને તેનાથી કાંઇક અધિક એટલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી અધિક સ્થિતિ ખપાવે એટલે ક્ષય કરે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય અને અંતરાય કર્મોની ત્રીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જે બાંધેલી હોય છે તેને અકામ નિર્જરા વડે ઓગણત્રીશ કોટાકોટી સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી અધિક સ્થિતિ ખપાવે તથા નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમની જે બંધાયેલી હોય છે તેમાંથી ઓગણીશ કોટાકોટી સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી અધિક સ્થિતિ ખપાવે. આ રીતે સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ખપાવી દરેકની અક કોટાકોટી સાગરોપમથી કાંઇક ન્યૂન સ્થિતિ સત્તા પ્રાપ્ત થાય ત્યારે તે જીવો ગ્રંથ દેશે આવેલા કહેવાય
ધર્મ બે પ્રકારનો શાસ્ત્રમાં કહેલો છે. (૧) યતિધર્મ અને (૨) શ્રાદ્વધર્મ.
યતિધર્મ શ્રેષ્ઠ છે અને શ્રાદ્ધધર્મ તેથી ઉતરતા દરજ્જાનો છે. માર્ગાનુસારપણું પ્રાપ્ત કરવાથી આપણે શ્રાદ્ધધર્મ અથવા ગૃહસ્થધર્મ પામી શકીએ છીએ, જ્યારે યતિધર્મ તે માર્ગમાં આગળ વધવાથી સુપ્રાપ્ય થાય છે અને પરિણામે ઇષ્ટ ફળની સિદ્ધિ થઇ શકે છે. એ માર્ગાનુસારનું શું લક્ષણ છે તે જાણવાની આવશ્યકતા છે તેનું જો જ્ઞાન થાય તો તે રસ્તે આપણું વર્તન વાળી શકીએ. કલિકાલસર્વજ્ઞ બીરૂદધારક શ્રીમાન્ હમચંદ્રાચાર્ય પોતાના સુપ્રસિદ્ધ યોગશાસ્ત્ર નામક ગ્રંથના પ્રથમ પ્રકાશને અંતે ગૃહસ્થધર્મની યોગ્યતા અથવા અધિકારીપણા માટે નીચે મુજબ કહે છે :
न्यायसंपन्नविभव: सिष्टाचारप्रशंसकः । कुलशीलसमेः सार्ध, कृतोदाहो डन्यगोत्रजैः ।।
पापभीरुः प्रसिद्धं-च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषतः ।। अनतिव्यक्तगुप्ते च, स्थाने सुभातिवेश्मिके |
अनेकनिर्ममदाराविवर्जितानिकेतनः ।। कृतसंग: सदाचारैर्मातापित्रोव्य पूजक: । त्यजन्नपप्लुतं स्थानमप्रमट्टत्तश्च गहिते ।। व्ययमायोचितं लुर्वन, वेषं वितानुसारतः । अष्टमिधीगुणयुक्तः, शृण्वानो धर्ममन्वहम् ।। अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च साल्यतः।
Page 34 of 234