SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિની ઉત્કટ ભાવનામાં રમતા તેઓ, એવું અજોડ અને અનુપમ પુણ્યકર્મ ઉપાર્જે છે, કે જેના પ્રતાપે એ તારકો શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનતાની સાથે જ નિવૃત્તિમાર્ગના પ્રતિપાદક, સર્વ પદાર્થોના પ્રરૂપક અને ઉન્માર્ગના ઉચ્છેદક એવા શાસનના સ્થાપક બને છે. એ શાસનને જ શ્રી જૈનશાસન વ્હેવાય છે. જ્ગતના સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ રૂપમાં બતાવવું, સાચી સાધનાના યથાર્થ માર્ગનું પ્રતિપાદન કરવું અને એથી વિપરીત માર્ગોની અલ્યાણકરતા દર્શાવવી, એજ શ્રી જૈનશાસનનું કાર્ય છે. આવા શાસન પ્રત્યે પણ શ્રદ્વાળુ તેઓ જ બની શકે છે, કે જેનું ભાવિના જન્મથી અલિપ્ત એવું મૃત્યુ નિકટમાં હોય છે. આવા આત્માઓ જ જૈન છે. કોઇ પણ જાતિ અને કોઇ પણ કુળ કે દેશમાં ઉત્પન્ન થયેલો આત્મા, આવો શ્રદ્ધાળુ બનવા દ્વારા, જૈન બની શકે છે. સાચી સાધનાના અર્થી એવા દરેક આત્માને માટે શ્રી જૈનશાસન છે. વસ્તુ માત્રનો તેના યથાર્થ સ્વરૂપમાં સ્વીકાર કરવો, એનું નામ જૈનત્વની પ્રાપ્તિ છે. આ જૈનત્વની પ્રાપ્તિ જે કોઇપણ આત્માને થાય છે, તેને એમ જ લાગે છે કે- ‘શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી જ્ઞેિશ્વરદેવોએ જીવ આદિ તત્ત્વોનું જે પ્રકારનું સ્વરૂપ દર્શાવ્યું છે, તેજ વાસ્તવિક છે.' આવા શ્રી જિનેશ્વરદેવો આજ સુધીમાં અનન્તા થઇ ગયા છે, વર્તમાનમાં ક્ષેત્રાન્તરે વીસ વિહરમાન છે અને ભવિષ્યમાં અનન્તા થવાના છે. આ રીતિએ શ્રી જૈનશાસન અનન્તા આત્માઓ દ્વારા પ્રકાશિત થતું હોવા છતાંય, તેની પરસ્પર અવિરૂદ્ધતા અખંડિત રીતિએ જળવાઇ રહે છે : કારણ કે-એ સર્વ તારકોનું તથાવિધ અનન્તજ્ઞાનાદિ ગુણોનું સામ્ય હોય છે. પ્રવાહની અપેક્ષાએ આ શાસન અનાદિ પણ છે અને વ્યક્તિની અપેક્ષાએ આ શાસનને આદિવાળું પણ માની શકાય છે. વાસ્તવિક રીતિએ શરણભૂત શાસન : આ જાતિનો આદિ-અનાદિનો વિવેક કરાવનાર સિદ્ધાન્ત ‘સ્વાાદ' તરીકે ઓળખાય છે. કોઇપણ વસ્તુના કોઇ પણ ધર્મના અપલાપથી બચવું હોય અને સર્વ વસ્તુઓના સર્વ ધર્મોનો સ્વીકાર કરી મિથ્યાવાદને તત્ત્વો હોય, તો આ અનેકાન્ત સિદ્ધાન્તને સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. એકાન્તવાદ એ આપેક્ષિક સત્ય હોવા છતાંય, વસ્તુના સ્વીકૃત ધર્મના આગ્રહથી તે જ વસ્તુના અસ્વીકૃત ધર્મોનો અપલાપ કરનાર હોઇને, મિથ્યાવાદ જ ઠરે છે. શ્રી જૈનશાસન વિવક્ષાથી ગૌણમૂખ્ય આદિ રીતિએ વસ્તુના ધર્મને અવશ્ય વર્ણવે છે, પરન્તુ સ્યાદ્વાદિનું પ્રત્યેક થન સાપેક્ષ હોઇને વસ્તુના કોઇ જ ધર્મનો તેમાં અપલાપ થતો નથી. આથી જ આ વિશ્વમાં જો કોઇ યથાર્થવાદી હોય, તો તે તેજ છે, કે જે શુદ્ધ સ્યાદ્વાદના સિદ્ધાન્તને સ્વીકારનારો છ. આ જ કારણ છે કે-શ્રી જૈનદર્શનનું સઘળું જ વર્ણન વિશિષ્ટ, સ્વતન્ત્ર અને સંપૂર્ણપણે યથાર્થવાદી છે. આથી જ અમે ક્હીએ છીએ કે- ‘સાચી સાધનાના અર્થી માટે શ્રી જૈનશાસન એજ એક વાસ્તવિક રીતિએ શરણભૂત છે.' ચેતન કે જડ ઉદ્ભવ કે વિનાશ પામે નહિ : સ્ત્રષ્ટા, અનન્તજ્ઞાનના સ્વામી શ્રી જિનેશ્વરદેવા ફરમાવી ગયા છે કે- આ જગત અનાદિ અનન્ત છે. એનો કોઇ , સંરક્ષક કે સંહારક નથી. ગત હતું, છે અને હશે. જે છે તેનો કોઇ કાળે મૂળમાંથી નાશ નથી અને જે નથી તેની કોઇ કાલે ઉત્પત્તિ નથી. જે કાંઇ ઉદ્ભવ અને વિલય દેખાય છે, તે તેનો અમૂક રૂપે ઉદ્ભવ ક્વિા વિલય છે, પણ મૂલ રૂપે તો વિશ્વમાં એક પણ વસ્તુ નવીન ઉદ્ભવતી નથી કે નાશ પામતી નથી. વસ્તુ રૂપે વિશ્વ સ્થાયી પણ છે અને અવસ્થા રૂપે પરિવર્તન પામનારૂં પણ છે. વિશ્વમાં ચેતન અને જડ-એમ બે પ્રકારની જ વસ્તુઓ વિદ્યમાન હતી, છે અને રહેવાની છે. અનન્તાનન્ત આત્માઓ અને અનન્તાનન્ત પુદ્ગલોનું ધામ, એનું જ નામ ગત છે. ચેતન સાથે જડ કર્મોનો અનાદિકાલીન સંયોગ Page 33 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy