SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માઓ, ક્ર્મશ: પોતાના આત્માને જડ કર્મના અલ્પ અલ્પ સંયોગવાળો બનાવતા જાય છે, અલ્પ પણ સંયોગને તેના વિયોગસાધક બનવામાં સહાયક બનાવી દે છે અને અન્તે ઉત્કટ સાધનાના પ્રતાપે એવા મૃત્યુને પામે છે, કે જે મૃત્યુની સાથે જ આત્મા જ્ડ કર્મના સંયોગથી સર્વથા મુકત બની જાય છે. આત્માની એ શાશ્વત સ્થિતિ હોય છે : કારણ કે-ન્મનું કારણ હોતું નથી એટલે મૃત્યુનો સંભવ નથી અને એ સ્થિતિ દુ:ખરહિત તથા સંપૂર્ણ સુખમય હોય છે : કારણ કે-દુ:ખના કારણનો સર્વથા અભાવ હોવા સાથે, આત્મા સંપૂર્ણ સ્વભાવસ્થતાને પામ્યો હોય છે. સાધનાદર્શક સંબંધી નિશ્ચયની જરૂર : આ જાતિની સાધના એજ ઇષ્ટપ્રાપક સાધના છે, પણ આવી સાધના કરવાને માટે વિશિષ્ટ આલંબનની આવશ્યકતા છે. ધન આદિની સાધનાનો નિષેધ કરવા છતાં પણ, એવા અનેક સાધનાદર્શકો પૂર્વકાલમાં થઇ ગયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થવાના છે, કે જેઓ ચેતન, જ્ડ અને ચેતન-ડનો સંયોગ-એ વિષે યથાર્થ જ્ઞાનને ધરનારા ન હોય. આવાઓએ દર્શાવેલી સાધના ચેતનને જડ કર્મના સંયોગથી સર્વથા મુકત બનાવી, દુ:ખરહિત અને સંપૂર્ણ એવા શાશ્વત સુખનો ભોકતા બનાવવામાં નિષ્ફલ નિવડે, એ સ્વાભાવિક છે. આ કારણે, પોતાના આત્માને કર્મના સંયોગથી સર્વથા મુક્ત બનાવવાની સાધનામાં લયલીન બનાવવાને ઇચ્છનારા પ્રાણિઓએ, સૌથી પહેલાં સાધનાદર્શના સ્વરૂપ વિષે નિશ્ચિંત થવું જોઇએ. એમ નહિ કરનારા આત્માઓ, યથાર્થ સાધનાથી વંચિત રહી જાય છે અને અયથાર્થ સાધનાથી અનેકવિધ કષ્ટો સહવા છતાં પણ, કષ્ટમય સંસારપરિભ્રમણની સ્થિતિને નાબૂદ કરનારા નિવડવાને બદલે, તેને વધારનારા જ નિવડે છે. સાધનાના મૂળભૂત દર્શકોનું સ્વરૂપ અને તેઓ દ્વારાસ્થાપિત શાસન : યથાર્થ સાધનાના મૂળભૂત દર્શક તેઓ જ હોઇ શકે, કે જેઓ અસત્યવાદનાં સઘળાં જ કારણોથી પર બન્યા હોય. રાગ, દ્વેષ અને મોહ આદિ એવા દુર્ગુણો છે, કે જે ઇરાદાપૂર્વના અસત્યમાં કારણભૂત બને અને અજ્ઞાનના યોગે અસત્ય બોલવાનો ઇરાદો ન હોય તોય અસત્ય બોલાય એ સંભવિત છે. રાગાદિ દુર્ગુણો અને અજ્ઞાનના એક લેશથી પણ રહિત હોવાના કારણે, શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમ પુરૂષો જ યથાર્થસાધનાના મૂળભૂત દર્શકો હોઇ શકે છે. એ તારકોએ પોતાના આત્માના અનન્ત જ્ઞાનગુણને પણ પ્રગટાવ્યો હોય છે અને એથી એ તારકો અનન્ત ભૂતકાલનું, વર્તમાન કાલનું અને અનન્ત ભવિષ્યકાલનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય છે. ચેતન અન જ્ડ, પ્રત્યેક પદાર્થનું તેના પ્રત્યેક પરિવર્તન અને તે પરિવર્તનના કારણ આદિનું સર્વતોગામી જ્ઞાન તે તારકોને હોય છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા એ આત્માઓ પણ, એક કાલે તો સંસારના મુસાફરો જ હોય છે. પૂર્વે તો એ તારકોએ પણ અનન્ત કાલ પર્યન્ત આ સંસારમાં પરિભ્રમણ કર્યું હોય છે. એવા આત્માઓમાં એક વિશિષ્ટ કોટિની અનાદિકાલીન યોગ્યતા હોય છે, કે જે જરૂરી સામગ્રીના યોગે ભાસમાન થાય છે. એ યોગ્યતા, એ તારકોને સાચી સાધનાના માર્ગની પ્રાપ્તિ થાય એ પૂર્વે પણ, અનેક રીતિએ ઉત્તમજીવી બનાવે છે. ક્ર્મશ: તેઓ પોતાની યોગ્યતાના બળે સાચી સાધનાના માર્ગમાં સુવિશ્વસ્ત બને છે. એમ સાચી સાધનાના માર્ગમાં સુવિશ્વસ્ત બનેલા તે તારકો પરમ આરાધક બનવા સાથે, પરોપકારની સર્વશ્રેષ્ઠ ભાવનાથી અતિશય ઓતપ્રોત થઇ જાય છે. સારાય વિશ્વના, દુ:ખથી રીબાતા અને સુખ માટે તલસતા જીવોને, સાચી સાધનાનો વાસ્તવિક માર્ગ પમાડવા દ્વારા, દુ:ખમુક્ત અને સુખભાક્ બનાવવાની એ ભાવના હોય છે. એ Page 32 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy