________________
એવા મૃત્યુને નિકટમાં લાવવાનો પ્રયાસ કરવાનો છે અને એજ સાચી સાધના છે. એ સિવાયની જે કોઇ સાધના છે, તે નામ માત્રની સાધના છે. એવી સાધનાઓ ઇષ્ટની પ્રાપક નથી, પણ અવરોધક છે. અજ્ઞાન ગત ઇષ્ટની અવરોધક સાધનાઓને ઇષ્ટપ્રાપક માની બેઠું છે અને એજ કારણ છે કે-તે જીવનની સઘળી જ ક્ષણો ધન, કીર્તિ, સત્તા અને પુત્રપરિવારાદિને મેળવવા માટે ખર્ચી નાખે છે. મૃત્યુ બાદ, ધન આદિ કોઇ જ વસ્તુ સાથે આવતી નથી. આત્મા પ્રયાણ કરી જાય છે અને સુખના સાધન રૂપ માનીને મેળવેલ ધન આદિ જ્યાંનાં ત્યાં રહી જાય છે. આપણી આંખ સામે અનેકો ગયા અને ધનાદિમાંનું કાંઇ જ સાથે લઇ જઇ શકયા નહિ, એ આપણે જોયું. આમ છતાં, એજ ધનાદિને સુખના સાધનરૂપે માનીને, આપણે આપણું જીવન એની જ સાધનામાં ખર્ચી નાખીએ, એ શું ભ્રમ નથી ? અજ્ઞાનપૂર્ણ ક્રિયા નથી ? વળી ધનાદિ વસ્તુઓ શું કેવળ પરિશ્રમથી પ્રાપ્ય છે? આ ગતમાં ધનાદિ માટે પ્રયત્ન કરનારા કેટલા અન ધનાદિની પ્રાપ્તિથી શ્રીમન્ત આદિ બનનારા કેટલા? એક પણ માણસ એવો શોધી શકશો, કે જેને પરિપૂર્ણ ધનાદિની પ્રાપ્તિ થઇ હોય અને એથી જેની ધનાદિ માટેની કામના નાશ પામી હોય ? ધનાદિ માટેના પ્રયત્નો કરનારા લગભગ બધા, છતાં શ્રીમન્ત આદિ થોડા, -એ એક એવી વસ્તુને સૂચવે છે, કે જેની પરિશ્રમ કરનારને પણ અપેક્ષા રહે છે. એ છે-પુણ્ય. ગમે તેટલી મહેનત કરવામાં આવે, પણ પુણ્યના અભાવમાં ધનાદિની પ્રાપ્તિ ય શક્ય નથી અને પ્રાપ્તિ માટેનું પુણ્ય હોવા છતાંય જો ભોગ માટેનું પુણ્ય ન હોય, તો પ્રાપ્ત ધનાદિનો ભોગવટો ય શક્ય નથી. આવી વસ્તુઓ પુણ્યના નારા સાથે જ નાશ પામી જાય છે. જીવનના અન્ત સુધી પુણ્યોદય વર્તતો રહે અને એથી પ્રાપ્ત ધનાદિનો નાશ ન થાય, તોય અત્તે મૃત્યુ બેઠું જ છે, કે જે એનો વિયોગ કરાવનાર છે. આ રીતિએ માનવ માત્રે સૌથી પહેલાં એ વાત તો નિશ્ચિત કરી જ લેવી જોઇએ કે- “ધનાદિની પ્રાપ્તિ માટેની સાધના એ યથાર્થ સાધના નથી. કારણ કે-એ દુ:ખરહિત, સંપૂર્ણ અને શાશ્વત સુખને પમાડનારી નથી.' આટલો નિર્ણય થયા વિના, યથાર્થ સાધનાની રૂચિ જાગે એ સંભવિત જ નથી. યથાર્થ સાધના :
ધનાદિની સાધના બાધક છે.-એવો નિર્ણય કર્યા બાદ, ક્યી સાધના સાધક છે ? -એનો નિર્ણય પણ કરવો રહ્યો. દુ:ખરહિત, સંપૂર્ણ અને શાશ્વત સુખમય દશા પામવાને માટે, એવા મૃત્યુને મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ, કે જે મૃત્યુ પાછળ જન્મ ન હોય. જ્યાં જન્મ છે, ત્યાં દુ:ખનો સર્વથા અભાવ અને સુખનો એકાન્ત સદભાવ શકય નથી. આથી જન્મના કારણનો વિયોગ સાધવો જોઇએ. જે જન્મના કારણથી પર છે, તે દ:ખના કારણથી પર છે. ભિન્ન ભિન્ન ગતિઓમાં, ભિન્ન ભિન્ન યોનિઓ આદિ દ્વારા ભિન્ન ભિન્ન સામગ્રી સાથે થતો જન્મ, આત્માના ભૂતકાલીન અને ભવિષ્યકાલીન જીવનનો સૂચક છે. આત્મા જ એક ગતિમાંથી અન્ય ગતિમાં અને એક સ્થાનમાંથી અન્ય સ્થાનમાં પરિભ્રમણ કરે છે. વસ્તુત: આત્મા જન્મને કે મૃત્યુને પામતો નથી. એ તો હતો, છે અને રહેવાનો છે. મૃત્યુ, એ તો આત્માનું ગત્યન્તર કિવા સ્થાનાન્તરનુ સૂચક છે. અનન્તકાલથી આપણો આત્મા આ રીતિએ ભિન્ન ભિન્ન ગતિઓમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એ પરિભ્રમણનું કારણ જs કર્મનો સંયોગ છે. જે મૃત્યની સાથે આત્મા જઇ ર્મના સંયોગથી સર્વથા મુકત બની શકે છે, તે જ મૃત્યુ ભાવિ જન્મથી સંકળાએલું હોતું નથી. એક વાર જs કર્મના સંયોગથી આત્મા સર્વથા મુકત બની જાય, પછી એને પુન:સંયોગ થતો જ નથી અને એથી પુન:
ન્મ પણ થતો નથી. આ જ કારણ છે કે-આ સંસારમાં જો કોઇ પણ યથાર્થ સાધના હોય, તો તે એક જ છે અને તે આત્માને જડ કર્મના સંયોગથી મુકત બનાવનારી સાધના. આ સાધનામાં લયલીન બનનારા
Page 31 of 234