________________
ધ્યેય એક્સરખું છે. એ ધ્યેય છે-દુ:ખનો નાશ અને સુખની પ્રાપ્તિ. દુઃખ, એ સૌની નાપસંદગીની વસ્તુ છે અને સુખ એ સૌની પસંદગીની વસ્તુ છે. દુ:ખથી સર્વથા રહિત, સુખથી પરિપૂર્ણ અને કાઇ પણ કાળે એમાં પરિવર્તન આવે નહિ કે એનો નાશ સંભવે નહિ-એવી દશા પ્રાપ્ત થઇ જાય, તો કોઇ પ્રયત્ન કરે ? કોઇ કામના કરે ? નહિ જ. અનિષ્ટની અને અપૂર્ણ ઇષ્ટની વિદ્યમાનતા જ કામનાને પેદા કરે છે. અનિષ્ટ ટળે, સંપૂર્ણ ઇષ્ટ પ્રાપ્ત થાય અને એમાં કોઇ કાળે અલ્પતાનો પણ અસંભવ નિશ્ચિત હોય, તો કામનાને અવકાશ જ નથી. સુખ એવું મળી જાય, કે જે દુ:ખના એક અંશથી પણ રહિત હોય : એવી કોટિનું સંપૂર્ણ હોય, કે જેનાથી કોઇ પણ કાળે કોઇ પણ જીવને વિશેષ સુખ મળે એ શક્ય જ ન હોય : અને એવું દુ:ખરહિત તથા સંપૂર્ણ સુખ કોઇ પણ કાળે જો અલ્પતાને કે વિનાશને પામવાનુ ન હોય, તો એવા સુખને પામનાર આત્માઓને કોઇ પણ પ્રકારની ક્યારેય કામના જાગે, એ સંભવિત જ નથી. સાધના ત્યાં સુધી જ આવશ્યક છે, કે જ્યાં સુધી આ જાતિના સુખની પ્રાપ્તિ થઇ નથી.
પ્રચલિત સાધના સિદ્ધિસાધક નથી :
મનુષ્ય આ જાતિના સુખની વાસ્તવિક સાધના કરવામાં જ પોતાના જીવનની સફલતા માનવી જોઇએ. મનુષ્યને દુ:ખ ગમતું નથી એટલું જ નહિ, પણ દુ:ખવાળું સુખે ય ગમતું નથી. ઘણા સુખમાં પણ અલ્પ દુ:ખ હોય, તો તે મનુષ્ય માત્રને ખટક્યા કરે છે. એને એમ થયા જ કરે છે કે- ‘ક્યારે મારૂં આટલું પણ દુ:ખ નાશ પામે ?' એજ રીતિએ જેને અપૂર્ણ સુખ પ્રાપ્ત થયું છે, તે શેષ સુખની ઇચ્છા કર્યા જ કરે છે અને- ‘પ્રાપ્ત સુખ પણ ચાલ્યું જ્વાનું છે' -એ વિચાર પણ માણસને મુંઝવે છે. આથી સૌને પસંદ તો એજ સુખ છે, કે જે દુ:ખ-રહિત પણ હોય, સંપૂર્ણ પણ હોય અને શાશ્વત પણ હોય. આવા વિશિષ્ટ કોટિના સુખને ઝંખનારૂં ગત્ આજે ક્યી જાતિની સાધના કરી રહ્યું છે ? શું જ્ગતની વર્તમાન સાધના એને આ જાતિનું સુખ પમાડવાને સમર્થ છે ? નહિ, તો વર્તમાન સાધના એ ભ્રમ નથી ? ઇષ્ટપ્રાપ્તિની અવરોધક નથી ? સાધક માત્રે આ પ્રશ્ન વિચારવા જેવો છે. જે કામનાથી જે પ્રયત્ન કરવામાં આવતો હોય, તે કામનાથી વિપરીત પરિણામ જો તેજ પ્રયત્નથી આવતુ હોય અગર તો તે પ્રયત્નથી તે કામના સિદ્ધ થતી ન હોય, તો તેના કારણનો તો વિચાર કરવો જોઇએ ને ? સાદામાં સાદી રીતિએ પણ આ પ્રશ્નને વિચારી શકાય છે. દુ:ખરહિત, સંપૂર્ણ અને શાશ્વત સુખ, શું નાશવન્ત સાધનોથી પ્રાપ્ય છે ? જે સાધનો પોતે જ નાશવન્ત છે, જે સાધનો પોતે જ પરિવર્તનના સ્વભાવવાળાં છે, તે સાધનો શાશ્વત સુખ કેમ જ આપી શકે ? ધન, સ્ત્રી, કીતિ, સત્તા અને પુત્રપરિવાર આદિને સુખનાં સાધનો તરીકે કલ્પનાર જરા થોભે. વિવેકી બની વિચાર કરે. એમાંની યી વસ્તુ શાશ્વત છે કે અલ્પતા આદિ પરિવર્તનને પામવાની શક્યતાથી પર છે ? એક પણ નહિ. કેઇ ધનવાનો ભિખારી થઇ ગયા અને કેઇ કીતિશાલિઓ ભયંકર ક્લના ભોગ બની બૂરે હાલે મર્યા. કેઇ સત્તાશાલીઓ સત્તા ગુમાવી બેઠા, એમ ઇતિહાસ ક્યે છે અને સ્ત્રી તથા પુત્રપરિવાર આદિનો નાશ તો નિર્માએલો જ છે. આમ છતાં માનો કે-ધન મળ્યું, કીતિમળી, સત્તા મળી અને સ્ત્રી તથા પુત્રપરિવાર આદિની ય પ્રાપ્તિ થઇ ગઇ : માનો કે-એ બધુંય આપણી પાસે બરાબર વિદ્યમાન રહ્યું. પણ એક દિવસ આપણું મૃત્યુ તો નિયત છે ને ? આજ સુધીમાં કોઇ એવો જન્મ્યો નથી અને ભવિષ્યના અનન્ત કાળમાંય કોઇ એવો જ્ન્મવાનો નથી, કે જેનું મૃત્યુ ન થાય જન્મની સાથે મૃત્યુ તો સંકળાએલુ જ છે. આ સંસારમાં એવો જ્ન્મ સંભવિત જ નથી, કે જે જન્મ મૃત્યુ સાથે સંકળાએલો ન હોય. હાં, એવું મૃત્યુ જરૂર સંભવિત છે, કે જે તેવા જ્ન્મ સાથે સંકળાએલુ ન હોય : અને એવું મૃત્યુ જ, તે પછીની આપણી દુ:ખરહિત, સંપૂર્ણ અને શાશ્વત સુખવાળી દશાનું સૂચક છે. આ સંસારમાં આપણે
Page 30 of 234