________________
સુધી અનંતી વાર મનુષ્ય જન્મને પામીને આરાધના કરે તો પણ તેઓને શુધ્ધ પરિણામ પેદા કરવાનું મન જ થતું નથી. કોઇકાળે શુધ્ધ પરિણામ પેદા થઇ શકતો નથી. આના કારણે એ જીવોનાં ગુણો પણ ગુણાભાસ રૂપે કામ કરતાં હોય છે અને સંસારની વૃધ્ધિમાં કારણભૂત થાય છે.
(૧) અશુધ્ધ ઉપયોગ :- બીજા જીવો પ્રત્યે ઇર્ષાભાવ પેદા કરીને તથા રૌદ્રધ્યાન કે આર્તધ્યાનની અત્યંતતા રાખીને ધર્મની પ્રવૃત્તિ કરવી તથા એક રસથી પાપની પ્રવૃત્તિ કરવી તે અશુધ્ધ પરિણામ કહેવાય છે.
(૨) અશુભ પરિણામ (ઉપયોગ) - વિષયો અને કષાયોની વાસનાઓથી તેની પુષ્ટિ માટેની-વૃધ્ધિ માટેની જે કાંઇ પ્રવત્તિઓ જીવનમાં થાય તે અશુભ પરિણામવાળી પ્રવૃત્તિ કહેવાય છે.
(૩) શુભ પરિણામ (ઉપયોગ) વાળી પ્રવૃત્તિ એટલે જીવનમાં સારી પ્રવૃત્તિ-ધર્મની પ્રવૃત્તિ-દાનાદિ ધર્મની ક્રિયાઓ-દેવ-ગુરૂ ધર્મની આરાધાનાઓ-આલોક-પરલોક્ના સુખના ઉદ્દેશથી કરવી. આવેલા દુ:ખોના નાશના હેતુથી પ્રવૃત્તિ કરવી તે શુભ પરિણામ વાળી પ્રવૃત્તિ કહેવાય છે. આ ત્રણે પ્રકારની પ્રવૃત્તિથી જીવો પાપાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરતા જાય છે અને સંસારની વૃધ્ધિ કરતા જાય છે. એક લઘુકર્મી આત્માઓ જે હોય છે તેજ જીવોને ગુણહીન ગુણસ્થાનકમાં રહીને પણ-ઓધદ્રષ્ટિમાં રહીને પણ આત્મિક ગુણોની પ્રાપ્તિ કરવા માટેના ઉઘાડરૂપે જે જે ગુણોની ખીલવટ પેદા થાય છે તે ક્રમસર આત્માના ઉઘાડમાં ઉપયોગી બને એ રીતે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં જાય છે. આ જીવોની શુભ આરાધના પણ શુધ્ધ પરિણામ પેદા કરવાની લક્ષ્યવાળી જ હોય છે. આથી સરલ સ્વભાવ અને નિ:સ્વાર્થ બધ્ધિ અંતરમાં રહેલી હોય છે. તેઓની સાધના આ પ્રકારે હોય છે. જ્ઞાન અને ક્રિયાની આવશ્યક્તા –
આ જગતમાં સાધના કોણ નથી કરતું? યથાર્થ કે અયથાર્થ, સુખદ કે દુ:ખદ, અલ્પ કે અધિક-એ નિરાળી વસ્તુ છે. એ વિચારણાને દૂર રાખીએ, તો જ્યાં જ્યાં કામના છે ત્યાં ત્યાં સાધના છે. કામનાની પરિપૂર્ણતાને ઉદ્દેશીને કરવામાં આવતા પ્રયત્નો, એ સાધના છે. કામનાવત્ત વિશ્વનું જીવન સાધનામય છે. આમ છતાં “સાધના' ને અંગે વિશિષ્ટ વિચારણાની આવશ્યકતા છે. કામના માત્રથી જેમ ઇષ્ટસિદ્ધિ સંભવિત નથી. સિદ્ધિ-પ્રાપક સાધના માટે સાધનો વિષેનું યથાર્થ જ્ઞાન પણ આવશ્યક છે અને તેને અનુસરતી ક્રિયાશીલતા પણ આવશ્યક છે. જ્ઞાનશૂન્ય ક્રિયા કિંવા ક્રિયાશૂન્ય જ્ઞાન સિદ્ધિસાધક બની શકે નહિ. સાધનોના યથાર્થ જ્ઞાનના અભાવે ઇષ્ટપ્રાપ્તિની અવરોધક ક્રિયાઓ ઇષ્ટપ્રાપ્તિના હેતુથી થાય છે : અને સાધનોનું યથાર્થ જ્ઞાન હોવા છતાં તદનુસારી ક્રિયા ન હોય, તો વિપરીત ક્રિયા ચાલુ હોવાના કારણે ઇષ્ટપ્રાપ્તિ દૂરવર્તીજ બનતી જાય છે. કામનાના યોગ સાધનામાં પ્રવર્તમાન બનેલા જીવમાત્રે આ વસ્તુને સમજી લેવી જોઇએ. કારણ કે-સાધનોના યથાર્થ જ્ઞાન વિના અને વાસ્તવિક સાધનોના આસેવનમાં દત્તચિત્ત બન્યા વિના, આ અનાદિકાલીન વિશ્વમાં અનન્તકાલે પણ કોઇ જ આત્મા ઇષ્ટને સાધી શક્યો નથી, સાધી શકતો નથી અને સાધી શકશે પણ નહિ, એ નિર્વિવાદ વસ્તુ છે. સાધનાનો હેતુ
આ સંસારમાં મનુષ્ય માત્રની પ્રવૃત્તિનું કેન્દ્રિત ધ્યેય કયું છે? કોઇ પૈસા માટે મથે છે, કોઇ કીતિ માટે મથે છે, કોઇ સ્ત્રી માટે મથે છે, કોઇ પુત્ર માટે મથે છે અને કોઇ સત્તા માટે મથે છે. આરીતિએ મનુષ્યો ભિન્ન ભિન્ન પ્રકારની કામનાઓથી ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ પોતપોતાની શક્યતા, અનુકૂળતા અને સમજ મુજબ કરી રહ્યાા છે. પરન્તુ આ સઘળી જ કામનાઓ અને આ સઘળી જ પ્રવૃત્તિઓની પાછળ સૌનું
Page 29 of 234