SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આ લોક્ના અનુકૂળ પદાર્થોની પ્રાપ્તિ માટે મળેલાને વધારવા માટે, ભોગવવા માટે, સાચવવા માટે અને જીવું ત્યાં સુધી ટકી રહે એને માટે તથા આલોકમાં પાપના ઉદયથી આવેલા દુ:ખના નાશને માટે અને પરલોક્માં દેવલોક ઋધ્ધિ સિધ્ધિ સારી રીતે પ્રાપ્ત થાય એવા હેતુ માટે ઇતરદર્શનના દેવ દેવીઓને દેવ તરીકે માનવા, ઇતર દર્શનના સન્યાસીઓ ને ગુરૂ તરીકે માનવા તથા ઇતર દર્શનના ધર્મને ધર્મ તરીકે માનવો અને સેવવો તે લૌકિક મિથ્યાત્વ હેવાય છે. (૨) લોકોત્તર મિથ્યાત્વ : આ લોક્ના સુખ માટે અને દુ:ખના નાશ માટે તથા પરલોક્ના સુખને માટે શ્રી અરિહંત પરમાત્માની દેવ તરીકેની માનતા માનવી. શ્રી અરિહંતની આજ્ઞા મુજ્બ વિચરતાં ગુરૂઓની માનતા માનવી અને અરિહંતે વ્હેલ ધર્મની માનતા માનવી તે લોકોત્તર મિથ્યાત્વ હેવાય છે. આ મિથ્યાત્વથી સમકીત દુર્લભ થાય છે. લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ તે, જે સાધુનો વેષ રાખે અને પોતે નિર્ગુણી હોય, નિવાણીનો ઉત્થાપક હોય, પોતાનો મન:કલ્પિત ઉપદેશ દે, સૂત્રના સાચા અર્થને તોડે, એવા લિગધારી ઉત્સૂત્રના પ્રરૂપને ગુરૂ જાણી માન સન્માન કરે તથા જે સાધુગુણી, તપસ્વી, આચારવાન, બહુયિાવંત હોય, તેની આ લોક્ની ઇચ્છા કરી સેવા કરે, બહુમાન કરે, મનમાં એમ જાણે કે-આની બહુ સેવા કરીશ તો એની મહેરબાનીથી ધન, ઋધ્ધિ, સ્ત્રી, પુત્રાદિ મને મળશે આ લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ. વળી મિથ્યાત્વના છ પ્રકાર નીચે મુજબ કહ્યા છે. (૧) રાગ દ્વેષ ને માહાદિક મહાદોષોથી પરાજિત હરિહર બ્રહ્માદિને મહાદેવ તરીકે માનવા-પૂજ્યા તે લૌકિક દેવગત મિથ્યાત્વ. (૨) ગુરૂના ગુણરહિત એવા પણ અન્યદર્શનીના ધર્મગુરૂઓને ગુરૂ તરીકે માનવા તે લૌકિક ગુરૂગત મિથ્યાત્વ. (૩) હોળી, બળેવ, શીતળાસાતમ ને નાગપાંચમ પ્રમુખ લૌકિક પર્વો કરવા તે લૌકિક પર્વગત મિથ્યાત્વ. (૪) સર્વથા દોષ રહિત વીતરાગદેવની પુત્રાદિની પ્રાપ્તિપ્રમુખ આશાએ માનતા કરવી તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ. (૫) પરિગ્રહધારી ને ભ્રષ્ટાચારી પાસથ્યાદિક જૈન વેષધારી સાધુને ગુણ રહિત છતાં તેને લોકિક સ્વાર્થ સાધવા ગુરૂબુદ્ધિથી માનવા-પૂજ્વા તે લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ. (૬) આઠમ, પાખી પ્રમુખ લોકોત્તર પર્વને આ લોક સંબંધી ક્ષણિક સુખને અર્થે આરાધવા, માનવા તે લોકોત્તર પર્વગત મિથ્યાત્વ. એ સઘળા મિથ્યાત્વના પર્વો મોક્ષાર્થી જીવોએ ચીવટથી તજી દેવા. બીજી રીતે મિથ્યાત્વના બે પ્રકારો હોય છે. (૧) ગુણહીન ગુણસ્થાનક (૨) ગુણયુકત ગુણસ્થાનક (૧) ગુણહીન ગુણસ્થાનક્ને અખાડો પણ કહેવાય છે. આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેલા જીવો ઓધદ્રષ્ટિવાળા જીવો તરીકે પણ ગણાય છે. આ ગુણસ્થાનમાં રહેલા અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી ભવ્ય જીવો અને દુર્લભબોધિ જીવો આર્યદેશાદિમાં મનુષ્ય જન્મ પામીને ધર્મની સામગ્રીને પામીને પાતાના જીવનમાં જે કાંઇ ધર્મ આરાધના કરતાં હોય છે. તેઓ અશુધ્ધ પરિણામથી, અશુભ પરિણામથી કે શુભ પરિણામથી કરતાં હોય છે. નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં કરતાં પૂર્વક્રોડ વરસ Page 28 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy