SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી, પાણીને વનસ્પતિ પ્રમુખ સજીવને નિર્જીવ જલરૂપ લેખવવા. (૮) આકાશમાં રહેલા કેટલાએક નિર્જીવ પુદ્ગલોને સજીવ લેખવવા. (૯) વાયુ (અંગે સ્પર્શતો પવન) રૂપી છતાં તેને અરૂપી-અમૂર્ત લેખવવો. (૧૦) ધર્માસ્તિકાય પ્રમુખ અમૂર્ત-અરૂપી દ્રવ્ય છતાં તેમને રૂપી-મૂર્ત માનવા. બીજી રીતે મિથ્યાત્વના ૨૫ પ્રકારો કહ્યાા છે. અઢાર પાપસ્થાનકની સઝાયો પૈકી ૧૮ મી સઝાયમાં કહેલા મિથ્યાત્વના ૨૧ પ્રકારો ઉપરાંત બીજા ૪ પ્રકારો છે. તેના નામ-(૧) પ્રરૂપણા મિથ્યાત્વ, (૨) પ્રવર્તન મિથ્યાત્વ, (૩) પરિણામ મિથ્યાત્વ ને (૪) પ્રદેશ મિથ્યાત્વ. એક્વીશ ભેદ નીચે પ્રમાણે છે - (૧) દેવમાં અદેવપણાની બુદ્ધિ, (૨) અદેવમાં દેવપણાની બુદ્ધિ, (૩) સુગુરૂમાં કુગુરૂપણાની બુદ્ધિ, (૪) કુગુરૂમાં સગરૂપણાની બુદ્ધિ, (૫) ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ, (૬) અધર્મમાં ધર્મપણાની બુદ્ધિ, (૭) જીવમાં અજીવપણાની બુદ્ધિ, (૮) અજીવમાં જીવપણાની બુદ્ધિ, (૯) મુક્ત (સિદ્ધ)માં અમુકતપણાની બુદ્ધિ, (૧૦) અમુકત (હરિહરાદિક) માં મુક્તપણાની બુદ્ધિ. આ દશ પ્રકારની મિથ્યા સંજ્ઞા કહેવાય છે. (૧) અભિગ્રહિક મિથ્યાત્વ - પોતપોતાના મિથ્યા ધર્મમાં આગ્રહ. (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ - સર્વ ધર્મ સારા છે એવી બુદ્ધિ (૩) અભિનિવેશ મિથ્યાત્વ - સત્ય ધર્મ જાણ્યા છતાં અસત્ય ધર્મનો આગ્રહ ન છોડતાં અસત્યનું પોષણ કરવાની બુદ્ધિ. (૪) સાંશયિક મિથ્યાત્વ-પરમાત્માનાં વચનોમાં શંકાવાળી બુદ્ધિ. અનાભોગિક મિથ્યાત્વ-અજ્ઞાતપણારૂપ તે એકેંદ્રિયાદિક મનવિનાના જીવોમાં હોય છે. બીજા લૌકિક ને લોકોત્તર દેવગુરૂ ને ધર્મ સંબંધી છ પ્રકાર છે તે નીચે પ્રમાણે :(૧) લોકિક દેવગત મિથ્યાત્વ - અન્ય હરિહરાદિ દેવોને દેવપણે માનવા. (૨) લોકિક ગુરૂ: મિથ્યાત્વ - સારંભી ગુરૂને ગુરૂપણે માનવા. (૩) લોકિક પવગત મિથ્યાત્વ - અન્ય દર્શનીઓના પર્વોને પર્વ તરીકે માની તેની કરણી કરવી. (૪) લોકોત્તર દેવગત મિથ્યાત્વ - લોકોત્તર દેવ અરિહંતાદિકની આ લોકના સુખ-ભોગાથું માનતા કરવી. (૫) લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ - લોકોત્તર નિષ્પરિગ્રહી ગુરૂની આ લોકસંબંધી સુખપ્રાપ્તિ માટે ભકિત કરવી. (૬) લોકોત્તર પર્વગત મિથ્યાત્વ - લોકોત્તર પર્વો પર્યુષણાદિની આરાધના આ લોક સંબંધી સુખપ્રાપ્તિ માટે કરવી. હવે ઉપર જણાવેલા વધારેના ૪ ભેદો નીચે પ્રમાણે :મિથ્યા ધર્મની પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ. મિથ્યા ધર્મની પ્રવૃત્તિ-આચરણા કરવી તે પ્રવર્તન મિથ્યાત્વ. પરિણામમાં મિથ્યાભાવ પરિણમેલો હોય-સત્ય ધર્મ ઓળખાયેલ ન હોય તે પરિણામ મિથ્યાત્વ. પ્રદેશ એટલે આત્મપ્રદેશોની સાથે મિથ્યાત્વથી બંધાયેલા કર્મપ્રદેશોનું મળવું તે પ્રદેશ મિથ્યાત્વ. આ પચીશે પ્રકારના મિથ્યાત્વ તજવા લાયક છે. તેના દશ, પાંચ, છ ને ચાર - એ પ્રકારોમાં બધા (૨) Page 26 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy