________________
સંકલ્પચિતવન વડે સાંવયિ મિથ્યાત્વ કહયું છે. સર્વે લિગીઓ (સર્વે દર્શનના સાધુઓ) આગમ રૂપ છે. (પોત પોતાના દર્શન પ્રમાણે સાધુ ધર્મવાળા છે), સર્વે દેવો આગમરૂપ છે, અને સર્વે ધર્મો પણ શ્રેષ્ઠ આગમવાણા (પોત પોતાના શાસ્ત્ર પ્રમાણે પ્રમાણભૂત) છે, એવા પ્રકારની પુરૂષોની જે બુદ્ધિ તેને લોકો વૈનયિક બુદ્વિ-મધ્યસ્થ બુદ્ધિ કહે છે (અર્થાત્ તે વૈનાયિo મિથ્યાત્વ કહ્યાં છે.) ચર્મકારનું મંડળ (અંશો વડે જેમ ભોજન પામે) ચર્મના-ચામડાના લવો-અંશો વડે જેમ ભોજ્ય ન પામે (સારા ભોજનને પામી શકે નહિ) તેમ કુહેતુ અને કુદ્રષ્ટાંતોવડે (આગ્રહથી ઉત્પન્ન થયેલ કુતર્કો વડે) ભરેલો-વ્યાપ્ત થયેલો જીવ તત્ત્વ પામતો નથી, (તે પૂર્વયુદ મિથ્યાત્વ કહેવાય) જ્વર (તાવ)વાળા જીવને જેમ કડવો રસ પણ મધુર લાગે છે, તે દોષ વ્યાપ્ત મનવાળો અને તેથી વિપરીત શ્રદ્ધાવાળો થયેલો જીવ અસત્યને પણ સત્ય માને છે (તે વિપરિત મિથ્યાત્વ કહેવાય) જેમ જન્મથી અંધ થયેલ પુરૂષ મનોજ્ઞ કે અમનોજ્ઞ રૂપને સર્વથા દેખી શકતો નથી, તેમ સ્વભાવથીજમિથ્યાદ્રષ્ટિ એવો દીન (પામર) જીવ તત્ત્વ કે અતત્ત્વને જાણી શકતો નથી (તે નિસમિથ્યાત્વ કહેવાય).
યુકતાયુકતની બેંચણ રહિત (આ યોગ્ય કે અયોગ્ય છે એમ નહિ જાણનારો) એવો મુઢદ્રષ્ટિવાળો જીવ (મુંઝવણવાળો જીવ) રાગીને દેવ ધે છે, પરિગ્રહીને સાધુ ધે છે, અને પ્રાણિહિસાને ધર્મ કહે છે (તે સંમોહ મિથ્યાd કહેવાય) શ્રી જીનેશ્વરોએ પ્રરૂપેલા પદાર્થોની અશ્રદ્ધારૂપ લક્ષણવાળા એ એકાન્તિક આદિ ભેદ વડે મિથ્યાત્વના ૭ ભેદ કહ્યા. જેમ ધાતુક્ષયના (ક્ષયના) રોગીને જે અન્ન ઉપર રૂચિભાવ (ન હોય) તેમ એ જીવોને જીનેન્દ્ર ધર્મને વિષે ધર્મરૂચિ (આજ ધર્મ છે એવી ખાત્રી) હોતી નથી તેવી રીતે મિથ્યાદ્રષ્ટિપણાથી જીનેશ્વરના ધર્મને વિષે એવા જીવોને ધર્મ પ્રત્યે રૂચી થતી નથી. પાંચ રંગો વડે ભાવિત કર્યા છતાં (એટલે રંગ્યા છતાં) પણ નીલી (ગળીનો રંગ અથવા ગળીના રંગવાળું વસ્ત્ર) નિશ્ચયે પોતાની કૃષ્ણતા (કાળાશ) છોડતી નથી તેમ દ્રવ્ય પરિકર્મણાઓ વડે (તથાવિધ દ્રવ્યાદિ સામગ્રીઓ પ્રાપ્ત થવા છતાં પણ) અભવ્ય જીવોનું મિથ્યાત્વ છૂટી શકતું નથી. જેમ ઉપધાતુ (ત્રાંબા અને લોહ સિવાયની ધાતુ) પારસમણિના સ્પર્શવડે પણ સુવર્ણપણું પામતી નથી તેમ યોગ્યતા રૂપ ઉપાદાન વિના (એટલે મુકિતની યોગ્યતારૂપ મૂળ કારણ વિના) અભવ્ય જીવ પણ (મિથ્યાત્વ છોડી સમ્યકત્વ પામી શકતો નથી, કારણ કે અભવ્યને તથાવિધ યોગ્યતાનો અભાવ હોય છે.) (ઉપર ધેલા ઉપધાતુના દ્રષ્ટાંતે અભવ્ય જીવ) જો કે જ્ઞાન-દર્શન ઇત્યાદિ લક્ષણ રૂપ ગુણ વાળો આત્મા છે, તો પણ આગમરૂપી પારસમણિના સ્પર્શ વડે કદીપણ સિકત્વ પામી શકતો નથી. એ જીવોને (અભવ્યોને) ઉપર કહેલ મિથ્યાત્વોમાંથી અભિનિવેષ મિથ્યાત્વવર્જીને બાકીનાં ચારે પ્રકારનાં મિથ્યાત્વ અનાદિ અનંત કાળ સુધી અનંત પુગલપરાવર્ત સુધી હોય છે. હવે જે આઠમું મિથ્યાત્વ દ્રષ્ટિ યુકત નામવાળું (મૂહદ્રષ્ટિ મિથ્યાત્વ) કહ્યું છે.
બીજી રીતે મિથ્યાત્વના ૧૦ પ્રકારો કહા છે. (૧) ધર્મને અધર્મ જાણવો-મુનિના સર્વોત્તમ ત્યાગમાર્ગને આપમતે અધર્મ માનવો. (૨) હિસાદિક અધર્મને ધર્મરૂપ માની દેવી પાસે કે યજ્ઞ પ્રસંગે પશુવધ કરાવવો.
) સમ્યગુજ્ઞાન અને ચારિત્ર-સદાચરણ રૂપ ક્રિયા સાથે મળ્યા વગર મોક્ષ માર્ગ મળતો નથી, છતાં આપમતે તેનું ખંડન કરવું ને ખરામાર્ગને ઉન્માર્ગ કહેવો. (૪) એકાન્ત જ્ઞાન કે એકાન્ત ક્રિયાથીજ મોક્ષ છે, આ ઉન્માર્ગને માર્ગ માની તેની પુષ્ટિ કરવી.
શઠ માર્ગગામી સંત સાધુ પાસે પોતાનો તુચ્છ સ્વાર્થ નહીં સરવાથી તેમને અસાધુ માનવા. ઉન્માર્ગગામી-માર્ગભ્રષ્ટ અસાધને સ્વાર્થવશ થઇ સાધુ લેખવવા.
(
૫).
Page 25 of 234