________________
નહિ જ બનવું જોઇએ. ધર્મની સામગ્રીને પામેલા જીવોએ “મારા મિથ્યાત્વની મન્દતા થઇ છે કે નહિ ?' -એ જોવાને માટે બેસી રહેવાની જરૂર નથી. કોઇ પણ કર્મ જ્યાં સુધી એક કોટાકટિ સાગરોપમ પ્રમાણ પણ હોય, ત્યાં સુધી તો એ જીવને, તમે પામ્યા છો તેવી ધર્મપ્રવૃત્તિની પ્રાપ્તિ પણ થતી નથી એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણથી પણ કર્મસ્થિતિ જ્યારે લઘુ બને છે, તેવા કાળમાં જ તમને મળી છે તેવી ધર્મપ્રવૃત્તિની પ્રાપ્તિ જીવને થઇ શકે છે. જે કોઈ જીવ આવી ઉત્તમ કોટિની ધર્મપ્રવૃત્તિને પામે, તે મહા ભાગ્યવાન છે; પણ એ મહા ભાગ્યવાનપણાને ટકાવવાને માટે તથા વધારવાને માટે, મળેલી ધર્મસામગ્રીનો સારામાં સારો ઉપયોગ કરી લેવાની જીવની કાળજી હોવી જોઇએ. ધર્મસામગ્રી મળવા છતાં પણ જેઓ તેનો સદુપયોગ નથી કરતા, તેઓ તો ધર્મસામગ્રીને નહિ પામેલા જીવોની જેમ હારી જાય છે, અને જેઓ મળેલી ધર્મસામગ્રીનો અનાદર કરીને તેનો દુરૂપયોગ કરે છે, તેઓના દુર્ભાગ્યનું તો પૂછવું જ શું ? ધર્મસામગ્રીની પ્રાપ્તિ માટે જેમ પુણ્ય જોઇએ, તેમ પ્રાપ્ત થએલી ધર્મસામગ્રીને સફલ કરવાને માટે લાયકાતની જરૂર છે. ધર્મસામગ્રીને પામેલા આત્માઓએ ધર્મની પ્રાપ્તિ માટે તેમજ પ્રાપ્ત ધર્મને ટકાવવાને તથા વધારવાને માટે લાયકાત કેળવવી જોઇએ અને જેમ જેમ લાયકાત આવતી જાય, તેમ તેમ એ લાયકાતને વધુ ને વધુ જોરદાર ને નિર્મળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તમને મળેલી ધર્મસામગ્રીને સફળ બનાવવાને માટે તમે કેટલા કાળજીવાળા છો અને કેટલા પ્રયત્નશીલ છો, એ તમે તો જાણો છો ને ? તમારી જેમ શ્રી હરિભદ્ર પુરોહિત પણ વર્યા હોત, તો જે પરિણામ આવ્યું તે આવત ખરું ? શ્રી હરિભદ્ર પુરોહિતે તો પોતાને મળેલા ઉત્તમ નિમિત્તનો ઉત્તમ પ્રકારે સદુપયોગ કર્યો. ગુરૂમહારાજ તેમને જૈની દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું, એટલે અમણે તેમ કર્યું. જૈન મુનિ બનીને એ મહાભાગ ગુરૂકુલવાસને સેવતા થકા શાસ્ત્રની મર્યાદા મુજબ રત્નત્રયીની આરાધનામાં રત બન્યા. એના પરિણામે ગુરૂકૃપાથી તેઓ સમર્થ શાસ્રવેદી આચાર્ય ભગવાન શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા બન્યા. શ્રી જિનાગમોના પરિશીલનથી શ્રી જિનાગમોના પારદર્શી બન્યા પછી, એ મહાપુરૂષ એવા પણ ઉગાર કાઢ્યા છે કે -
__ "हा ! अणाहा कहं हुंता जइ न हुँतो जिणागमो ?" એટલે કે-જો શ્રી જિનાગમ હોત નહિ, તો હા ! અનાથ એવા અમારું થાત શું? શ્રી જિનાગમોના પરિશીલનના પ્રતાપે એ પુણ્યપુરૂષને પોતાની પૂર્વની અનાથ દશાનું ભાન થયું. મિથ્યાત્વના યોગે નિપજેલી ઘેલછા ગયા વિના, અનાથ જીવોને પણ પોતાના અનાથપણાનું ભાન થતું નથી. જેઓને પોતાના અનાથપણાનું ભાન હોય નહિ, તેઓ નાથની શોધમાં નીકળે જ શાના? અરે, નાથ સામે આવી જાય તોય એને આવકારે શાને ? આપણને પણ જો એમ થાય કે-શ્રી જિનેશ્વરદવના યોગે જ આપણે આજે સનાથ છીએ, તો જ આપણે સાચા નાથ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સાચી આરાધના કરી શકીએ.
બીજી રીતે મિથ્યાત્વના આઠ પ્રકારો હોય છે. (૧) એકત્તિક (૨) સાંશયિક (૩) વૈયિક (૪) પૂર્વવ્યદ્યાહ (૫) વિપરિતરૂચિ (૬) નિસર્ગ (૭) સંમોહ અને (૮) મૂઢદ્રષ્ટિમિથ્યાત્વ. આ રીતે આઠ પ્રકારના મિથ્યાત્વ છે.
- હવે એ આઠ મિથ્યાત્વનાં લક્ષણ ગ્રન્થકાર પોતે કહે છે તે આ પ્રમાણે:- જીવ સર્વથા ક્ષણિક (અનિત્ય) છે, અથવા જીવ સર્વથા અક્ષણિક (એટલે નિત્ય) છે. તથા જીવ સર્વથા સગુણ છે અથવા સર્વથા નિર્ગુણ છે, ઇત્યાદિ રીતે એકાન્ત ભાષા બોલનાર જીવને તે સાંયાય મિથ્યાત્વ કર્યું છે. સર્વજ્ઞ વીતરાગ ભગવંતે જે જીવ અજીવાદિ ભાવો જે રીતે કહ્યા છે તે રીતે સત્ય હશે કે નહિ? એવા
Page 24 of 234