________________
તો મારી પ્રતિજ્ઞાનું પાલન કરવાને માટે સર્વ રીતિએ તૈયાર હતો, એ માટે તો જૈન સાધ્વીજીની પાસે જઇને અર્થ કહેવાની અને શિષ્ય બનાવવાની માગણીય કરી, પણ એ સાધ્વીજીએ એ ગાથાનો અર્થ કહ્યો નહિ, તેમાં હું શું કરું? હું તો પ્રતિજ્ઞાથી છૂટ્યો !' આવા આવા વિચારોથી શ્રી હરિભદ્ર પુરોહિત પોતાના મનને જરૂર મનાવી શકત, પણ એમને એ રીતિએ પોતાના મનને મનાવવું નહોતું. “સોદો સીધો પડશે તો માલ લઇશું અને સોદો ઉંધો પડશે તો શું લેવું છે કે શું દેવું છે ?' –એવા દેવાળીયા વહેપારિના જેવી એમની પ્રતિજ્ઞા નહોતી. એમણે જે સમયે પ્રતિજ્ઞા કરી હશે, તે સમયે એમને એ પ્રતિજ્ઞાનું પાલન કરવાનો સાચે જ સમય આવી લાગશે-એવી તો કદાચ કલ્પના સરખી પણ નહિ હોય; પણ પ્રતિજ્ઞા કરતી વેળાએ એ વાત તો એમના મનમાં સુનિશ્ચિત જ હતી કે-જો એવો સમય આવી જ લાગે તો સર્વસ્વના ભોગે પણ મારે મારી પ્રતિજ્ઞાનું પાલન કરવું છે. પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવાને માટે એ પૂરે પૂરા પ્રમાણિક હતા, માટે તો સાધ્વીજીએ જ્યારે ગુરૂમહારાજ પાસે જવાનું કહ્યું ત્યારે શ્રી હરિભદ્ર પુરોહિત કશી પણ આનાકાની કર્યા વિના ત્યાંથી નીકળ્યા અને પોતાના સ્થાને આવ્યા. બીજે દિવસે જ્યાં ગુરૂમહારાજ હતા ત્યાં પહોંચ્યા, ગુરૂમહારાજની પાસે પહોંચીને તેમણે પોતાની સઘળી હકીકત જણાવી, ત્યારે ગુરૂમહારાજ શું કહ્યું તે જાણો છો ? ગુરૂમહારાજે ગાથાનો અર્થ કહેવાને બદલે એમ કહાં કે-જો આ ગાથાનો અર્થ જાણવો હોય તો પહેલાં જૈની દીક્ષા ગ્રહણ કરો અને શ્રી જૈનશાસનના ક્રમ મુજબ શ્રી જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરો ! હવે શું થાય ? શ્રી હરિભદ્ર પુરોહિત જૈની દીક્ષા લઇ લે ? વગર સમજ્ય અને વગર નિર્ણયે પોતાના દર્શનનો ત્યાગ કરે? શ્રી જૈનદર્શનનો સ્વીકાર કરે ? અને શ્રી જૈની દીક્ષા લઇને જૈન સાધુપણું પાળે ? ત્યાં એ ચર્ચા કરવાને પણ તૈયાર થાય નહિ? એમને પ્રતિજ્ઞાય હતી અને એમને એ પ્રતિજ્ઞા પાળવીયા હતી, પણ એ માટે આ બધું શું ? પોતાનો મત છોડીને જૈન સાધુ થઇ જવું? શ્રી હરિભદ્ર પુરોહિતે તો એ વાત પણ બૂલ કરી. એ વાત કબૂલ કરી એટલું જ નહિ, પણ તરત જ શ્રી હરિભદ્ર પુરોહિતે એ વાતનો અમલ કર્યો. કારણ ! પોતાની પ્રતિજ્ઞાના પાલન માટે એ પૂરેપૂરા પ્રમાણિક હતા ! એક મિથ્યાદ્રષ્ટિ. મિથ્યાદર્શનના પરમ ઉપાસક અને ચૌદ વિદ્યાઓમા પ્રવીણ એવા સમર્થ વિદ્વાનની આ સરલતા તો જૂઓ ! ખરેખર, એમના ઘમંડ સાથે એમની આ સરલતાને પણ યાદ રાખવાની જરૂર છે. મિથ્યાત્વની મન્દતા વિના મિથ્યાદર્શનના એવા સમર્થ વિદ્વાનમાં આવી અપૂર્વ કોટિની સરલતા સંભવિત નથી. તે સમયે એ મિથ્યાદ્રષ્ટિ હતા, તેમ છતાં પણ તેમનું આ આચરણ હરેક રીતિએ અનુમોદનાપાત્ર છે; એટલું જ નહિ, પણ આપણામાં જો આ ગુણ ન હોય તો આપણે એને મેળવવાને માટે આ પ્રસંગને આદર્શ બનાવવો જોઇએ. એ જ આપણા ગુણરાગને છાજે. સામગ્રીના સદુપયોગનો પ્રતાપ :
પ્રભુશાસનને પામવાને માટે મિથ્યાત્વના ક્ષયોપશમાદિની અનિવાર્ય જરૂર પડે છે. મિથ્યાત્વના લયોપશમાદિ વિના કોઇ પણ જીવને સાચા રૂપમાં ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોના શાસનની પ્રાપ્તિ થઇ શકતી જ નથી. મિથ્યાત્વનો એવો ભયોપશમાદિ મિથ્યાત્વના ઉદયવાળા પણ મિથ્યાત્વની મન્દતાના કાળમાં જ સુસાધ્ય બને છે. એવા મિથ્યાત્વની મન્દતાના કાળમાં, જીવને જો પુણ્યના પ્રતાપે ધર્મસામગ્રીનો પ્રાપ્તિ થઇ જાય છે, તો એ જીવ ઘણી જ સહેલાઇથી ધર્મને પામી શકે છે. જો કે-નૈસર્ગિક રીતિએ પણ જીવોને મિથ્યાત્વનો ક્ષયોપશમાદિ થવા દ્વારા સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઈ શકે છે, તો પણ તેવાય જીવો તેવા પ્રકારના અપૂર્વ પરિણામોને મિથ્યાત્વની મન્દતાના કાળમાં જ પામી શકે છે. પૂર્વના પુણ્યના પ્રતાપે જે જીવોને ધર્મની સામગ્રી મળી ગઇ છે. તે જીવોએ તો ધર્મને પામવાના વિષયમાં લેશ માત્ર પણ પ્રમાદી
Page 23 of 234