________________
જેનિમિત્તે આવું અનુપમ પરિવર્તન શક્ય બનાવ્યું, તે નિમિત્ત વિષે પણ તમે કદાચ સાંભળ્યું હશે. એક વાર એવું બન્યું કે-જે સમયે રાજપુરોહિત શ્રી હરિભદ્ર રામહેલથી નીકળીને પોતાના આવસ તરફ ઇ રહ્યા હતા, તે સમયે કોઇના દ્વારા બોલાતી ‘વિદુર્ગં’ એવા આદિપદવાળી ગાથા તેમના સાંભળવામાં આવી. ગતમાં એવું કોઇ વચન જ નથી, કે જેને હું સમજી શકું નહિ - આવું માની બેઠેલા એ રાજ્બુરોહિતે આ ગાથા સાંભળી, પણ એ ગાથાનો ભાવ એમની સમમાં આવ્યો નહિ. એ ત્યાંના ત્યાં થંભી ગયા. રાત્રિનો સમય ઘણો વહી ગયો હતો અને ઘરે પહોંચવામાં વિલમ્બ થતો હતો, પણ જે સાંભળ્યું તે સમજાય નહિ ત્યાં સુધી આગળ કેમ વધાય ? એમણે વારંવાર વિચાર ર્યો, ઘણો ઘણો પ્રયત્ન કર્યો, વિદ્વત્તા તથા બુદ્ધિના ખજાના જેવા પોતાના મગને ખૂબ ખૂબ સ્યું પણ કેમેય કરતાં શ્રી હરિભદ્ર પુરોહિત સાંભળેલી ગાથાના મર્મને પામી શક્યા નહિ. હવે એ શું કરે છે. એજ ખાસ મહત્વનું છે. એ કંટાળીને ઘરે ચાલી જ્વાનો વિચાર કરતાં નથી. અત્યાર સુધીમાં જેટજેટલાં વચનો મારા કાને પડ્યાં જેટજેટલા વચનો મેં વાંચ્યાં. તે સઘળાંય વચનોને હું બરાબર સમજી શક્યો છું. એટલે આ એક વચન ન સમજાયું તોય શું ? આજે નહિ સમજાય તો કાલે સમજાશે અને કદાચ કાલે પણ નહિ સમજાય તો શું વહી જશે ? મૂકો પંચાત ! -આવા આવા વિચારોનો એક અંશ પણ તેમને સ્પર્શી શક્યો નહિ. એ તો તે ને તે સમયે જ નહિ સમજાયેલું સમજ્જાને માટે પ્રવૃત્ત બન્યા. આવી રીતિએ નહિ સમજાએલું સમજ્જાને માટે પ્રવૃત્ત થવામાં કેવી મોટી મુશ્કેલી હતી, એ જાણો છો ને ?
સ. જેના વચનને સમજી શકાય નહિ, તેના શિષ્ય બની જ્વાની તેમણે પ્રતિજ્ઞા કરી હતી.
એ જ વાત છે, પણ એ પ્રતિજ્ઞાને પાળવામાં એ જો અપ્રમાણિક બને તો કોઇ એમને બલાત્કારે શિષ્ય બનાવી શકે તેવું નહોતું. તેઓ જો પોતાની કરેલી પ્રતિજ્ઞાને બીનવફાદાર નિવડે, તો તેમની પ્રતિજ્ઞાનું તેમની પાસે પાલન કરાવી શકાય એવા સંયોગો જ નહિ હતા. વળી એવા સંયોગો જરૂર હતા, કે જે સંયોગો એમને જો એમની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ઢીલા બનવું હોય, તો ઢીલા બનાવવામાં અને પ્રતિજ્ઞાનો ભંગ કરાવવામાં પણ સહાયક બની શકે. એ સંયોગોનો વિચાર કરો. શ્રી હરિભદ્ર પુરોહિતને જ્યારે સાંભળલી ગાથાનો ભાવ સમજાયો જ નહિ, એટલે એમણે એ ગાથાના ઉચ્ચારનારની પાસે જ્વાનો નિર્ણય કર્યો. એ મકાનમાં સાધ્વીઓનો નિવાસ હતો. એક વયોવૃદ્ધ સાધ્વીજી રાત્રિના સમયે સ્વાધ્યાય કરતાં હતાં અને એ સ્વાધ્યાય દરમ્યાન જ પેલી ‘વિği’ આદિપદવાળી ગાથા બોલાઇ હતી. શ્રી હરિભદ્ર પુરોહિત એ સાધ્વીજીની પાસે પહોંચ્યા અને જે ગાથાનો અર્થ પોતાને સમજાયો નહોતો, તે ગાથાનો અર્થ સમજાવવાની વિનંતિ કરી. એ વયોવૃદ્ધ સાધ્વીજી પણ મર્યાદાશીલ હતાં. એમને લાગ્યું કે - આમને એ ગાથાનો અર્થ મારાથી વ્હેવાય નહિ. આમને તો ગુરૂમહારાની પાસે જ મોક્લવા જોઇએ. આથી એ વયોવૃદ્વ સાધ્વીજી શ્રી હરિભદ્ર પુરોહિતને ક્યે છે કે- ‘જો એ ગાથાનો અર્થ જાણવો હોય તો જાવ અમારા ગુરૂ મહારાજ પાસે.' વિચાર કરો સંયોગોનો. ગાથા બોલનાર કોણ ? જૈન અને તેમાંય વયોવૃદ્વ સાધ્વી, જ્યારે શ્રી હરિભદ્ર પુરોહિત એટલે શ્રી જૈનદર્શનના કટ્ટર વિરોધી અને સમર્થ વિદ્વાન પુરૂષ ! આમ છતાંય, એ નહિ સમજાએલી ગાથાને બોલનાર સાધ્વીજીની પાસે જઇને શ્રી હરિભદ્ર પુરોહિત એમને નમે છે, નહિ સમજાએલી ગાથાનો અર્થ પૂછે છે અને એ ગાથાનો અર્થ પોતાને સમજાયો નહિ એ માટે જ તેમના શિષ્ય બની જવાની તૈયારી દેખાડે છે ! ત્યારે સાધ્વીજી શું ક્યે છે ? ગુરૂ પાસે વાનું ! હજૂ આગળ જૂઓ. સાધ્વીજીના ઉત્તરથી શ્રી હરિભદ્ર પુરોહિતને જરાય કંટાળો આવતો નથી. પ્રતિજ્ઞાનું પાલન કરવાના નિશ્ચયમાં એ જો થોડા પણ ઢીલા હોત, તો અહીં એ પોતાના મનને મનાવી શક્ત. ‘હું
Page 22 of 234