________________
(૫)
આ મિથ્યાત્વમાં પણ પાંચે પ્રકારના જીવો હોય છે. એક જાતિભવ્ય સિવાયના જાણવા. અનાભોગિક મિથ્યાત્વ :
અનુપયોગપણાથી રહેલું મિથ્યાત્વ તે અનાભોગિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ એકેન્દ્રિયથી અસન્ની પંચેન્દ્રિય સુધીનાં જીવોને હોય છે માટે આ મિથ્યાત્વના ઉદયવાળા છએ પ્રકારના જીવો હોય છે.
આ અભિગ્રહિક આદિ પાંચ પ્રકારના મિથ્યાત્વોમાં અનભિગ્રહીક મિથ્યાત્વ-સાંશયિક મિથ્યાત્વ અને અનાભોગિક મિથ્યાત્વ આ ત્રણ મિથ્યાત્વો મિથ્યાત્વનું ફલ નિપજાવવામાં આભિગ્રહીક મિથ્યાત્વ અને આભિનિવેષીક મિથ્યાત્વ આ બે મિથ્યાત્વોના જેટલા ભયંકર અને જોરદાર હોતા નથી.
સદુપદેશના યોગે પરિવર્તન પામવાનો ગુણ અને ગુરૂ પરતંત્ર બનવાનો ગુણ આ બન્ને ગુણાનો મિથ્યાત્વના ત્યાગમાં અને સમ્યક્ત્વના પ્રકટીકરણમાં ઘણો મોટો હિસ્સો હોઇ શકે છે. મિથ્યાત્વની ક્રિયાઓમાં અતિશય રકત એવા પણ મિથ્યાદ્રષ્ટિઓ (મિથ્યાદ્રષ્ટિ આત્માઓ) આ બે ગુણોના યોગે મિથ્યાત્વનું વમન કરીને પરમ સભ્યદ્રષ્ટિ બની શકે છે. આભિગ્રહિક મિથ્યાત્વ અને આભિનિવેષિક મિથ્યાત્વ એ બન્ને મિથ્યાત્વો આ બે ગુણોને રોક્નારા હોય છે અને એથી પણ એ બે મિથ્યાત્વો ઘણી જ
ભયંકર કોટિના ગણાય છે. અનભિગ્રહિક મિથ્યાત્વ-સાંશયિક મિથ્યાત્વ અને અનાભોગીક મિથ્યાત્વ એ ત્રણ મિથ્યાત્વો પણ અવશ્ય તવા યોગ્ય છે પણ એ ત્રણ મિથ્યાત્વો પોતાના સ્વામિઓના સદુપદેશથી પરિવર્તન પામવાના ગુણને અને ગુરૂ પરતંત્ર બનવાના ગુણને રોકી શકતા નથી. સત્યાસત્યના વિવેકને પામવામાં સહાયક જે માધ્યસ્થ્ય નામનો ગુણ છે તે ગુણને પણ રોધનાર આભિગ્રહિક મિથ્યાત્વ અને પોતે પકડેલ અસત્ય છે એવું સમજાવવા છતાં પણ અસત્યનો ત્યાગ અને સત્યનો સ્વીકાર નહિ કરતાં પોતાના પકડેલા અસત્યને જ વળગી રહેવાનું ભયંકર પાપ કરાવનાર આભિનિવેષિક મિથ્યાત્વ. આ બન્ને મિથ્યાત્વોની અથવા તો આ બે પૈકીના કોઇપણ એક મિથ્યાત્વની હાજરી જ્યાં હોય ત્યાં ગુણપ્રાપ્તિના માટેનો અવકાશજ અસંભવિત જેવો બને છે. આભિગ્રહિક મિથ્યાત્વ જ્યારે સન્માર્ગને પામવામાં અંતરાય કરનાર છે ત્યારે આભિનિવેષિક મિથ્યાત્વ જીવને સન્માર્ગથી વ્યુત કરીને ઉન્માર્ગે ચઢાવી દે છે અને સહેલાઇથી સન્માર્ગની પ્રાપ્તિ થવા દેતું નથી.
અભિગ્રહિક મિથ્યાત્વ છતાં પકડવાળું મિથ્યાત્વ નહોતુ માટે હરિભદ્રપુરોહિત રાજરાજેશ્વરનેય પૂજ્ય બની શક્યા તે આ પ્રમાણે :
હરિભદ્ર પુરોહિત પ્રથમથીજ ઉન્માર્ગે હતા, એટલે તેમને માટે આભિનિવેષિક મિથ્યાત્વની તો લ્પના થઇ શકે નહિ જ, પરન્તુ તેમની જે પરિસ્થિતિ હતી-તેવી પરિસ્થિતિમાં સૂસંભવિત ગણાય તેવું આભિગ્રહિક મિથ્યાત્વ પણ તેમનામાં નહોતું. ‘હું સઘળું જ સમજી શકું' -એવો પોતાની વિદ્વત્તાનો ગર્વ શ્રી હરિભદ્ર પુરોહિતમા જરૂર હતો. પણ કોઇ વચન ન સમજાય તે છતાંય તે વચનને સમજ્યાનું ઘમંડ રાખીને જીવનને પસાર કરવું એવા દુર્ગુણને પેદા કરનારૂં મિથ્યાત્વ તેમના આત્મામાં નહોતું. એમનામાં જો એ મિથ્યાત્વ હોત તો પછીથી એ વા ઉપાસ્ય, વિશ્વસ્ય અને ઉપકારી બની શક્યા, તેવા તે હરગીજ બની શકત નહિ. અભિગ્રહિક મિથ્યાત્વનો અભાવ અને સુન્દર કોટિની સરલતાનો યોગ-કે જે સરલતા મિથ્યાત્વની મન્દતા વિના શક્ય નથી-એના પ્રતાપે જ શ્રી હરિભદ્ર પુરોહિત રાજપુરોહિત મટીને રાજરાજેશ્વરનેય પૂજ્ય એવા પરમ શાસનપ્રભાવક આચાર્ય ભગવાન બની શક્યા. પ્રતિજ્ઞાપાલનની અપૂર્વ તત્પરતા :
Page 21 of 234