________________
સન્યાસીઓને (તાપસોને) મિથ્યાત્વ દૂર કરીને સમ્યક્ત્વી બનાવી સંયમી બનાવ્યા. તે આ પ્રમાણે બપ્પભટ્ટસૂરિમહારાજાએ નાનપણમાં દીક્ષા લીધેલી. શાળામાં રાજાનો દીકરો અને આ બન્ને સાથે ભણતા અને મિત્રો બનેલા હતા. સંયમી થઇને સુંદર આરાધના કરી જ્ઞાનાભ્યાસ પણ સારો કરતાં હતા. રાજાનો દીકરા આમ રાજા બન્યો એટલે વંદન કરવા આવ્યો અને તે તે મહાત્માનો ભગત થઇ ગયો છતાંય આમ રાજા સરલ હોવાથી ગુરૂને વ્હેતા કે તમો ગમો છો પણ તમારો ધર્મ મને ગમતો નથી. ઘણું સમજાવે પણ ધર્મ રૂચે નહિ. તેમાં એક્વાર વાત નીકળતા કહ્યું કે આ આશ્રમમાં અમારા હજાર સન્યાસીઓછે તેઓને પ્રતિબોધ કરી સંયમ આપી લઇ આવો તો તમારો ધર્મ મને ગમે તે સાંભળીને બપ્પભટ્ટસૂરિ તે આશ્રમમાં ગયા. સન્યાસીઓને શ્રી વીતરાગદેવનું સ્વરૂપ સમજાવતાં આવું સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ, શંકર કે મહાદેવમાં નથી એમ સાંભળ્યું એટલે સન્યાસીઓએ કહ્યું તો પછી આ દેવ કોણ ? તો કહ્યું અરિહંત જ આવા દેવ હોઇ શકે તેમનું સ્વરૂપ સમજાવી મિથ્યાત્વ દૂર કરી સમ્યક્ત્વ પ્રાપ્તિ કરાવી અને સંયમ આપી હજારને લઇને પોતાના સ્થાનમાં આવ્યા. બપોરના રાજા આવ્યો અને કહ્યું કે મહારાજ એતો તમારી શક્તિ છે માટે પ્રતિબોધ કરીને લઇ આવ્યા પણ હજી મને તમારો ધર્મ રૂચતો નથી. આ સરલ પ્રકૃતિના કારણે રાજાને છેલ્લે ધર્મ પમાડે છે તો આ હજારે સન્યાસીઓ અનભિગ્રહિક મિથ્યાત્વના ઉદયવાળા હોવાથી સાચું સાંભળવા અને સમજ્યા મલતાં પોતાનો મિથ્યામત છોડીને મિથ્યાત્વને છોડી શક્યા. આવી રીતે આ મિથ્યાત્વ વાળા જીવોને માટે સમણ પેદા કરી સમ્યક્ત્વ પામવું સહેલું છે. આ મિથ્યાત્વના ઉદયવાળા પાંચે પ્રકારના જીવો હોય છે. અભવ્ય, દુર્વ્યવ્ય, ભારેર્મી ભવ્ય, લઘુકર્મી ભવ્ય અને દુર્લભ બોધિ. (૩) આભિનિવેષિક મિથ્યાત્વ :
-
શ્રી નેિશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્વો પ્રત્યેની રૂચી પેદા કરી સમ્યક્ત્વને પામે એ સમકીતના કાળમાં નિકાચીત મિથ્યાત્વના ઉદયના કારણે પતન પામે તેમાં કોઇ પદાર્થ પ્રત્યેની ખોટી પકડ અંતરમાં પેદા થયેલી હોય તે સમજ્વા છતાં પણ તે પકડને છોડી ન શકે તે પ્રમાણે જ જીવે અને ખોટી પ્રરૂપણા કરે તે આભિનિવેષિક મિથ્યાત્વ હેવાય છે. આ મિથ્યાત્વનો ઉદયકાળ માત્ર દુર્લભબોધિ જીવોને જ હોય છે એ સિવાયના જીવોને હોતો નથી. ભગવાનના શાસનમાં જેટલા નિવો થયા તે બધા જ આ મિથ્યાત્વના ઉદયકાળ વાળા ગણાય છે. વર્તમાનમાં જે નવા પંથો ઉભા થાય છે તે બધા આ મિથ્યાત્વના ઉદયવાળા ગણાતા નથી. કારણકે મત ઉભા કરનારા નિયમા સમ્યક્ત્વ પામ્યા પછી જ ખોટી પકડવાળા થયેલા છે. એમ નિશ્ચિત રૂપે ન હોવાથી આ મિથ્યાત્વના ઉદયવાળા ગણાતા નથી. કારણકે મિથ્યાત્વના ઉદયકાળમાં પણ જીવો પોતાના મતનો વિશેષ ફેલાવો કરવા માટે ગોષ્ઠામાહિલાદિની જેમ તેમાંથી નવો મત ઉભો કરે એમ પણ બને છે માટે જ્ઞાની વગર નિશ્ચીત હી શકાય નહિ.
(૪) સાંશયિક મિથ્યાત્વ :
તેના બે ભેદ છે. (૧) દેશ સાંશયિક અને (૨) સર્વ સાંશયિક
દેશ સાંશયિક - શ્રી નેિશ્વર ભગવંતોએ કહેલા પદાર્થોને વિષે કોઇક પદાર્થમાં શંકા રાખ્યા
કરવી. આમ તે હોતુ હશે ? આવું તે કહેવાય ? આ બન્નેજ શી રીતે ? ભલે ભગવાને કહ્યું માટે માની લઇએ
બાકી બને નહિ ! આવી વિચારણાઓ ર્યા કરવી તે દેશ સાંશયિક.
સર્વ સાંશયિક - શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા દરેક પદાર્થોમાં સંશય રાખ્યા જ કરવો એટલે શંકા રાખ્યા જ કરવી એ રીતે જ સ્વભાવ પાડી તે પદાર્થો સાંભળવા-બોલવા-વિચારવા તે સર્વ સાંશયિક મિથ્યાત્વ
હેવાય છે.
Page 20 of 234