________________
અનુકૂળતાઓ મેળવવા માટે અને આવેલી આપત્તિઓ-દુ:ખોના નાશ માટે જે પ્રયત્નો થઇ રહ્યા છે કે જેના પ્રતાપે મોટાભાગના જીવોને ધર્મથી રહિત બનાવી, આ પરિણામ મિથ્યાત્વના સ્વામી બનાવી ધર્મની આરાધનાઓ કરતાં કરાવી રહ્યા છે. માટે ખુબ ચેતવા જેવું છે. આ મિથ્યાત્વના ઉદયનો ઉપયોગ પોતાનું સમીકીત દુર્લભ બનાવો અનેક જીવોના સમકતને દુર્લભ બનાવવાના પ્રયત્ન રૂપે થઇ રહેલો છે તે ખરેખર ખુબ દુ:ખદ છે. (૪) પ્રદેશ મિથ્યાત્વ :
સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીયના પુદગલોને ઉદયમાં લાવી લાવીને ભોગવવા તે પ્રદેશ મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને હોય છે. જ્યારે બાકીના પહેલા ત્રણ પ્રકારના મિથ્યાત્વ સન્ની પર્યાપ્તા જીવોને હોય છે.
બીજી રીતે મિથ્યાત્વના પાંચ પ્રકાર હોય છે.
(૧) અભિગ્રહિક (૨) અનભિગ્રહિક (૩) આભિનિવેષિક (૪) સાંશયિક અને (૫) અનાભોગીક મિથ્યાત્વ હોય છે. (૧) અભિગ્રહિક મિથ્યાત્વ :
અભિગ્રહથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના કુદર્શનોમાંથી કોઇપણ એક દર્શનને જ શ્રેષ્ઠ એટલે સાચું માનવાનો આગ્રહ રાખવો તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. બધા દર્શનોમાં જવાનું ખરું પણ સાચું તો હું જે ધર્મ કરું છું તે જ તે પકડ છૂટે નહિ તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. આવા જીવો પોતાના મિથ્યાત્વને છોડીને સમ્યક્ત્વને પામી શકે નહિ. આ મિથ્યાત્વના ઉદયકાળમાં અભવ્ય જીવો, દુર્ભવ્ય
જીવો, ભારેકર્મી ભવ્ય જીવો અને દુર્લભબોધિ જીવોનો સમાવેશ થાય છે. કોઇ લઘુકર્મી આત્મામાં આ મિથ્યાત્વનો ઉદયકાળ થયો હોય તો પણ સાચું સમજાતા પોતાની પકડ છોડી સાચા માર્ગે આવી શકે છે. અન્ય દર્શનીઓઅ સ્વસ્વ શાસ્ત્રમાં કહેલી કલ્પિત વાતોને પરીક્ષા કર્યા વગર સાચી માની લેવી અને તેમાં આગ્રહ ધારણ કરી રાખવો તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ :
સાચા-ખોટાં સર્વ દર્શનો ને તેમના અભિમત દેવ, ગુરૂ તથા શાસ્ત્રોને સાચા માની લેવા તેમાં શંકા પણ ન કરવી તેમ તેમનો પરીક્ષા પણ કરવી નહિ તે. અથવા સમજણના અભાવે મધ્યસ્થપણાના કારણથી જગતમાં રહેલા સર્વદર્શનોને કોઇપણ જાતની પકડ વિના સારા માને, સાચા માને તે અનભિગ્રહિક મિથ્યાત્વ. જેમકે બધાય દર્શનકારો મોક્ષ માને છે, મોક્ષ કહે છે, શુધ્ધતા પેદા કરવા માટેની વાતો કરે છે માટે તે શુધ્ધતા માટે ગમે તે દેવને માનીએ-પુજીએ તો આખરે તો એક જ છે માટે તેમાં વાંધો નહિ. આ વાતમાં બિચારા અજ્ઞાન જીવોને ખબર નથી શુધ્ધતા શું છે? તે કઇ રીતે પ્રગટ થાય તેને પેદા કરવા માટે કયા પ્રકારનો પુરૂષાર્થ કરવો પડે તેના કારણે અટવાયા કરે છે. ધર્મમાર્ગની આરાધના કરતાં કરતાં શુધ્ધતા કેટલી પેદા થતી જાય છે તેનો પણ પછી વિચાર કરતાં નથી માટે જ જ્ઞાનીઓ કહે છે કે એવા અજ્ઞાન રૂપે રહેલું મિથ્યાત્વ એ ભયંકરમાં ભયંકર નુકશાન કરનારૂં બને છે. માટે આવા પ્રકારના વિચારોમાં ન રહેવાય તેની કાળજી રાખવાની અને તે પરિણામોની સ્થિરતા ન થઇ જાય તેની કાળજી રાખીને જીવવાનું છે. નહિતર આ મિથ્યાત્વ પણ જીવને ધીમે ધીમે અભિગ્રહિક મિથ્યાત્વમાં લઇ જતાં વાર લાગતી નથી. આવા મિથ્યાત્વના ઉદયવાળા જીવોને જો સાચું સમજાવનાર મળી જાય તો તે મિથ્યાત્વના પરિણામને દૂર કરવામાં જરાય વિલંબ કરતાં નથી. જેમ બપ્પભટ્ટસૂરીજી મહારાજા એ હજાર
Page 19 of 234