________________
સાધુપણામાં જ ધર્મ આવી ગયો ? શ્રાવકપણામાં પણ ભગવાને ધર્મ વ્હેલો છે તે કરીને જીવન જીવીએ તોય શું વાંધો ? ભગવાનની આજ્ઞા જ છે ને ? આવા વિચારોની પ્રરૂપણા કરીને સાધુધર્મની મુખ્યતા-પ્રધાનતાને ગૌણ કરીને શ્રાવધર્મની મુખ્યતા કે પ્રધાનતા બતાવીને પ્રરૂપણા કરવી-માર્ગ બતાવવો તે પ્રરૂપણા મિથ્યાત્વ હેવાય છે.
જૈન શાસનમાં હંમેશા સાધુધર્મ જ પ્રધાન છે એ પામી શકે એવી તાકાત ન હોય તો એ તાકાત કેળવવા માટે પ્રયત્ન કરીને પણ સાધુધર્મ પામવા માટે જ દેવ, ગુરૂ અને ધર્મની ઉપાસના રૂપે શ્રાવક ધર્મ હેલો છે. જો એ ધ્યેય ન હોય અને દેવ, ગુરૂ, ધર્મની ગમે તેટલી સુંદરમાં સુંદર રીતે ઉપાસના કરે તો પણ તે જૈન શાસને કહેલો શ્રાવક્પર્મ નથી જ. માટે એવી પ્રરૂપણાઓ કરવી-વિચારણાઓ કરવી-વિચારોની આપલે કરવી એ બધું જ આ પ્રરૂપણા મિથ્યાત્વમાં આવી જાય છે. (૨) પ્રવર્તન મિથ્યાત્વ :
મિથ્યાત્વની વૃધ્ધિ થાય એવી પોતે કરણી કરે અને અનેક્ની પાસે તેવી કરણી કરાવે તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. એટલે કે પોતાની શક્તિ મુજબ મિથ્યાત્વનો પ્રચાર જોરશોરથી કરવો તે પ્રવર્તન મિથ્યાત્વ હેવાય છે.
લૌકિક મિથ્યાત્વના પ્રવર્તન કરતાં લોકોત્તર મિથ્યાત્વને પ્રવર્તન કરવામાં સમ્યક્ત્વ દુર્લભ થાય છે. જેમકે ભગવાને સાધુધર્મ અને શ્રાવક્પર્મ બે પ્રકારના વ્હેલા છે. તેને પામવા માટે માર્ગાનુસારીના ગુણો હેલા છે તે બહુ કઠણ છે. પાલન થઇ શકે એમ નથી. જે મજબુત સત્વશાલી જીવો હોય તેજ પાલન કરી શકે માટે આપણે તો જેટલું થાય ત પ્રમાણે કરવાનું. શક્તિ મુજબ થાય તે કરવાનું કહ્યું છે. એવો વિચાર કરીને સાધ્વાચાર કે શ્રાવકાચારથી વિરુધ્ધ પ્રવૃત્તિ કરવી. મંત્ર, તંત્ર, વિદ્યા આદિનો ઉપયોગ ભગવાનના શાસનની આરાધનાની માનતા માનીને કરવી. લગ્નની પ્રવૃત્તિ પાપમય છે. તે નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે સિધ્ધચક્રપૂજન આદિ ભણાવવું. અઠ્ઠાઇ મહોત્સવ વગેરે કરવો. પૂજાઓ ભણાવવી, છોકરો પરીક્ષામાં પાસ થાય એ માટે પૂજા ભણાવવી, આંગી રચાવવી, શરીરમાં કોઇ રોગાદિ થયા હોય તો તે રોગના નાશ માટે- નિરોગી બનવા માટે પૂજા પૂજ્ડ વગેરે ભણાવવા તે દરેક પ્રવૃત્તિઓ પ્રવર્તન મિથ્યાત્વ રૂપે ગણાય છે. આ રીતે સંસારની વૃધ્ધિના હેતુથી કોઇપણ મંત્રનો જાપ કરવો-તાંત્રિક પાસે જઇ જૈન તાંત્રિકની વિધિ કરાવવી વિદ્યા વગેરે સાધવી-સધાવવી દુ:ખીયારા જીવોનાં દુ:ખો નાશ થાય અને જીવો કેમ સુખી-સમૃદ્ધિવાળા બની સારી રીતે જીવતા બને એ હેતુ રાખીને દેવ, ગુરૂ, ધર્મની જે પ્રવૃત્તિ કરવી તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. આ પ્રવૃત્તિથી જીવો પોતાનું મિથ્યાત્વ પુષ્ટ કરી અનેક જીવોના મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. એનાથી ભવાંતરમાં પોતાને સમકીત દુર્લભ બને છે અને અનેક જીવોનાં સમ્યક્ત્વને દુર્લભ બનાવતા જાય છે.
(૩) પરિણામ મિથ્યાત્વ :
મનમાં જુઠો હઠવાદ રાખે અને કેવલીભાષિત પદાર્થોને વિષે કહ્યા મુજબ યથાર્થ સર્રહણા ન કરે એટલેકે તે પદાર્થોનો મન: કલ્પીત અર્થ કરીને તેમાં આ આમજ છે. આજ અર્થ થાય, હું કરું છું. એ અર્થ બરાબર છે. એવી વિચારણાનો કદાગ્રહ રાખીને જીવન જીવવું તે પરિણામ મિથ્યાત્વ કહેવાય છે.
આજે લગભગ મોટાભાગે આ મિથ્યાત્વ જોરમાં ચાલે છે એમ દેખાય છે. ભગવાનનું શાસન આજે લગભગ આવા પરિણામોના કદાગ્રહના કારણે સીદાતું દેખાય છે.
અત્યારે શાસ્ત્રોના અર્થ મન ઘડંત રીતે કરીને અનેક જીવોને મોક્ષમાર્ગથી વ્યુત કરીને સંસારીક
Page 18 of 234