________________
એવી આર્હતી દીક્ષા, હે મુનિ પુંગવ ! મને શિઘપણે આપો. પ્રાયે બહૂલ કર્મી જીવોને ધર્મમાં પણ અનેક અંતરાયો આવી પડે છે તેથીજ પ્રાજ્ઞ પુરૂષોએ કહ્યું છે કે- ધર્મસ્ય ત્વરિતા ગતિઃ એટલે ધર્મની શિઘ ગતિ છે. આ પ્રમાણેના અતિ ઉત્કટ સંવેગવાન્ તે તદ્ભવસિદ્ધ જીવે તરતજ મુનિ મહારાજ્ની સમીપે ચારિત્ર અંગીકાર ક્યું અને જેમ શ્લેષ્માદિ મલીન પદાર્થોને તજી દે તેમ સંસાર વાસને તજી દીધો. અપ્રમત્તપણે નિરંતર સાધુ ધર્મને આરાધીને સમગ્ર કર્મોનો ક્ષય કરી તેજ ભવમાં મુક્તિ પુરીનો અધિકારી થયો.
આ પ્રમાણે પાપ કર્મો વડે પ્રાયે નર્ક અને તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કરતાં અને કોઇક વખત અજ્ઞાન કષ્ટ વડે મનુષ્ય અને દેવગતિમાં પણ જઇ આવતાં, ભાગ્યહીન પ્રાણી જેમ સ્વર્ણ નિધિને ન પામે તેમ-અભવ્ય પ્રાણી અનંતકાળે પણ અવ્યય સુખને પ્રાપ્ત કરી શકતો નથી, દુર્ભવ્ય જીવ અનંત કાળ પર્યંત પરિભ્રમણ કરીને પ્રાંતે મોક્ષ સુખ પામે છે, ભવ્ય જીવ સાત આઠ ભવે મોક્ષ પામે છે, આસત્રસિદ્ધિ ત્રણ ભવે મોક્ષ પામે છે અને તદ્ભવસિદ્ધ તેજ ભવે મોક્ષને પ્રાપ્ત કરે છે. એ સઘળામાં મોહનો ભેદ કરવાની તરતમતાજ મુખ્ય હેતુભૂત છે. જે પ્રાણીને જેટલો મોહ હોય તેટલો તેને સંસાર સમજ્યો. એટલે મોહના ચય અપચય-વૃધ્ધિ હાની પ્રમાણે સંસારનું વધવા ઘટવાપણું જાણવું-તેથી સુખના સંદોહને રોક્વાર, પાપ ર્મને અંકુરા ઉપજાવનાર અને આત્મ બ્રહ્મનો દ્રોહ કરનાર મોહને, શિવાર્થી પ્રાણીએ સર્વથા તજી દેવો. આ સંસારમાં જે જે પ્રાણીઓ પૂર્વે ભમ્યા છે, આગામી કાળે ભમશે અને હાલમાં પરિભ્રમણ કરે છે તે સર્વે આ મહાબળવાન્ મોહનોજ મહિમા છે.
શઠતા, વૈશુન્યપણું, ઉન્માર્ગની દેશના, અસત્ય ભાષણ, અત્યંત વિષયાસક્તિ, મિથ્યાત્વમાં એકાંત નિષ્ટપણું, અર્હત ધર્મની અવજ્ઞા અને સુસાધુનો ઉપહાસ એટલા મહા મોહના ચિન્હો છે એમ જ્ઞાની પુરૂષો મ્હે છે, માટે હે વત્સો ! મોહ રાજાની દુશ્ચેષ્ટાથી ડરીને તેના ચિન્હોને તજી દેવા પ્રયત્ન કરો જેથી સ્વલ્પ કાળમાં સંસાર પરિભ્રમણકારી કર્મનો ક્ષય કરીને મોક્ષ સુખને પ્રાપ્ત કરશો.
આ પ્રમાણેના શ્રી આદીશ્વર ભગવંતના ઉપદેશને શ્રવણ કરીને તેમના ૯૮ પુત્રો સંવેગ રંગ વડે વાસિત થઇ તત્વ બોધને પામ્યા.
બીજી રીતે મિથ્યાત્વના ૪ ભેદો હોય છે.
(૧) પ્રરૂપણા મિથ્યાત્વ (૨) પ્રવર્તન મિથ્યાત્વ (૩) પરિણામ મિથ્યાત્વ અને (૪) પ્રદેશ
મિથ્યાત્વ
(૧) પ્રરૂપણા મિથ્યાત્વ :
શ્રી જિનેશ્વર પરમાત્માઓએ પોતાના જ્ઞાનથી જગતમાં જે પદાર્થો જેવા સ્વરૂપે રહેલા છે તે પ્રકારે જોયા અને જાણ્યા તેજ પ્રકારે જ્ગતના જીવોની સામેપ્રકાશિત કર્યા એટલે ણાવ્યા. તેવા પ્રકારે પદાર્થોને યથાર્થ રૂપે જ્ગાવવાને બદલે તેનાથી વિપરીત ભાવરૂપે પ્રરૂપણા કરવી અને જ્ગતના જીવો પાસે પ્રકાશિત કરવાને પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય. જેમકે જે પદાર્થો છોડવાલાયક હેલા છે. તેની છોડવા લાયક પ્રરૂપણા કરવાને બદલે ગ્રહણ કરવા લાયની પ્રરૂપણા કરવી અને જે પદાર્થો ગ્રહણ કરવા લાયક હેલા છે તે પદર્શોની છોડવા લાયક રૂપે પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય. જેમકે ભગવાને બે પ્રકારે ધર્મ કહ્યો છે. (૧) શ્રાવક ધર્મ અને (૨) સાધુધર્મ.
સાધુધર્મ ન લઇ શકે-લઇને પાળવાની શક્તિ ન હોય એવા જીવો માટે એટલે અશકત જીવો માટે શ્રાવધર્મ ક્યો છે કે જેથી એ ધર્મની આચરણા કરતાં કરતાં સાધુધર્મની શક્તિ આવે. તેને બદલે શું
Page 17 of 234