________________
હવે ત મુનિરાજ્ના ઉપદેશને સાંભળી ભવ્ય જીવ બોલ્યો - “અહો પરમકૃપાળુ ! આપનો હેલો ધર્મ કરવા હું ઇચ્છું છું ખરો પણ હાલ નહીં; સાત આઠ વર્ષ પછી અંગીકાર કરીશ. કેમકે હમણા તો આ સ્ત્રી ગર્ભવતી છે, પુત્ર હજી ભણ્યો ગણ્યો નથી, પુત્રીને હજુ પરણાવી નથી, તેમજ બીજી પણ અડચણો છે તેથી તરતમાં તો હું તે સઘળાને તજી દેવાને સમર્થ નથી.” મુનિરાજે પણ તેને યોગ્ય જીવ જાણ્યો તેથી વળી સાત આઠ વર્ષે આવીને ઉપદેશ ર્યો કે “હે સુજ્ઞ ! હવે આર્હતી દીક્ષાને અંગીકાર કર.” સંવેગના રંગવડે તરંગિત થયેલ તે પ્રાણીએ અર્હત ધર્મને તરતજ અંગીકાર કર્યો. તે જીવ સાત આઠ ભવે મુક્તિ પદને પ્રાપ્ત કરશે.
હવે આસત્રસિદ્ધિ મુનિરાજ્ના વચનને સાંભળીને બોલ્યો કે- “અહો દયાસિંધુ ! તમારા વચનો, અમૃતનું પાન કરવા તુલ્ય હોવાથી મને અત્યંત રૂચે છે. પરંતુ હું સ્ત્રી પુત્રાદિક સાથેના પ્રેમ બંધનમાં નિયંત્રિત થયેલો છું તેથી મોક્ષેચ્છુ છતાં પણ ગૃહસ્થપણાન તજ્વાને હાલ તરત સમર્થ નથી. તોપણ ધીમે ધીમે સ્ત્રી પુત્રાદિકના પ્રતિબંધને તજી દઇને આવતા વર્ષમાં આપના કહેવા મુજબ મુનિ ધર્મને અંગીકાર કરીશ.” બીજે વર્ષે મુનિરાના ઉપદેશની જોગવાઇ મળવાથી સંપુર્ણ શ્રદ્ધાવાનૢ આસત્રસિદ્ધિ જીવે તેમનીજ સમીપે જૈની દીક્ષા અંગીકાર કરી. સમ્યક્ પ્રકારે ચારિત્ર ધર્મનું આરાધન કરીને તે દેવલોક્માં ઉત્પન્ન થયો. ત્યાં ઘણા કાળ પર્યત સ્વર્ગના સુખ ભોગવીને એક ભવ મનુષ્યનો કરી તે જીવ મુક્તિ પુરીનો નિવાસી થશે.
હવે છેલ્લો તદ્ભવસિદ્ધિ જીવ, પુણ્યના માહાત્મ્ય વડે ગર્ભિત એવા મુનિરાજ્ના વચનોને સાંભળીને હાથ જોડી આ પ્રમાણે બોલ્યો - અહો મુનીંદ્ર ! અનાદિ કાળથી મોહનિદ્રા વડે નિદ્રિત થવાથી નષ્ટ ચૈતન્ય પ્રાય થયેલા મને નિ:કારણ બંધુ સર્દશ આપે જાગૃત કરી ચેતના પ્રાપ્ત કર્યો છે. હું ધન્યમાં પણ ધન્ય છું કે મને ઉન્માર્ગે જ્વારાને સન્માર્ગના ઉપદેશક એવા આપનો સાંપ્રત સમયે યોગ પ્રાપ્ત થયા છે. આ અપાર સંસાર રૂપ સમુદ્રમાં ડુબતા એવા મને સદ્ધર્મ રૂપ નાવ સહીત નિર્યામક તૂલ્ય આપનો પૂર્વ પુણ્ય વડેજ યોગ બની ગયો છે. મને પાંચ ઇંદ્રીઓ રૂપ ચોરોએ સ્નેહ રૂપ પાશવડે બાંધીને ક્ષુધા પિપાસાદિ દુ:ખાર્તપણે સંસાર રૂપ બંદીખાનામાં નાખેલો છે. એ બંદીખાનામાં રહ્યો સતો હું જન્મ, જરા, મૃત્યુ અને આધિ, વ્યાધિ વિગેરે દુ:ખો રૂપ ચાબુક વડે નિરંતર માર ખાધા કરૂં છું. તેમાં મને કોઇ પણ શરણભૂત થયું નથી. હમણાં કાંઇક શુભ દૈવના અનુભાવ વડે અશરણ પ્રાણી માત્રને શરણભુત અને સંસાર રૂપ બંદીખાનામાંથી છોડાવનાર આપ મળી આવ્યા છો-આ સંસારમાં દેવપણામાં અને મનુષ્યપણામાં મહર્ષિકપણું પ્રાપ્ત કરવું તે સુલભ છે પણ સદ્ગુરૂનો સંયોગ પ્રાપ્ત થવો તે અતિ દુર્લભ છે. મેં રસેંદ્રીની લોલતાથી ષડ્ ૨સનું આસ્વાદન ઘણીવાર કર્યું છે પરંતુ જન્મ મરણને હરણ કરનાર સદ્ગુરૂના વચનામૃતનુ પાન ક્યારે પણ કર્યું નથી. “વિદ્વાન પ્રાણી પણ ગુરૂ મહારાજ્જા યોગ વિના સમ્યક્તત્વને જાણી શકતા નથી. શક નેત્રવાન મનુષ્ય પણ અંધકારમાં દીપક વિના જોઇ શકતો નથી તેમ વિદ્વાન પ્રાણી પણ ગુરૂ મહારાજ્જા યોગ વિના સમ્યક્તત્વને જાણી શક્તા નથી. સંસારના અસાર સુખને મેળવવાને માટે પ્રાણી જેટલો પ્રયત્ન કરે છે તેટલો પ્રયત્ન જો જૈન ક્રિયામાં કરેતો તે જરૂર અંતર નિવૃત્તિને પામે. હે મુનિરાજ ! નાના પ્રકારના દુ:ખ સમુહ વડે વ્યાપ્ત એવા સાંસારિક સુખથી હવે-જેમ ક્ષુધાતુર પ્રાણીને પરમાત્ર (ક્ષીર) ની પ્રાપ્તી થાય ત્યારે તે વિષમિશ્રીત ભોજનથી વિરામ પામે તેમ-હું વિરામ પામ્યો છું. આજ સુધી નિ ધર્મ વર્જિતપણે મેં જે પુષ્કળ પ્રયાસ કર્યો છે તેનો વિચાર કરતાં હવે મને બહુજ દુ:ખ ઉત્પન્ન થાય છે-માટે હવે બિન વિલંબે ભવ સુમદ્રમાં પ્રવહણ તૂલ્ય, પાપને હરનાર અને મોક્ષને આપનાર
Page 16 of 234