________________
ભારવડે નમી ગએલા આમ્ર વૃક્ષ નીચે બંને બેઠા. ત્યાં અતિ મનોહર પરિપકવ આમ્રફળને જોઇને રાજાનું ચિત્ત ચળાયમાન થયું, ખાવાની ઇચ્છા વૃદ્ધિ પામી. મંત્રીએ અનેક પ્રકારે તેનું નિવારણ કર્યું, વૈદ્ય કહેલા વચનો સંભારી આપ્યા પરંતુ રાજાએ માન્યું નહીં અને આમ્રફળ ખાધા. જેથી તત્કાળ તે રાજા મૃત્યુ પામ્યો. મરણ પામતી વખત મંત્રીના વચન ન માન્યા સંબંધી, વૈદ્યના વચનની અવગણના કર્યા સંબંધી તથા આમ્રફળ ખાધા સંબંધી ઘણો પશ્ચાતાપ થયો પરંતુ અકાળે પશ્ચાતાપ શા કામનો ? જેવી રીતે એ રાજા માત્ર રસેંદ્રિય ની સહની શાંતીને માટે પોતાનું રાજ સુખને મનુષ્ય ભવ હારી ગયો તેમ આ સંસારમાં મૂર્ખ પ્રાણી સહજના ઇંદ્રિય ન્ય સુખની લાલસામાં ગૃઢ થઇને સ્વર્ગ મોક્ષાદિના સુખને હારી જાય છે.”
આ બંને દ્રષ્ટાંતનો ભાવ હૃદયમાં વિચારીને ઉત્તમ પ્રાણીઓએ સહજ માત્ર સુખ દેખાડનારા પરંતુ પરિણામે દુ:ખ સમુહમાં દુગર્ક કરી દેનારા વિષય સુખમાં ન ખુંચતાં નિવૃત્તિ સુખની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો.
આ પ્રમાણેના તે મુનિરાજ રૂપ નિર્યામના વચનો સાંભળીને અભવ્ય હસીને બોલ્યા કે-તે નિવૃત્તિ વળી કેવી છે ? અને તે કોણે દીઠી છે? તે તો જ્હો. અહીં તો જુઓ આ સર્વ ઇંદ્રિયોને સુખના આપનારા વિષય સુખ ભોગવવાના છે. ઘેબર, ઘી, પક્વાન અને ખજુરાદિ સ્વાદિષ્ટ પદાર્થો ખવાય છે. વસ્ત્ર અને આભરણાદિ સ્વેચ્છાદિથી ધારણ કરાય છે અને કામ ક્રીડા તથા હાસ્ય કુતૂહળાદિવડે સુખે સુખે કાળ નિર્ગમન થાય છે. આ બધામાંથી નિવૃત્તિ પુરીમાં એકે વાનું નથી એવે ઠેકાણે દુ:ખ ભોગવવા માટે ક્વાનું કોણ મૂર્ખ કબૂલ કરે.”
આ પ્રમાણે એકાંત સુખવાળી સિદ્ધિગતિને પણ દુ:ખ રૂપ ગણતો સતો તે અભવ્ય દુર્ગધથી ભરેલી ખાડમાં જેમ ભુંડ આસકત થઇને પડ્યો રહે તેમ વિષયરૂપ કાદવમાં ખેંચ્યો સતો ત્યાંથી નીકળવાની ઇચ્છા પણ ન કરવા લાગ્યો; જેથી આધિ, વ્યાધિ, જરા, જન્મ અને મરણાદિ દુ:ખોવડે ભરપૂર અનંત સંસારમાં તે રાંક પ્રાણી નિરંતર પરભ્રમણ કરવા લાગ્યો.
અભવ્યના કહી રહ્યા પછી દૂર્ભવ્ય બોલ્યો કે-પરિણામે હિતકારક એવું તમારું કથન હું માન્ય રાખીશ ખરો પણ હાલ નહીં, ઘણા કાળ પછી વાત. હાલતો આ પ્રાપ્ત થયેલા મહા મનોહર વિષય સુખનો ઉપભોગ કરવા ઇચ્છું છું, કેમ કે યૌવન, ધન સંપત્તિ, અનુકૂળ વર્તનારી સ્ત્રી અને નિરોગી શરીર વિગેરે પ્રાપ્ત થયેલું કોણ બુદ્ધિવાનું તજી દે. યૌવનાવસ્થામાં ધર્મને માટે જે પાંચ ઇંદ્રીઓના સખને તજી દેવા તે પીલુ પરિપક્વ થાય તે વખતે કાગડાની ચાંચ પાકવા જેવું છે. માટે હાલમાં તો હું કોઇ રીતે સાંસારીક સુખને તવા ઇચ્છતો નથી.
આ પ્રમાણેનો દુર્ભનો ઉત્તર સાંભળીને તે વખત તો નિર્ધામક રૂ૫ મુનિરાજ મૌન રહતા. વળી કાળાંતરે તેના ઉપરની કૃપાવડે મુનિ પુંગવે તને પૂર્વોકત પ્રકારેજ ઉપદેશ આપ્યો. કે “હે ભાઇ ! હવે તો તું આ સંસારને છોડ.” તે વખત પણ તે દૂર્ભવ્ય પૂર્વોકત પ્રકારે ઉત્તર આપ્યો. એ પ્રમાણે વારંવાર સાચાખોટા બાનાવડે મુનિરાને ઠગવાના ઉત્તર આપ્યા કર્યા અને પ્રાયે નર્ક તિર્યંચ ગતિમાંજ પરીભ્રમણ, કરવા લાગ્યો. કોઇ વખત મનુષ્યગતિ કે દેવગતિ પણ પામ્યો પરંતુ પગલે પગલે દુ:ખને પામવા લાગ્યો અને કર્મવડે લેખાવા લાગ્યો. એમ કરતાં કરતાં યથાપ્રવૃત્તિકરણને યોગે કાંઇક કર્મવિવર પ્રાપ્ત થવાથી સમ્યક પ્રકારે ધર્મનું આરાધન કરતો સતો કેટલેક ભવે સમસ્ત કર્મોને બાળી દઇને તે પ્રાણી સિદ્ધિ સુખને પ્રાપ્ત કરશે.
Page 15 of 234