________________
આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ નીચેના શબ્દોમાં ફરમાવે છે કે
હિતોપદેશાતoભવછd:,
मुमुक्षुसत्साधुपरिग्रहाच्च । पूर्वापरेडर्थेडप्यविरोधसिद्धे
સવદાળાંમા ઇવ સતાં પ્રમામિ III” હિતનો ઉપદેશ કરનાર હોવાથી, સર્વજ્ઞ પ્રકાશિત હોવાથી, મુમુક્ષુ અને ઉત્તમ સાધનોથી સ્વીકારાયેલ હોવાથી તથા પૂર્વાપર વિરોધનો લેશ પણ નહિ હોવાથી, હે નાથ ! તારા આગમો એ જ સનોને પ્રમાણ છે. ગચ્છની પ્રામાણિકતાનો આધાર મુખ્યત્વે તેના નાયકો અને
યાયીઓ ઉપર આધાર રાખે છે. જે ગચ્છના નાયકો યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરીશ્વરજી જેવા સૂરિપુંગવો છે, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી જેવા મુનિપતિઓ છે અને જ્ઞાનક્રિયાના અખંડ પ્રતિપાલક, તપાબિરૂદધારક હીરલા ગચંદ્રસૂરિ અને તેમના ઉત્તમોત્તમ શિષ્યવર્યો છે, તે ગચ્છને પણ અપ્રામાણિક કે તે ગચ્છની ક્રિયાઓને પણ આગ્રહથી ઉપજાવી કાઢેલી મનાવવી, એના જેવું સત્યનું ખૂન બીજું એક પણ નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી આદિ મહાનેતાઓ પણ પરમ શાસનપ્રભાવક ચરમ દશપૂર્વધર ભગવાન શ્રી વસ્વામિજી આદિ મહાપુરૂષોએ સ્વીકારેલ સામાચારીને અંગીકાર કરનારા છે, માટે તેઓ પરમ પ્રામાણિક છે અને તેઓના જ માર્ગને અનુસરનારા અન્ય સર્વ મહાપુરૂષો તેટલા જ પ્રામાણિક છે. તેઓની આજ્ઞામાં રહેવું, તેઓના માર્ગે ચાલવું, તેઓનાં વચનો વિચારવાં, આચરવા અને પ્રચારવા, એજ એક આ અપાર ભવસાગરમાંથી તરવાનો અનુપમ માર્ગ છે. એ માર્ગની વિરૂદ્ધ અજાણતાં પણ બોલવું એ મહાપાપ છે, એટલું જ નહિ પણ એવું વચન આત્માને દુર્લભબોધિ અને સન્માર્ગનો વિરોધી બનાવનાર છે.
સરલ આત્માઓ માટે શ્રી જિનમતની પ્રામાણિકતા સમજવા અને વર્તમાનમાં પણ પ્રામાણિક મહાપુરૂષોની પરમ્પરા દ્વારાએ શ્રી જિનમતની પ્રાપ્તિ શકય છે, એ વસ્તુને સ્થિર કરવા માટે એટલું વિવેચન બસ છે, તો પણ પ્રત્યેક પાક્ષિકદિ પ્રતિક્રમણમાં ગવાતી શ્રી જિનમતની એક સુંદર સ્તુતિ ગાવાનું અહીં મન થઇ આવે છે.
"अर्हद्वक्त्रप्रसूतं, गणधररचितं, दादशाङ्गं विशालं, चित्रं, बहर्थयुक्तं, मुनिगणवृषभैर्धारितं बुद्धिमन्दिः ।
मोक्षाग्रद्धारभूतं, व्रतचरणफलं, ज्ञेयभावप्रदीपं, भक्त्या नित्यं प्रपद्ये, श्रृतमहमखिलं, सर्वलोकैकसारम ||" આ સ્તુતિમાં શ્રી જિનમતને અનેક વિશેષણો દ્વારાએ આવેલ છે. શ્રી અરિહંત પરમાત્માઓના મુખકમળમાંથી નીકળેલ, શ્રી ગણધરદેવોની બીજબુદ્ધિથી રચાયેલ અને બુદ્ધિનધાન મુનિમાર્ગ વહન કરવામાં વૃષભ સમાન મુનિનાયકો વડે ધારણ કરાયેલ, એ ત્રણ વિશેષણો ખાસ ધ્યાન ખેંચે છે. એવા શ્રી જિનમત પ્રત્યે પણ જો શ્રદ્વા ન પ્રગટે, તો દુષમકાળનો પ્રભાવ સમજવો અથવા તો જીવોની ગુરૂકમિતાનો પ્રભાવ સમજવો. શ્રી જિનમતની ઉપેક્ષા પણ જો આત્માને અનન્ત સંસાર રખડાવનારી છે, તો તેનાથી વિરૂદ્ધ ભાવ ધારણ કરવો એ માટે તો કહેવું જ શું? શ્રી જિનમતની પ્રાપ્તિ સિવાય મુકિતના ઇરાદે પણ હજારો વર્ષ તપ તપવા છતાં અને સેંકડો યુગ સુધી યોગની પ્રક્રિયાઓ સાધવા છતાં મુકિતને પામી શકાતું નથી. તપ અને યોગ પણ તેઓને જ ફળે છે, કે જેઓને સમ્યક પ્રકારે શ્રી જિનમતની પ્રાપ્તિ
Page 190 of 234