________________
થાય છે. એનું મુખ્ય કારણ શ્રી નિમતની યથાર્થ ભાષિતા છે.
યથાર્થભાષી શ્રી જિનમતના એક પણ પદની ભાવથી પ્રાપ્તિ કરનાર આત્માનો ત્યાગ અને વૈરાગ્ય નિર્દભ બની જાય છે, એ વસ્તુ સમજવા માટે હવે આપણે શ્રી જિમનતની નિરૂપણ કરવાની શૈલિ તરફ આવીએ. શ્રી જિનમતના એક પણ પદમાં સર્વ પદોનો સંગ્રહ છે. ‘ને પાં ના[ફ, સે સવં નાWI૬,
जे सव्वं जाणइ, से एगं जाणइ ।' એ શ્રી નિમતનું પ્રધાન સૂત્ર છે. શ્રી જિનમતના એક પણ પદનો વિચાર સર્વ પદોના જ્ઞાનમાં પર્યવસાન પામે છે. એ કારણે સર્વ દુ:ખથી મુકત થવા માટે ભાવથી શ્રી નિવચનના એક પણ પદની પ્રાપ્તિ બસ છે. અહીં ભાવથી કહેવાનો ઉદ્દેશ એ છે કે-એક પણ પદને ભાવથી પામનાર અન્ય સર્વ પદોને પામવાની અભિલાષાવાળો હોય જ છે. એની એ અભિલાષા જ અંતરાયોનો નાશ કરવા માટે સમર્થ છે. એ અભિલાષાનું બીજું નામ રૂચિ છે અને એ રૂચિનું નામ જ અહીં શ્રદ્ધા છે. શ્રદ્ધાયુક્ત અલ્પ પણ બોધ આ રીતે આત્માનો નિખાર કરનારો થાય છે.
અલ્પમાં અલ્પ સયોપશમવાળો એક પણ પદનું જ્ઞાન ન કરી શકે એમ માનવું એ વ્યાજબી નથી, બલ્ક એક નહિ ન્તિ અનેક પદોનો બોધ કરી શકે એમ માનવું એ જ વધારે વ્યાજબી છે. એ દ્રષ્ટિએ શ્રી જિનવચનાનુસાર ભવસ્વરૂપના ચિન્તનથી ભવ પ્રત્યે વિરાગવાન બનેલો આત્મા કેવી કેવી વિચારણા સંક્ષેપથી અગર વિસ્તારથી કરે છે, તેને આપણે ઉપર ઉપરથી પણ જોઇ જઇએ. એવી વિચારણાવાળા આત્મામાં દંભનો લેશ પણ ન હોય, એ કહેવું પડે તેમ નથી.
આ સંસાર દુ:ખરૂપ છે, કારણ કે તે જન્મ, જરા, મરણ, રોગ અને શોકથી ભરેલો છે. દ:ખફળવાળો છે, કારણ કે-ન્માદિનું પરિણામ પણ દુ:ખરૂપ છે. દુ:ખની પરમ્પરાવાળો છે, કારણ કે-એક જ જન્મમાં અનેક જન્મોની પરમ્પરા કરાવે તેટલા કર્મોનો સંચય થાય છે.
આ સંસારની ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી. દેવોને પ્રપાત, મત્સર, પરાધીનતાનું દુ:ખ છે, મનુષ્યોને નિર્ધનતા, રોગ, શોક આદિનું દુ:ખ છે, તિર્યંચોને ભૂખ, તૃષા અને પરાધીનતાનું દુ:ખ છે તથા નારકીઓને શીત, ઉષ્ણ, અંધકાર, અશુચિ આદિના ભયાનક દુ:ખો છે.
મનુષ્યના એક જ ભવમાં ગર્ભવાસનાં દુઃખ છે, જન્મતી વખતનાં, બાલ્યાવસ્થાનાં અને વૃદ્ધાવસ્થાનાં ભયંકર કષ્ટો છે : અને સુખ માત્ર મધુબિન્દુ સમાન છે.
એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ અનંતી અને અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી પર્વતની છે. અસંખ્યાત વર્ષનો એક પલ્યોપમ છે. દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ છે. દશ કોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણી છે અને દશ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી છે. વીસ કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર છે. એવા અનન્ત કાળચક્રોનું એક પુગલપરાવર્ત છે. એવા અનન્ત પગલપરાવર્ત આ જીવે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં ગાળ્યા. અનન્તા પુદ્ગલપરાવર્તે વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદોમાં પસાર કર્યા. બાદર નિગોદમાં પણ અનન્તોકાણ ગુમાવ્યો. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, આદિ યોનિઓમાં અસંખ્ય કાળ વિતાવ્યો. વિલેંદ્રિયોમાં અસંખ્ય કાળ પૂરો કર્યો. અસંજ્ઞી પંચેદ્રિયપણામાં અસંખ્ય કાળ પસાર કર્યો. સંજ્ઞી પંચેદ્રિયપણે પણ સર્વ ગતિઓમાં અનન્તકાળ સુધી ફરી ચૂકયો. પ્રત્યેક ભવમાં નાના પ્રકારના દુ:ખ અનુભવ્યા. ક્વચિત્ શુભ કર્મના યોગે સુખ
Page 191 of 234