________________
ખટપટમાં અમને ક્યાં ઉતારો છો ? એનું કારણ એક જ છે કે-એ પરીક્ષા ગમે તેટલી દુષ્કર હોય તો પણ જો કરવામાં ન આવે તો નુકશાન પ્રત્યક્ષ છે ; એને ઓળખ્યા વિના ઘર કે વ્યવહાર ચાલી શકે એમ નથી : તેથી તેની પરીક્ષા થાય તેટલી લોકો કરે છે અને છતાં પણ સપડાય તો કપાળે હાથ દે છે. એ જ ન્યાય અહીં અખત્યાર કરવાનો છે : છતાં નથી થતો એનું મુખ્ય કારણ ધર્મ પ્રત્યેની બેદરકારી છે. અપ્રામાણિક ગચ્છને સ્વાકારી લેવાથી થનારા નુકશાનનો ખ્યાલ અને ભય રખાય છે, તેમ કોઇ પણ ગચ્છને નહિ સ્વીકારવાથી થતા નુકશાનનો પણ ભય અને ખ્યાલ લાવવાની જરૂર છે. ધર્મ પ્રત્યે પ્રમાદી અને બેદરકાર બનેલ આત્માઓનું અનુકરણ કરીને, ધર્મના અથિ આત્માઓએ પણ ગીતાર્થ ગુરૂઓના ગચ્છોને નહિ શોધવા અને અગીતાર્થ મુનિઓના પલ્લે પડવું અગર સર્વથા મુનિસમુદાયથી વંચિત થવું, એ શું ન્યાયસંગત છે? ગીતાર્થની શોધ કરવા છતાં પણ ભાગ્યયોગે અગીતાર્થની પ્રાપ્તિ થઇ જાય, તો તેથી ભય પામવાનું કોઇ પ્રયોજન નથી. તેવા વખતે અગીતાર્થનો ત્યાગ કરવાનું અને અન્ય ગચ્છના ગીતાર્થનું શરણ શોધવાનું પણ શાસ્ત્રીય ફરમાન છે : અને એ રીતે પોતાની નિર્મળ બુદ્ધિથી જ્ઞાની અને ગીતાર્થ ગુરૂઓની શોધ કરી સુવિહિત મુનિવરોના સમુદાય રૂપી સુગચ્છોની શિતળ છાંયાએ રહેવું, એ પ્રત્યેક હિતાર્થી આત્માની પહેલામાં પહેલી ફરજ છે. એમ કરવાથી પોતે સ્વીકારેલા ગચ્છની પ્રશંસા થાય છે અને અન્ય ગચ્છની નિન્દા થાય છે, એમ માની લેવું એ મોટામાં મોટી ભૂલ છે : અને એમ માનવાથી તો શ્રી જિનમતનો સ્વીકાર પણ દુષ્કર બનશે, કારણ કે-એ રીતે વિચારવા જતાં શ્રી જિનમતનો સ્વીકાર કરવાથી અન્ય મત હલકો પડે જ છે, પરંતુ તત્ત્વના માર્ગમાં એવા વિચારને સ્થાન નથી.
શ્રી જિનમતની પ્રામાણિકતા સિદ્ધ કરવા માટે આ પણ એક ઉપાય છે કે-આજ સુધી જેટલા પ્રામાણિક ગચ્છો શ્રી નિમતમાં ઉત્પન્ન થયા છે, તેના પ્રણેતાઓ મુકિતના પરમ પિપાસુ, ભવના ભીરૂ અને જ્ઞાન-જ્યિા ઉભયને આચરનારા સર્વશ્રેષ્ઠ પુરૂષો છે. એ ગચ્છના આશ્રયે રહેલાં ઉત્તમ સુસાધુઓ પણ ઉચ્ચ કુળના, ગુરૂઆજ્ઞામાં લીન, ઉપશમરસના ભંડાર, સંવેગ અને નિર્વેદના પાત્ર, કરૂણાના નિધાન તથા શ્રી નિવચનના નિશ્ચળ રાગી થયેલા છે. નીચ કુળના પણ કોઇ યોગ્ય આત્માઓએ ઉત્તમ ગુરૂકુળવાસની નિશ્રામાં રહી સ્વઆત્મહિત સાધ્યું છે, જ્યારે શ્રી નિમત સિવાયના મતોના અનુયાયીઓ તેટલા સજ્જન મળવા પણ મુશ્કેલ છે. પૂ.કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી વીરપરમાત્માની સ્તુતિ કરતાં એક સ્થળે ફરમાવે છે કે
" हिंसाद्यसत्कर्मपथोपदेशाद ।
सर्वविन्मूलतया प्रवृत्तेः । नृशंसदुर्बुद्धि परिग्रहाश्च,
મન્વન્યાયામમvમામ //T” હે નાથ ! તારા સિવાય અન્યોએ પ્રકાશિત કરેલા આગમો અપ્રમાણ છે તેના ઘણા કારણો છે તેમાં મુખ્ય તો એ છે કે-એ આગમમાં હિસાદિ અસદુ ક્રિયાઓનો ઉપદેશ ભરેલો છે, પૂર્વાપર વિરૂદ્ધ વાતોને કહેનાર હોવાથી તેના પ્રવર્તકો અસર્વજ્ઞો છે અને તેનો સ્વીકાર કરનાર આત્માઓમાં પણ મોટો ભાગ ઘાતકી, દુરાચારી અને દુર્બુદ્ધિથી ભરેલો છે. શ્રી જિનમતમાં એ વાત નથી, કારણ કે-તેમાં હિસાદિ અસત્ કર્મોનો ઉપદેશ નથી, કિન્ત કેવળ સ્વપરહિતનો જ ઉપદેશ ભરેલો છે. તેના પ્રણેતાઓ સર્વજ્ઞ છે અને તેને અંગીકાર કરનાર મહાપુરૂષો મુમુક્ષુ અને ઉત્તમ પ્રકારના મુનિનો છે. આ રીતે શ્રી જિનમત અને ઇતર મતોમાં તેના અનુયાયીઓની અપેક્ષાએ પણ મોટો ભેદ છે. એજ વાતને પૂ. કલિકાલસર્વજ્ઞ
Page 189 of 234